બૉયફ્રેન્ડ જુદા સમાજનો હોવાથી પરિવારજનો અમારાં લગ્ન માટે નથી માનતા એટલે ફ્રસ્ટ્રેટ થાઉં છું

મારી ઉંમર ૨૬ વર્ષ છે અને હું વૈષ્ણવ છું. મારો બૉયફ્રેન્ડ બ્રાહ્મણ છે.

woman

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષ છે અને હું વૈષ્ણવ છું. મારો બૉયફ્રેન્ડ બ્રાહ્મણ છે. જ્યારે મેં ઘરવાળા લોકોને કહ્યું કે હું કોઈકના પ્રેમમાં છું ત્યારે તેમણે મને કહેલું કે ઠીક છે, અમે કરાવી આપીશું. જોકે હવે એ લોકો મને બ્લૅકમેઇલ કરે છે. કહે છે કે સમાજ એ સમાજ કહેવાય. હું મારા બૉયફ્રેન્ડને નવ વર્ષથી ઓળખું છું અને છતાં માત્ર સમાજ જુદા હોવાથી પરિવારજનો માનતા નથી. આ બધાથી હું ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું. શું કરું? 

જવાબ : બહેન, તમે સવાલ પૂછ્યો એ પછી મેં તમને તમારા અને તમારા બૉયફ્રેન્ડ વિશે વધુ વિગતો પૂછી હતી અને પરિવારજનો કેમ ના પાડે છે એનાં બીજાં કોઈ કારણો હોય તો એ જણાવવા કહ્યું હતું. તમે બીજી કોઈ જ માહિતી નહોતી આપી અને માત્ર સમાજ જુદા હોવાથી પરિવારજનો નથી માનતા એવું કહ્યું હતું.

બની શકે કે કદાચ તમે વધુ માહિતી આપતાં ખચકાતાં હો. જો એમ હોય તો એટલું સમજો કે અધૂરી માહિતી સાથે ગાંઠો ઉકેલવાનું શક્ય નથી હોતું. બીજી સંભાવના મને એવી લાગે છે કે તમે મનમાં માત્ર એક જ વાતને ઘૂંટ્યા કરી છે જેને કારણે તમને લાગે છે કે પરિવારજનો માત્ર સમાજ જુદો હોવાથી લગ્ન માટે માનતા નથી. પરિવારજનો કેમ એવું કહે છે એ વિશે તમે કદી સમજવાની કોશિશ કરી છે ખરી? શું કોઈ પેરન્ટ્સ માત્ર પોતાના મનની મરજી માટે થઈને દીકરીને તેના મનના માણીગર સાથે નહીં પરણાવીએ એવું નક્કી કરે? તેઓ તમારા દુશ્મન તો નથી જને? હા, ક્યારેક અતિચુસ્ત સમાજમાં રહેતા લોકો સમાજ સિવાયનો વિચાર પણ નહીં કરવાનો એવું ચુસ્ત વલણ ધરાવતા હોય છે, પણ એમાં તેમનો સમાજથી વિખૂટા પડી જવાનો ભય કારણભૂત હોય છે.

જ્યાં સુધી તમે તમારા પેરન્ટ્સ તમને સમાજ બહાર લગ્ન કરવાની છૂટ નથી આપતા એનું મૂળ કારણ નહીં સમજો ત્યાં સુધી તમને ફ્રસ્ટ્રેશન આવશે જ. જ્યાં સુધી કારણ નહીં સમજાય ત્યાં સુધી તમે એનો ઉકેલ પણ નહીં શોધી શકો. તમારા પેરન્ટ્સ જ્યારે ના પાડે છે ત્યારે તેમના શબ્દોને ન પકડો. એ શબ્દો પાછળનો તેમનો ભાવાર્થ શું છે એ સમજવાની કોશિશ કરો. એ ભાવાર્થ નહીં સમજાય ત્યાં સુધી તેમને કન્વિન્સ કરવાનું સંભવ નહીં બને. જ્યાં સુધી રોગનું કારણ ખબર ન પડે ત્યાં સુધી એની દવા કેવી રીતે થાય?

બીજું, બૉયફ્રેન્ડ સાથેના સંબંધો કેટલાં વર્ષ જૂના છે એ મહત્વનું નથી; પરંતુ એ સંબંધમાં પરસ્પર પ્રત્યેની સમજણ, હૂંફ, સહજીવન થકી એકમેકના વિકાસ માટે પડખે ઊભા રહેવાની તૈયારી કેટલી છે એ પણ મહત્વનું છે.

આ પહેલાં પણ હું અનેક વાર કહી ચૂકી છું કે લગ્ન માટે પાત્રો એક સમાજનાં છે કે જુદા સમાજનાં છે એને મોટો ઇશ્યુ ન બનાવવો જોઈએ, પરંતુ તેમની વચ્ચે સમજ અને વિશ્વાસનું સ્તર કેવું છે એ જ તેમના સુખી સહજીવનની ચાવી બની શકે છે. તમારા સંબંધોમાં કેટલું ઊંડાણ છે?

શું તમારો બૉયફ્રેન્ડ એકેય વાર તમારા પેરન્ટ્સને મળ્યો? તમે તેના પેરન્ટ્સને મળ્યાં  છો? શું તમે પુખ્ત, જવાબદાર વ્યક્તિઓ બનીને તમારી વાત પેરન્ટ્સ સમક્ષ રજૂ કરી? લગ્નની જીદ કરવાને બદલે તમારા સંબંધોને વધુ ગહેરા બનાવો. પેરન્ટ્સ તરફથી આવતી અડચણોમાં તમારા સંબંધો તવાઈને પાકા થતા હોય તો તમે સાચાં છો અને જો અડચણોથી સંબંધોમાં તાણ વધે તો તમારે ફેરવિચારણા કરવી જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK