દીકરો પોતાની પત્ની અને સંતાનને છોડીને કોઈ બીજી સ્ત્રીના લફરામાં પડ્યો છે

હું એક વિધવા છું. છેલ્લાં બે વર્ષથી મારા દીકરાના જીવનમાં બીજી સ્ત્રી આવી છે. આ નવી છોકરીના આવવાથી ઘરનું વાતાવરણ ખૂબ જ બગડી ગયું છે.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું એક વિધવા છું. મારો દીકરો ખૂબ ભણેલો છે અને સારી કંપનીમાં ઑફિસરની પોસ્ટ પર છે. તે એક બાળકનો પિતા પણ છે. તેની પત્ની પણ ભણેલી અને ખૂબ જ સમજદાર છે. છેલ્લાં બે વર્ષથી મારા દીકરાના જીવનમાં બીજી સ્ત્રી આવી છે. તે ડિવૉર્સી છે. અમારી ખૂબ જ સારી ફૅમિલી છે અને સમાજમાં ઘણી ઇજ્જત છે. જોકે આ નવી છોકરીના આવવાથી ઘરનું વાતાવરણ ખૂબ જ બગડી ગયું છે. મારો દીકરો પેલી છોકરી પાછળ એટલો પાગલ છે કે પત્ની અને બાળકને છોડવા તૈયાર થઈ ગયો છે. બેન, હું ખૂબ જ દુખમાંથી પસાર થઈ રહી છું. બહુ જ સંઘર્ષ કરીને અહીં સુધી આવી છું. બધું સારું હતું અને અચાનક આ થવાથી મારી અને મારી વહુની માનસિક હાલત ખરાબ થઈ ગઈ છે. પેલી છોકરી વિશે બહુ જ ખરાબ વાતો સાંભળી છે. પતિએ છોડી દીધી છે અને તેનાં માબાપે પણ છોડી દીધી છે. જોકે મારો દીકરો આ છોકરી પાછળ આંધળો થઈ ગયો છે. મારી મદદ કરો. પેલી છોકરી મારા દીકરાના જીવનમાંથી દૂર થઈ જાય એવો કોઈક માર્ગ બતાવો. મારી વહુ અને બાળકનું દુખ મારાથી જોવાતું નથી. આ ઉંમરે આ બધું સહન થતું નથી. મને વેળાસર જવાબ આપશો.

જવાબ : પોતાનો પેટનો જણ્યો દીકરો જ્યારે આડા રવાડે ચડે ત્યારે તમને કેટલું દુખ થતું હશે એ હું સમજી શકું છું, પરંતુ તમારા પત્રમાંથી હું તમને કે તમારા દીકરાને સમજી શકું એવી બીજી કોઈ જ માહિતી નથી મળતી. તમારો દીકરો પેલી છોકરી પાછળ પાગલ છે અને પોતાનું ઘર અને પરિવાર છોડી દેવા સુધી તૈયાર થઈ ગયો છે. આવું કેમ અને કેવી રીતે થયું? શું તેણે પોતાની મરજીથી લગ્ન નહોતાં કર્યાં? શું દીકરા-વહુ વચ્ચે કોઈ મનદુખનું કારણ છે? કેમ અચાનક જ તમારો દીકરો એમ ત્રીજી કોઈ છોકરી પાછળ પાગલ થઈ ગયો?

તમારી વાતને આંખ બંધ કરીને સાચી માની લઉં તો તમારા દીકરાએ પોતાની પત્ની-સંતાનો અને મા સાથે અન્યાય કર્યો છે અને તે માત્ર પોતાના સુખની ચિંતા કરે છે એવું લાગી રહ્યું છે. તેને તમારી કે પોતાની પત્ની અને સંતાનની કંઈ પડી નથી એવો તમારો સૂર છે.

પણ હકીકત શું છે? તમારા દીકરાના વર્તન પાછળના કારણથી હું અજાણ છું. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે સ્ત્રીઓ નાની વાતનું વતેસર કરીને એને મોટો ઇશ્યુ બનાવી દે છે એને કારણે પુરુષ બીજા પ્રત્યે આકર્ષાય છે. તો ઘણી વાર એવું પણ બની શકે કે તમારો દીકરો ખરેખર ઉછાંછળો થઈને માત્ર સ્વસુખમાં જ માનતો હોવાથી ખરેખર પરિવારને તરછોડી દેવા માગતો હોય.

આખા ઇશ્યુને ઉકેલવા માટે તમારે કોઈ તટસ્થ મધ્યસ્થીની જરૂર છે જે બન્ને પક્ષની વાત સાંભળીને તટસ્થ રીતે મૂલવી શકે. આ મધ્યસ્થી એવો હોવો જોઈએ જેના માટે બન્ને પક્ષને સન્માન અને વિશ્વાસ હોય.

બને કે તમારા દીકરાની જ ભૂલ વધુ હોય, પરંતુ તેને રોજ કોસ્યા કરવાથી વાત વધુ વણસશે. તારા કારણે અમે દુખી થઈએ છીએ એવું જતાવ્યા કરવાથી તે તમારા તરફ ઢળવાને બદલે વધુ દૂર જશે. એટલે જ્યાં સુધી કોઈ ત્રીજી વ્યક્તિ સાથે બેસીને તમે ચર્ચા નથી કરતા ત્યાં સુધી તમારે અને તમારી દીકરાવહુએ એ સમજવાની જરૂર છે કે દીકરાને કેમ તમારી સાથે નથી ગમતું? 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy