આજની જનરેશને લવ-મૅરેજ કરવાં જોઈએ કે અરેન્જ્ડ મૅરેજ?

મારા એક દોસ્તે ભણવાનું પૂરું કરતાંની સાથે જ ભાગીને લવ-મૅરેજ કરી લીધેલાં. બે જ વર્ષમાં તેનો પ્રેમ પ્રૅક્ટિકલ લાઇફમાં ગૂંગળાઈ રહ્યો છે

guy



સેજલને સવાલ - સેજલ પટેલ


સવાલ : હું ૨૬ વર્ષનો છું. નૉર્મલ છોકરાઓની જેમ કૉલેજમાં ગર્લફ્રેન્ડ હતી અને રોમૅન્ટિક કલ્પનાઓ પણ કરેલી. બ્રેકઅપ થયું અને ગુલાબી કલ્પનાઓ પણ હવા થઈ ગઈ. હાલમાં તો હું મારી કરીઅર સેટ કરવા પર જ બધું ફોકસ ધરાવું છું, પરંતુ લગ્ન વિશે હું ગંભીરતાથી વિચાર કરું છું. મારા એક દોસ્તે ભણવાનું પૂરું કરતાંની સાથે જ ભાગીને લવ-મૅરેજ કરી લીધેલાં. બે જ વર્ષમાં તેનો પ્રેમ પ્રૅક્ટિકલ લાઇફમાં ગૂંગળાઈ રહ્યો છે. મારાં લગભગ બધાં જ કઝિન બ્રધર્સ અને સિસ્ટર્સે અરેન્જ્ડ મૅરેજ કર્યાં છે. કોઈ મોં પર કહેતું નથી, પરંતુ તેમને જોઈને જણાઈ આવે કે તેઓ હૅપીલી મૅરિડ નથી. જીવનમાં અનેક સમાધાનો કરીને તેઓ જીવે છે અને લગ્નજીવનને આગળ ધપાવ્યે રાખવાની કોશિશ કરે છે. મારી ઉંમરને કારણે હવે છોકરીઓ જોવાનું ચાલે છે. છોકરા-છોકરીઓ એકબીજા સાથે અડધો કલાક વાતચીત કરીને કઈ રીતે લગ્ન કરવાં કે ન કરવાં એ નક્કી કરી શકે? બીજી તરફ લવ-મૅરેજ કરેલાં યુગલોમાં પણ કંઈ એટલો તાલમેળ જોવા નથી મળતો. તમારી દૃષ્ટિએ સુખી લગ્નજીવન માટે  આજની જનરેશને લવ-મૅરેજ કરવાં જોઈએ કે અરેન્જ્ડ?

જવાબ : થોડાક સમય પહેલાં વૉટ્સઍપ પર એક મેસેજ મળ્યો. આમ તો જોક જ છે પણ તમારી મૂંઝવણને અપ્રોપિએટ છે. જે કોઈ એમ કહે કે અરેન્જ્ડ મૅરેજ જ કરવાં જોઈએ તો આપણે તરત કહીએ છીએ, ‘ઓહ માય ગૉડ, તમે જેને જાણતા પણ નથી તેની સાથે લગ્ન કરીને આખી જિંદગી કઈ રીતે જીવાય?’

બીજી તરફ જો કોઈ એમ કહે કે લવ-મૅરેજ જ કરવાં જોઈએ તો ડાહ્યા લોકોનું રીઍક્શન શું હોય? ‘ઓહ માય ગૉડ, તમે જેને જાણો છો એ પછી પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થયા? હવે આખી જિંદગી કેવી રીતે જીવશો?’

યસ, લગ્નને જોવાનો થોડોક ફની નજરિયો છે, પણ હકીકતમાં ઘણો સાચો છે. તમે કઈ પ્રક્રિયાથી જીવનસાથીની પસંદગી કરો છો એ મહત્વનું નથી, પણ પસંદગી વખતે તમારી સમજણ શું છે એ અગત્યનું છે. તમે લવ-મૅરેજ કરો કે અરેન્જ્ડ, લગ્ન પછીની સંવાદિતા સાધવાની પ્રક્રિયામાં તમે શું કરો છો એ સંબંધને મજબૂત બનાવવાનું કામ કરે છે. પ્રેમલગ્ન હોય કે ગોઠવેલાં લગ્ન હોય, સફળ દામ્પત્ય જીવનની ગૅરન્ટી બેમાંથી એકેયમાં નથી.
હા, એટલું જરૂર કહીશ કે અડધો કલાક એક રૂમમાં બેસીને કરેલી વાતો પરથી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવાં છે કે નહીં એનો નિર્ણય ન લેવાય. પહેલી મુલાકાતમાં તમે માત્ર એટલું નક્કી કરી શકો કે તમને આ વ્યક્તિને વધુ જાણવામાં રસ છે કે નહીં. તમે તેને બીજી વાર મળવા માગો છો કે નહીં એ પહેલી મુલાકાતમાં નક્કી કરો. આ મુલાકાતોમાં પણ જીવનસાથીની પસંદગી કરવાની છે એવો ભાર ન રાખો. તમે માત્ર તમારા મિત્રને મળતા હો એવી સહજતા રાખો.

સુખી લગ્નજીવન માટેની સૌથી પહેલી શરત જો કોઈ હોય તો એ છે પોતાના સ્વત્વને જાળવી રાખીને સામેવાળી વ્યક્તિને ખુશ રાખવાની તૈયારી હોવી. જો તમે જીવનસાથીની ખુશી વિશે વિચારશો તો ચોક્કસ સામેથી બમણી ખુશીની ભેટ મળશે. ઘણી વાર વડીલો કહેતા હોય છે કે મારે બસ દીકરી માટે એવો છોકરો જોઈએ છે જે તેને ખુશ રાખે. આ અવળી બાબત છે જે કદી સફળ નથી થવાની. તમે ખુશ થાઓ કે રહો એ બીજાની જવાબદારી નથી, તમારી પોતાની છે. કોઈ તમને સુખ માટેનાં સાધનો, સંપત્તિ કે સંજોગો પેદા કરી આપી શકે, પણ ખુશ થવું તો તમારા પોતાના જ હાથમાં છે.

Comments (1)Add Comment
...
written by Buddy, August 30, 2018
Beautifully explained Sejal Nice worj
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK