હું જેને પ્રેમ કરું છું તે છોકરી મને પરણવા તૈયાર થઈ છે, કેમ તે તેના જૂના પ્રેમીએ તેને છોડી દીધી છે

જેને હું પ્રેમ કરતો હતો તે મને પ્રેમ કરે છે માટે નહીં, મજબૂરીથી પરણવા તૈયાર થઈ છે.

man




સેજલને સવાલ -સેજલ પટેલ


સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષ છે. મારી કૉલેજમાં એક છોકરી મને ખૂબ ગમતી હતી. અમારી દોસ્તી સારી હતી, પરંતુ એ મોટા ભાગે કામ પૂરતી વાતચીત જ રહેતી. તેને સામાન્ય રીતે પણ ઓછું બોલવા જોઈતું હતું એટલે મને લાગતું હતું કે અમારી વચ્ચે સારું જામશે, પણ એવું ન થયું. બે વર્ષ પહેલાં મેં તેની સાથે સ્પેશ્યલ ફ્રેન્ડશિપ કરવાનું પ્રપોઝ કર્યું તો તેણે વાત સાવ જ હસવામાં ઉડાડી દીધી. તેણે કહેલું કે આપણું મૅચ નહીં થાય. મને તેના માટે ખૂબ પ્રેમ હતો, પણ નાછૂટકે તેને ભૂલવાની કોશિશ કરી. વચ્ચે એક વાર ફરી કૉમન ફ્રેન્ડના ફંક્શનમાં મળેલી, પણ એ વખતે મેં તેને સિરિયસલી પૂછuું અને ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી. તેનો આખો પરિવાર ગુજરાત શિફ્ટ થઈ ગયો. એ પછી તો મેં મમ્મીને અરેન્જ્ડ મૅરેજ માટે હા પાડી દીધી. મારા માટે નવાઈ એ વાતની હતી કે તેનું જ માગું મારા દૂરના સગા પાસેથી આવ્યું. અરેન્જ્ડ મીટિંગમાં સામે તેને જોઈને હું એકદમ જ બઘવાઈ ગયેલો. મને ખબર હતી કે તે મને નથી પસંદ કરતી એટલે મેં વાતચીત કર્યા વિના જ એ મીટિંગ પૂરી કરી દીધી તો તેણે સામેથી કહ્યું કે હવે તે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. મને તેના અવાજમાં પ્રેમ નહીં, મજબૂરી હોય એવું લાગ્યું. તેનું કહેવું હતું કે આ પહેલાં તે એક છોકરાના પ્રેમમાં હતી ને એટલે જ તેણે મારી પ્રપોઝલને ગંભીરતાથી નહોતી લીધી. જોકે પેલા છોકરાએ તેને ડમ્પ કરી દીધી છે એટલે હવે તે આગળ વધવા માગે છે. તે અરેન્જ્ડ મૅરેજ કરી લેવા માગે છે. એનો મતલબ તો એવો જ થયોને કે જેને હું પ્રેમ કરતો હતો તે મને પ્રેમ કરે છે માટે નહીં, મજબૂરીથી પરણવા તૈયાર થઈ છે. શું કોઈ આપણને ચાહતું ન હોય એવું જાણવા છતાં તેની સાથે સંબંધમાં આગળ વધવું જોઈએ?

જવાબ : એક તબક્કે તમે પણ તો આ છોકરીને ભૂલવા માટે થઈને જ તો મમ્મીએ બતાવેલી છોકરી સાથે લગ્ન કરવા માગતા હતા. તો શું એનો મતલબ એ થયો કે તમે પણ મજબૂરી અનુભવતા હતા? ના, જેમ તમને પ્રેમમાં પહેલી વાર સફળતા નહોતી મળી એમ તેને પણ પ્રેમમાં સફળતા નથી મળી. તમારી જેમ તેણે પણ સ્વીકારી લીધું છે અને એ રસ્તેથી આગળ વધી જવાનો નિર્ણય લીધો છે. તે ધારે તો અરેન્જ્ડ મૅરેજમાં પણ બીજા ઉમેદવારની પસંદગી કરી જ શકે છે. તેણે તમારી સામે પોતાના જૂના સંબંધની વાત રજૂ કરી દીધી છે એ બતાવે છે કે તે આ બાબતે કશું છુપાવવા નથી માગતી. તમને સવાલ છે કે શું તે તમને પ્રેમ કરી શકશે? આની ગૅરન્ટી તો લવમૅરેજ કરનારાં કપલોમાં પણ નથી હોતી. બાકી એટલું જરૂર કહી શકું કે અરેન્જ્ડ મૅરેજ થતાં હોય છે ત્યારે કેટલાંય પાત્રો પોતાના અસફળ પ્રેમની યાદો હૈયામાં ધરબી જ દેતાં હોય છેને? તે લોકો પણ સફળ અને હૂંફાળું લગ્નજીવન જીવે જ છે. પ્રેમમાં સફળતા ન મળે ત્યારે કેવી પીડા થાય એ તમે અનુભવી ચૂક્યા છો ને એટલે જ તમે આ છોકરીને પણ સમજી શકશો. તમારે તો ખુશ થવાનું હોય કે એક વાર આશા ગુમાવી દીધા પછીયે તમે જેને પ્રેમ કરતા હતા તેની સાથે જિંદગી જીવવાની તક મળી રહી છે. તો પછી એ શા માટે ગુમાવવી?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK