લગ્ન પહેલાં ઑફિસમાં ફોન કરતી તો પતિને બહુ ગમતું, જોકે હવે લગ્ન પછી તેને લાગે છે કે હું શંકાશીલ છું

હું ૨૩ વર્ષની છું. બે વર્ષ પહેલાં મેં લવમૅરેજ કરેલાં.

woman

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું ૨૩ વર્ષની છું. બે વર્ષ પહેલાં મેં લવમૅરેજ કરેલાં. પેરન્ટ્સની નામંજૂરી છતાં અમે લગ્ન કરેલાં એટલે તમે સમજી શકો છો કે અમે એકમેકને કેટલું ચાહતાં હોઈશું? જોકે લગ્ન પછી સ્થિતિ બદલાઈ ગઈ છે. મેં ખૂબ જ જીદ કરી હોવાથી પપ્પાએ લગ્ન કરાવી આપેલાં. મારી મમ્મી મને સમજતી હતી. એમ છતાં લગ્ન પછીનું પહેલું આખું વર્ષ બન્ને પરિવારો વચ્ચે તનાવ રહ્યો. હવે મારા પેરન્ટ્સની નારાજગી ઘટી ગઈ છે, પરંતુ હવે લગ્નજીવનની સમસ્યાઓ તેમની આગળ વ્યક્ત કરી શકાય એવી કમ્ફર્ટ રહી નથી.  હસબન્ડ હવે કામના બહાને મોડી રાત સુધી ઑફિસમાં રહે છે. મારે ઑફિસથી ઘરે પહોંચતાં મોડું થાય તો એ તેમને ન ગમે. લગ્નની શરૂઆતનાં વર્ષોમાં જે સમય અમે સાથે ગાળતાં એવું હવે ભાગ્યે જ બને છે. ઊલટાનું ઘર, જવાબદારીઓ, સગાંવહાલાંઓ સાથેના સંબંધના મામલે વાદવિવાદ થઈ જાય. તે ઑફિસમાં હોય ત્યારે હું ફોન કરીને પૂછું કે ક્યાં છે અને ક્યારે આવશે તો તેને લાગે કે હું શંકાને કારણે પૂછપરછ કરું છું. પહેલાં તો રોજ ઑફિસમાં બેસીને તે મારી સાથે વાતો કરતો. ક્યારેક તો મારે કહેવું પડે કે કામ કર, નહીં તો નોકરી જશે. જોકે હવે તો વાતચીત બહુ જ ઘટી ગઈ છે. જ્યારે થાય ત્યારે ઝઘડો થાય. બે-ત્રણ વાર હું પિયર જતી રહી હતી, પણ તેમને એની પણ અસર નથી. વેવલેન્ગ્થ જાણે મૅચ જ નથી થતી એવું લાગે છે.

જવાબ :
મને લાગે છે કે સમસ્યા વેવલેન્ગ્થની નહીં, અપેક્ષાઓની છે. લગ્ન પછી પણ તમે પહેલાં જેવા જ સંબંધો રહે એવી અપેક્ષા રાખો છો એ જ સમસ્યાનું મૂળ છે. લગ્ન પહેલાંની અને લગ્ન પછીની પરિસ્થિતિમાં ઘણો જ બદલાવ આવતો હોય છે. આ બદલાવનો સ્વીકાર કરવો સુખી લગ્નજીવનની પહેલી ચાવી છે.

લગ્ન પહેલાં કપલને એકમેક પ્રત્યે પુષ્કળ આકર્ષણ હોય છે જેને કારણે એ વખતે બધું જ સારું-સારું લાગતું હોય છે. લગ્ન પછી એકબીજાની બરાબર ઓળખ થતાં એ રોમાંચ, ઉત્સાહ અને પ્રેમ થોડાઘણા અંશે ઓસરી ગયા હોય એવું લાગે છે. પ્રેમના તબક્કામાં તમારે ગમતી વ્યક્તિને પોતાની કરવા માટે વિશેષ સમય આપવો પડે છે. લગ્ન પછી જ્યારે બન્ને સહજીવન શરૂ કરે એ પછીથી સંજોગો બદલાય છે, જવાબદારીઓ બદલાય છે. પહેલાં જેવું રોઝી-રોઝી જીવન આખી જિંદગી જીવવાનું સંભવ જ નથી. એવું થશે તોય તમે ઉબાઈ જશો. લગ્ન પછી સંબંધોની આ સ્ટેબિલિટી મેળવીને બન્ને પાર્ટનરોએ પોતપોતાની જિંદગીને પણ જીવવી જોઈએ.

ઘરની જવાબદારીઓ પૂરી કરવા પતિને જો વધુ સમય કામમાં આપવો પડતો હોય તો એ માટે કચકચ નહીં, સમજણ દાખવવી જોઈએ. મતભેદો થાય ત્યારે પિયર જતા રહેવાથી એનું સૉલ્યુશન નથી આવવાનું. ખુલ્લા મને ચર્ચા કરવી એ જ ઉકેલ હોઈ શકે. આપણે માનીએ છીએ કે મતભેદો થાય ત્યારે કોઈને કહીએ તો જ હળવા થવાય, પણ ઝઘડાની વાત ત્રીજાને કરીને તમે તમારા મનમાં ત્રીજી વ્યક્તિના વિચારોને કારણે પૂર્વગ્રહો બાંધવા લાગો છો. ઝઘડો થાય ત્યારે મંતવ્યો પર અસહમતી હોવા બાબતે સહમત થવું જરૂરી છે. એમ કરવાથી ધીમે-ધીમે વાત દલીલોમાંથી સંવાદ તરફ જશે. પિયર જતા રહીને ઇમોશનલ બ્લૅકમેઇલિંગ કરવા કરતાં સ્પષ્ટ, સમજણપૂર્વકની વાતચીત કરવી એ બહેતર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK