ટ્રેઇનિંગ માટે જે કંપનીમાં ગયેલી ત્યાં જૉબ પાકી ન થઈ, હવે બીજે ઇન્ટરવ્યુ આપતી વખતે આત્મવિશ્વાસ નથી આવતો

ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે મારે કમાઈને પરિવારને સપોર્ટ કરવો પડે એમ છે

depress girl

પ્રતીકાત્મક તસવીર



સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું ૨૪ વર્ષની છું અને ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે મારે કમાઈને પરિવારને સપોર્ટ કરવો પડે એમ છે. આમ તો મેં કૉલેજની સાથે જ કમાવાનું શરૂ કરી દીધેલું. જોકે એ બધું છૂટક કામ હતું. એવું નથી કે ઘરની સ્થિતિ ખરાબ છે, પરંતુ પપ્પાના ધંધામાં બરકત ન હોવાથી સમાજમાં થોડીક ઇજ્જત જાળવી રાખવા માટે મારું કમાવું મસ્ટ છે. મમ્મી ગૃહિણી છે અને ઘરમાં જ નાનું-મોટું કામ કરીને પૈસા ઊભા કરે છે. કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કર્યા પછી હું નોકરીની શોધમાં છું. આ પહેલાં મેં એક કંપનીમાં ટ્રેઇની તરીકે જૉબ લીધી હતી, પરંતુ એમાં મને પહેલા ત્રણ મહિનાના પ્રોબેશન પર લેવામાં આવેલી. ઘરની સમસ્યાઓ અને મારી થોડીક અણઆવડતને કારણે હું જૉબમાં બહુ સારી ઇમ્પ્રેશન ન પાડી શકી અને જૉબ ગઈ. જોડાઈ ત્યારે તેમણે ત્રણ મહિના પછી સારો પગાર આપવાની વાતો કરેલી, પણ ત્રણ મહિના પછી મને છૂટી કરી દેવામાં આવી. કારણ એવું આપવામાં આવ્યું કે હું તેમની કંપનીનાં મોટાં કામ માટે ફિટ નથી. પપ્પાના ફ્રેન્ડની ઑફિસ હતી એટલે હું પણ કંઈ બોલ્યા વિના છૂટી થઈ ગઈ. એ પછી એક-બે જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા, પણ મને ટ્રેઇનિંગ પછી છૂટી કરી દેવાની વાત જાણીને કોઈ તૈયાર નથી થતું. પૈસાની બહુ જરૂર છે અને આત્મવિશ્વાસ જરાય નથી.

જવાબ : કોઈકે કહ્યું છે કે નિષ્ફળતા સફળતાનું પહેલું પગથિયું છે. જો નિષ્ફળતાને નિચોવીને એમાંથી શીખવા જેવું શીખી લો તો જ તમે એને સફળતાનાં પગથિયાં તરીકે વાપરી શકો. નિષ્ફળતાને રડ્યા કરવાથી તો તમે હાથે કરીને તમારી જાતને ગ્રંથિઓમાં બાંધી રહ્યાં છે. પહેલી નોકરીમાંથી કાઢી મુકાયાં હોય અને પછીયે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર  બન્યા હોય અથવા તો પોતાની કંપની ખોલી હોય એવા અનેક લોકોની યાદી તમારી સામે રજૂ કરી શકું એમ છું. રિજેક્શન પચાવવું અઘરું જરૂર હોય છે, પણ એ પચાવો નહીં તો તમે કદી સફળતાના સપનાને સાકાર ન કરી શકો. અમિતાભ બચ્ચનને જાડો અવાજ છે અને બહુ વધુપડતી હાઇટ છે અમે કહીને રિજેક્ટ કરવામાં આવેલા, એ જ અમિતાભ બચ્ચન આજે બૉલીવુડના બાપ કહેવાય છે.

તમે કહો છો કે ઘરની ચિંતાઓને કારણે તમે નોકરીમાં પૂરતું ધ્યાન નહોતાં આપી શકતાં. તો એક વાત યાદ રાખો કે નોકરી જ નહીં, કોઈ પણ કામમાં સફળતા જોઈતી હોય તો ઘરની ચિંતાઓને એ આઠ કલાક દરમ્યાન ઑફિસની બહાર મૂકી દેવી જોઈએ. તમારે સમજવાની જરૂર છે કે ઘરમાં અને કુટુંબમાં આપણી ભૂલો અને નાદાનીને સંભાળી લેનારા ઘણા હોય છે, પણ પ્રોફેશનલ વર્લ્ડમાં એવું નથી હોતું. પ્રોફેશનલ ફીલ્ડમાં આકરી કસોટી થાય જ છે. તમને લાગે છે કે કસોટી અને આાકરા તાપ વિના સોનું રંગ લાવે ખરું?


આ પણ વાંચો : મારું લગ્ન પછીનું નવું જીવન સારૂં રહેશે કે નહીં એની ચિંતા થાય છે. કોઈ ઉપાય બતાવો?


તમે એક નિષ્ફળતાથી ડરીને પીછેહઠ કરી એને બદલે આવું કેમ થયું એ સમજવાની કોશિશ કરો. તમારી પાસેથી શું અપેક્ષાઓ રાખવામાં આવી અને તમે કઈ અપેક્ષાઓ પૂરી ન કરી શક્યાં એ જાણવાની કોશિશ કરો. તમારો પ્રોફાઇલ સમજીને એ માટે જરૂરી સ્કિલ્સ કેળવવાનો પ્રયત્ન કરો. તમને શું નથી આવડતું અને શું આવડે છે એ તમે જાણો છો? ન જાણતાં હો તો બેસીને એ હોમવર્ક કરો. બીજું, જૉબ કરવાની મજબૂરી છે એવું વિચારશો તો કદીયે તમે તમારું સો ટકા નહીં આપી શકો. માણસ દયામણો બનીને કદી આત્મવિશ્વાસ કેળવી ન શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK