બધા ભાઈઓમાં હું સૌથી નબળો છું, ઘર અને દુકાન પિતાની આપેલી છે અને મેં આપબળે કશું કર્યું નથી

મારી મનોવ્યથા એ છે કે હું ખૂબ ઇનસિક્યૉરિટી અનુભવું છું. બાળપણથી મારો ઉછેર એક નબળા મનોબળવાળા છોકરા તરીકે જ થયો છે

boy



સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : અમે ચાર ભાઈઓ છીએ. એક વર્ષ પહેલાં જ અમે સંયુક્ત કુટુંબમાંથી રાજીખુશીથી છૂટા થયા છીએ. બધા જ પરિવારો આજુબાજુની બિલ્ડિંગમાં જ રહીએ છીએ. મારા પેરન્ટ્સ મોટા ભાઈ સાથે રહે છે. હું મારા પપ્પાની દુકાને બેસું છું. મારી મનોવ્યથા એ છે કે હું ખૂબ ઇનસિક્યૉરિટી અનુભવું છું. બાળપણથી મારો ઉછેર એક નબળા મનોબળવાળા છોકરા તરીકે જ થયો છે. તમામ ભાઈઓમાં હું સૌથી નબળો છું. ભણતર, દેખાવ અને પર્સનાલિટીમાં પણ સાધારણ. આજ સુધીમાં મેં એવું કંઈ નથી કર્યું જેના માટે મને પોતાના પર ગર્વ થાય. મારું જીવન દુકાનથી ઘર અને ઘરથી દુકાન એટલું જ સીમિત રહ્યું છે. મારી પત્ની અને દીકરી સાથે મનોવ્યથા શૅર કરીને થોડીક હળવાશ અનુભવું છું, પણ પાછું વિચારોના ચગડોળે ચડું એટલે પાછું એનું એ જ થઈ જાય. મારી આવક ઘરખર્ચ ચાલી જાય એટલી સામાન્ય છે. પત્ની મેંદી અને કપડાં સીવીને થોડીક આવક ઊભી કરી મદદ કરે છે, પણ સહિયારી આવક એટલી નથી કે કોઈ પ્રૉપર્ટી ખરીદી શકાય.

બાળપણથી લઈને અત્યાર સુધીના મોટા ભાગના નર્ણિયો મારા પેરન્ટ્સે જ લીધા છે એટલે મારે ક્યારેય સંઘર્ષ કરવાનો આવ્યો જ નથી. હવે અમે અલગ થયા છીએ ત્યારે અમારું ભવિષ્યમાં શું થશે એની ચિંતા થાય છે. દુકાન અને ઘર બન્ને માબાપની દેણ છે, પણ એને જ કારણે મને ગૂંગળામણ અનુભવાય છે. મેં આપબળે કંઈ કર્યું જ નથી. ક્યારેક તો હું ખુશનસીબ છું કે કમનસીબ એ જ સમજાતું નથી. મને બધું જ આપમેળે મળી ગયું છે જ્યારે બીજા મિત્રો જાતમહેનતે સંઘર્ષ કરીને મારાથી ઘણા આગળ નીકળી ગયા. તેઓ આગળ વધી ગયા એનો અફસોસ નથી; પણ કાશ મારામાં મજબૂત મનોબળ, આત્મવિશ્વાસ હોત તો એનો અફસોસ છે.

જવાબ : માનવીના જીવનમાં દુખ પેદા કરતી સૌથી મોટી સમસ્યા હોય તો એ છે સરખામણી. બીજા લોકોએ આપબળે પોતાનું જીવન ઊભું કર્યું એ બહુ સારી વાત છે. તમે બીજાએ જે કર્યું એ વિચારીને તેમના માટે બહુ અભિભૂત થઈ જાઓ છો અને આવું તો તમે નહીં જ કરી શકો એવું ધારી લઈને તમે લઘુતાગ્રંથિ ફીલ કરવા લાગો છે. વ્યક્તિ જ્યારે આવી નકારાત્મક દિશામાં વિચારતી થઈ જાય એટલે તે પોતે શું કરી શકે એમ છે એ અને તેની અંદર પડેલી સંભાવનાઓ વિશે વિચારવાનું સાવ જ ચુકાઈ જાય.

બીજી વાત એ કે આજની દુનિયામાં સફળતાનો માપદંડ માત્ર પૈસા કમાવા પૂરતો સીમિત થઈ ગયો છે. જે વધુ પૈસા કમાય એ વધુ સફળ. હા, કોઈ આપબળે નોકરી-ધંધો ઊભો કરીને બેપાંદડે થાય તો એ સારી જ વાત છે, પણ તમે તમારા પરિવાર તરફથી મળેલા સપોર્ટને નિસરણી બનાવવાને બદલે તમારા પગ બનાવી દીધા છે. તમે દુકાન ચલાવી શકો છો અને પરિવાર સાથે શાંતિપૂર્વક જીવો છો એવું પણ કેટલાય લોકોને નસીબ નથી હોતું. આ દુનિયામાં કેટલાય લોકો એવા છે જેઓ ઝંખતા હોય છે કે પરિવાર તરફથી તેમને થોડીક મદદ મળી હોત તો તેમનું જીવન સુખમય હોત. 

જ્યાં સુધી તમે તમને જે મળ્યું છે એમાં ભગવાનની કૃપા જોતાં નહીં શીખો ત્યાં સુધી આ જ સ્થિતિ રહેશે. વ્યક્તિની આંતરિક શક્તિઓ ત્યારે જ ખીલે જ્યારે તે હકારાત્મક વલણ ધરાવતી હોય. જો તમે આ દિશામાં આગળ વધવા દૃઢપણે તૈયાર હો તો એક હોમવર્ક આપવું છે. મને તમારા વ્યક્તિત્વની દસ પૉઝિટિવ બાબતો લખી જણાવો. તમારા જવાબ પછી આપણે વધુ આગળ વાત કરીશું.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK