વર્કિંગ મૉમ છું અને મારી દસ વર્ષની દીકરીને પૂરતો સમય ન આપી શકવાનું ગિલ્ટ ખૂબ રહે છે

દીકરીને વધુ સમય આપવો કે કરીઅર ચાલુ રાખવી? બેમાંથી કોની પસંદગી કરવી એ સમજાતું નથી.

mom




સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : આજકાલની સ્ત્રીઓ કામ કરે છે અને પુરુષો સાથે ખભેખભા મિલાવીને રહે છે, પરંતુ જ્યારે માતૃત્વની વાત આવે ત્યારે ઢીલી પડી જાય છે. મારી સમસ્યા પણ કંઈક એવી જ છે. હું વર્કિંગ મૉમ છું. મારી દીકરી નવ વર્ષની છે. સવારે અમે નીકળીએ એટલે તેને અમે ટ્યુશનમાં મૂકી આવીએ. ત્યાંથી મારાં મમ્મી તેને લઈ આવે અને તૈયાર કરીને સ્કૂલ મોકલે. સાંજે સ્કૂલબસમાં દીકરી મમ્મીના જ ઘરે આવે. હું કે હસબન્ડ બેમાંથી જે વહેલા ઘરે પહોંચીએ એ દીકરીને મમ્મીના ઘરેથી લઈ આવે. મારાં હસબન્ડને સવારે વહેલા નીકળવાનું હોય જ્યારે હું મોડી નીકળું તો ચાલે. એટલે સવારની જવાબદારી મેં સંભાળી લીધી છે અને સાંજે મમ્મીના ઘરેથી લાવવાની જવાબદારી તેમની છે. મોડી સાંજે અમે ત્રણેય ઘરે ભેગા થઈએ ત્યારે તેનું હોમવર્ક બાકી હોય, કંઈક પ્રોજેક્ટ આપ્યો હોય તો એ કામ હોય અને મારે રસોઈ બાકી હોય એટલે બધું જ કામ ભેગું થાય. દીકરી ચાર વર્ષની થઈ ત્યાં સુધી મેં જૉબમાં બ્રેક લીધો હતો. જેવું એ નર્સરીમાં જવા લાગી એટલે મેં જૉબ શરૂ કરેલી. જોકે હવે મને લાગે છે કે દીકરીને અમારા વધુ સમયની જરૂર છે. અમે બન્ને વર્કિંગ હોવાને કારણે બીજા પેરન્ટ્સ જેટલો સમય તેને નથી આપી શકાતો. આ બાબતે મને બહુ જ ગિલ્ટ રહે છે. અમે ક્યારેક ડિસ્કસ પણ કરીએ છીએ કે મારે અત્યારે જૉબ કરવી જોઈએ કે દીકરીને સમય આપવો જોઈએ? જો આ તબક્કે હું ફરીથી બ્રેક લઉં તો મારી કરીઅર ફરીથી ઊભી કરવાની તમામ તકો જતી રહે. દીકરીને વધુ સમય આપવો કે કરીઅર ચાલુ રાખવી? બેમાંથી કોની પસંદગી કરવી એ સમજાતું નથી.

જવાબ :
તમારી મૂંઝવણ બહુ જ વાજબી છે. કદાચ દરેક સેન્સિટિવ વર્કિંગ કપલની આ કશ્મકશ હશે. અલબત્ત, આપણે દીકરી કાં કરીઅર બેમાંથી એકની જ પસંદગી થઈ શકશે એવું ધારવાનું છોડી દઈએ તો કશ્મકશ હળવી જરૂર થઈ જાય. 

જરાક સમજીએ. દીકરીને તમારા સમયની જરૂર છે. તમે કેટલા કલાક દીકરી સાથે ગાળો છો એના કરતાં વધુ મહkવનું છે તમે જેટલો સમય ગાળો છો એ વખતે શું કરો છો. જ્યારે તમે સાથે નથી હોતા ત્યારે પણ તમારું તેની સાથે કેવું કમ્યુનિકેશન છે એ પણ એટલો જ મહkવનો ભાગ ભજવે છે. તમે જેટલો પણ સમય સાથે હો ત્યારે તેની સાથે ખૂબ બધી વાતો કરો એ મહkવનું છે. બાળક સાથે બૉન્ડિંગ બંધાય એ માટે તેને ડિસિપ્લિન શીખવવા કરતાં વધુ મહત્વનું છે તેની સાથે વાતો કરવાનું. એક પેરન્ટ તરીકે નહીં, તેની ફ્રેન્ડ બનીને બધા જ પ્રકારની વાતો કરો. રોજ સ્કૂલમાં શું થયું, કોણે શું કહ્યું, તેને આજે શું કરવાની મજા આવી જેવી રોજિંદી ઘટનાઓની વાતો સાંભળો. તમે પણ તમારા બાળપણના કિસ્સાઓ તેની સાથે શૅર કરો. જે બાળકો અને પેરન્ટ્સ વચ્ચે વાતો કરવાની મોકળાશ હોય છે તેમની વચ્ચે ઓછામાં ઓછી તકલીફો થાય છે.

તમે બન્ને વર્કિંગ છો ત્યારે ઘરનાં બીજાં કામો માટે તમે હેલ્પર રાખી શકો છો. રાતનો એક કલાક એવો જરૂર હોવો જોઈએ જેમાં દીકરી તેના પપ્પા-મમ્મી સાથે એક્સક્લુઝિવ સમય પામે. ટીવી-સિરિયલ, ન્યુઝ-ચૅનલ, હોમવર્ક, સ્માર્ટફોન, વિડિયોગેમ્સ, વૉટ્સઍપ જેવું કોઈ ડિસ્ટર્બન્સ એ સમયમાં ન થવું જોઈએ. માતાપિતા સાથેનો આ સમય એવો બનાવવો જોઈએ કે દીકરી રોજ એ સમયની રાહ જુએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK