મારી મમ્મી ઉંમર થયા પછી બહુ વિચિત્ર કચકચ કરે છે અને હવે જુદા રહેવા જવાની વાતો કરે છે

કોઈકને વાત કરું તો લાગે કે હું સાવ નગુણો છું, પણ તમે મારા માટે જજમેન્ટલ નહીં થાઓ એવું મને લાગે છે.

man1

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
કોઈકને વાત કરું તો લાગે કે હું સાવ નગુણો છું, પણ તમે મારા માટે જજમેન્ટલ નહીં થાઓ એવું મને લાગે છે. સમસ્યા મારા પેરન્ટ્સ સાથેની છે. બન્નેની ઉંમર ૬૪ વર્ષની આસપાસ છે. ઉંમર થયા પછી તેમનો સ્વભાવ ખૂબ જ બદલાઈ ગયો છે. મારી મમ્મી પહેલાં બહુ જૉયફુલ હતી, પણ ઉંમર થઈ અને ઘરનો કારભાર મારી વાઇફે સંભાળવાનો શરૂ કયોર્ એ પછીથી તેનું વર્તન બદલાઈ ગયું છે. ન હોય ત્યાંથી તે પોતાને દયામણી દર્શાવે. ધારો કે એક સાંજે બહાર જમવા જવાનું નક્કી કર્યું હોય તો તે ધરાર સાથે ન આવે અને પછી બબડે કે અમારે તો જાતે ખીચડી પકાવીને ખાઈ લેવાની. તમને સમજાવી નહીં શકું પણ ઘરમાં દરેક નાની-નાની વાતે તેના દુરાગ્રહો હોય. તેને સહેજ ઍડ્જસ્ટ કરવાનું કહીએ એટલે તરત જ તેનો બડબડાટ ચાલુ થઈ જાય કે હવે અમે કામના નથી રહ્યા એટલે કેરીની ગોટલીની જેમ ચૂસીને ફેંકી દેશો. હું જરાય પત્નીઘેલો નથી, પરંતુ જો વડીલો સમજ્યા વિનાની અપેક્ષાઓ રાખે, બધું જ કર્યા પછી પણ પાડોશીઓ અને સમાજના લોકોમાં એવું બતાવે કે હવે કોઈને તેના માટે લાગણી નથી તો શું કરવું? હમણાંથી મમ્મી જીદ લઈને બેઠી છે કે તારા ઘરમાં મારું સ્વમાન સચવાતું નથી એટલે તેને અમારા જૂના ઘરે જઈને રહેવું છે. મને ખબર છે કે આજે તેઓ સામેથી કહે છે પણ ખરેખર જશે તો પાછળથી એમ જ કહેશે કે ઘરડે ઘડપણ અમને એકલાં પાડી દીધાં. પપ્પા બધું જ સમજે છે અને તેમનું કહેવું છે કે તારી મમ્મીને જે કરવું હોય એ કરવા દે.

જવાબ :
તમારી કશ્મકશ સમજી શકાય એવી છે. ઉંમર થયા પછી વડીલોનું વર્તન ખૂબ બદલાઈ જતું હોય છે. વડીલો વગરકારણે દુખે પેટ અને કૂટે માથું એવું કરતા હોય છે. જો હવે પેરન્ટ્સને જુદા રહેવા જવા દો તો તરત સમાજમાં વાતો થવા લાગશે. સાથે રહીને પણ તેઓ મનથી સંતુષ્ટ નથી. આવા સમયે તકલીફ થાય અને મનમાં ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. જ્યારે પણ આવું થાય ત્યારે બે બાબતો કદીયે ન ભૂલવી. પહેલી વાત એ કે આજે આપણે જે કંઈ પણ છીએ એ તેમને કારણે છીએ. આજે તેઓ અસંદિગ્ધ દલીલો કરીને તમને ખરીખોટી ભલે સંભળાવે, તમે જ્યારે નાનું બાળક હતા ત્યારે તમારી અસંદિગ્ધ અને ખોટી જીદને તેમણે પણ સહન કરી હતી. જેમ આપણે બાળકની દરેક જીદ સંતોષતા નથી પણ સમજીએ છીએ એવું જ ઘરડા પેરન્ટ્સનું પણ છે. તેમની કડવી વાણીને દિલ પર લેવાની નહીં.

બીજી વાત એ કે જુવાનીમાં જૉયફુલ હતી એવી મમ્મી હવે કચકચિયણ થઈ ગઈ છે એમાં તેનું ઘડપણ પણ ભાગ ભજવે છે. ઘડપણ દરેકને આવવાનું છે. તમારું અને તમારી પત્નીનું પણ. આ બાબતની સભાનતા અને સંવેદનશીલતા રાખશો તો કદી પેરન્ટ્સને ઠેસ પહોંચે એવું નહીં કરી શકો.

હવે મમ્મીની જુદા રહેવાની ડિમાન્ડની વાત. દરેક પેઢી પોતાના વડીલોની સંભાળ લે એ જરૂરી છે. એ સંભાળ સાથે રહીને જ થઈ શકે છે એવું નથી હોતું. એક ઘરમાં રહીને રોજ ઝઘડા કર્યા કરવાને બદલે થોડાક અળગા રહીને સુખશાંતિભર્યા સંબંધો જળવાતા હોય તો કંઈ ખોટું નથી. હા, ઘર નજીકમાં હોવું જોઈએ. ભલે તેઓ જુદા ઘરમાં રહે, પણ મન જુદાં ન થાય એ જરૂરી છે. તમારા પપ્પા સમજુ છે એટલે બહુ વાંધો ન આવવો જોઈએ. સંબંધોમાં થોડુંક અંતર આવે તો જ એની કિંમત સમજાતી હોય છે.

Comments (1)Add Comment
...
written by Buddy, August 31, 2018
Good work Sejal, as always smilies/cheesy.gif
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK