ટીનેજના ઉન્માદમાં મેં કઝિન બહેન સાથે સંબંધ બાંધેલો, જેની ગિલ્ટ હું આજદિન સુધી ભૂલી શકતો નથી

હું જસ્ટ બારમા ધોરણમાં ભણતો હતો ત્યારે મારી જ એક દૂરની કઝિન સિસ્ટર સાથે મેં ફિઝિકલ રિલેશન્સ રાખેલા man




સેજલને સવાલ - સેજલ પટેલ


સવાલ : હું ૩૧ વર્ષનો છું અને ચાર મહિના પહેલાં જ મારી સગાઈ થઈ છે. કેટલીક ભૂલો એવી હોય છે જે કોઈને કહેવાય એવી નથી હોતી. કદી ન કરાય એવી ભૂલ મેં કરી છે. હું જસ્ટ બારમા ધોરણમાં ભણતો હતો ત્યારે મારી જ એક દૂરની કઝિન સિસ્ટર સાથે મેં ફિઝિકલ રિલેશન્સ રાખેલા. અમારી દોસ્તી બહુ નિર્દોષ હતી, પણ ખબર નહીં કેવી રીતે અમે એ ભૂલ કરી બેઠાં. ઉન્માદમાં અમે ખોટું કરી બેઠાં એ પછી અમને ખૂબ પસ્તાવો થયો એટલે છૂટા પડી જવાનું નક્કી કર્યું. ભણવા માટે અમારે જુદાં શહેરોમાં જવાનું થયું એટલે મળવાનું અને વાતચીત પણ ઘટી ગયાં. હવે તો કઝિન્સ તરીકે પણ બહુ ઓછું સોશ્યલાઇઝિંગ થાય છે. જોકે એક વાર ભૂલ કર્યા પછી હું એટલો ડરેલો હતો કે લગ્ન વિના મારે કોઈની નજીક આવવું નહોતું. મારી કઝિન સિસ્ટરનાં લગ્ન પણ થઈ ચૂક્યાં છે અને એક વર્ષથી હું જે છોકરીના પ્રેમમાં છું તેની સાથે જ મારાં લગ્ન પણ થવાનાં છે. જોકે જેમ-જેમ લગ્નનો સમય નજીક આવે છે એમ-એમ હું ખૂબ બેચેની અનુભવું છું. હું મારી ફિયાન્સેને કેવી રીતે કહીશ કે હું વર્જિન નથી. મેં પહેલી વાર કોની સાથે સંબંધ બાંધેલો એ કોઈનેય ખબર પડશે તો કેટલો મોટો ધડાકો થશે એ વિચાર પણ મને કમકમાં લાવી દે છે.

જવાબ : આમ જોવા જઈએ તો એકેય ભૂલ કરવા જેવી નથી હોતી. મને કહો જોઈએ કે કોઈ ભૂલ એવી હોય ખરી જે કરવા જેવી છે એવું કોઈ કહે? અજાણતાં ભૂલ થઈ જાય ત્યારે એ આપણી આંખો ખોલે છે. અજાણતાંમાં થયેલી ભૂલમાંથી શીખ મેળવીને આગળ વધી જાઓ તો દુનિયાની કોઈ એવી ભૂલ નથી જે યાદ રાખવી પડે.

 હા, ભૂલ થઈ જવી અને ભૂલ કરવી એ બેમાં બહુ મોટો ફરક છે. ટીનેજના ઉન્માદમાં તમારાથી જે થઈ ગયું એ ભૂતકાળ છે. એ વાતને અત્યારે બાર-તેર વર્ષ વીતી ચૂક્યાં છે. બહુ જ સારું છે કે તમે ભૂલ પછી સ્પષ્ટ નર્ણિય લઈને એને રિપીટ ન કરી. જોકે હવે તમે એ યાદ રાખીને ભૂલ કરી રહ્યા છો.

તમે બ્રહ્મચારી ગુરુ-શિષ્યની વાર્તા સાંભળેલી? એક ગુરુ-શિષ્ય જંગલમાં ચાલી રહ્યા છે. વચ્ચે નદી આવે છે. નદીના કાંઠે એક મહિલા રોતી બેઠેલી છે. ધસમસતી નદી એકલી પાર કરી શકે એમ ન હોવાથી ગુરુ પેલી યુવતીને પોતાના ખભે બેસાડી દે છે. બીજો સાધુ કહે છે કે હાય-હાય, બ્રહ્મચારી થઈને તમે સ્ત્રીને સ્પર્શ કેવી રીતે કરી શકો? ગુરુ કંઈ બોલ્યા વિના પેલી મહિલાને નદી પાર કરાવે છે અને કાંઠે આવીને તેને ઉતારી દે છે. બન્ને બ્રહ્મચારી ત્યાંથી આગળ ચાલવા લાગે છે. ખાસ્સા કલાકો ચાલ્યા પછી શિષ્યથી રહેવાતું નથી એટલે ગુરુને પૂછે છે કે તમે બ્રહ્મચારી હોવા છતાં પેલી મહિલાને સ્પર્શ કર્યો તો પાપ ન લાગે? ત્યારે ગુરુ તેને જવાબ આપે છે કે હું તો તે મહિલાને નદીના કાંઠે જ મૂકી આવ્યો છું, તું તારા મનમાં મહિલાને અહીં સુધી સાથે લઈ આવ્યો એનું શું?

અજાણતાં થઈ ગયેલી ભૂલને તમે દસ-બાર વર્ષથી તમારા મનમાં લઈને ફરો છો એ ઠીક નથી. તમારો ભય પણ પ્રૅક્ટિકલ નથી. ૩૦ વર્ષની ઉંમરે તમારે વર્જિન હોવા કે ન હોવાનો દાવો કરવાની પણ શું જરૂર છે? જૂની ભૂલ કદી રિપીટ નહીં કરો એની ગાંઠ બાંધીને ભૂલને દરિયામાં ફેંકો અને નવી જિંદગી શરૂ કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK