પાંચ પેઢીથી ચાલતી પરંપરા ફૉલો કરવા માટે મારો મોટો દીકરો તૈયાર નથી, શું કરવું?

હું બહુ જ મોટા ધર્મસંકટમાં મુકાઈ છું. ઉંમર છે ૪૮ વર્ષ અને ત્રણ સંતાનો છે.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
હું બહુ જ મોટા ધર્મસંકટમાં મુકાઈ છું. ઉંમર છે ૪૮ વર્ષ અને ત્રણ સંતાનો છે. પતિનો ધંધો ખૂબ સારો છે. મૂળે ઉત્તર ગુજરાતના વતની છીએ અને અમારા પરિવારમાં લગભગ પાંચ પેઢીથી એવી પરંપરા છે કે આ ઘરનો મોટો દીકરો પુખ્ત થઈને સાધુજીવન ગ્રહણ કરે. પૂર્વજોએ કોઈ માનતા રાખેલી જે પૂરી થતાં તેમણે હવે પછીની પેઢીના દરેક દંપતીના મોટા પુત્રને ધર્મના ચરણે ધરી દેવાનું નક્કી કરેલું. મારા દિયરના મોટા દીકરાએ થોડાક મહિના પહેલાં જ સંસારત્યાગ કર્યો છે, પણ મારો મોટો દીકરો આ માટે તૈયાર નથી. આમ તો ૧૮ વર્ષે તેણે સંન્યાસ લેવાનો હતો, પણ કોઈક ને કોઈક કારણોસર વાત પાછળ ઠેલાતી ગઈ. હવે તો મારો દીકરો સ્પષ્ટ કહે છે કે તમારી પરંપરા તમારી પાસે રહેવા દો, મારે સંન્યાસ નથી લેતો. એક મા થઈને વિચારું તો હું પણ નથી ઇચ્છતી કે દીકરો તેની ઇચ્છા વિરુદ્ધ કંઈ પણ કરે, પરંતુ અમારા અન્ય કુટુંબીજનો તરફથી કટકટ એટલી થાય છે કે મગજ કાણું થઈ ગયું છે. બધા કહે છે કે જો તારો દીકરો પૂર્વજોનું વચન નહીં પાળે તો અત્યાર સુધીમાં જેટલા લોકોએ સંન્યાસ લીધો એ એળે જશે અને આપણા પરિવાર પર બહુ મોટી મુસીબતો આવશે. તેના પપ્પા આ બાબતમાં થોડાક જડ જેવા છે. તેમને લાગે છે કે મેં ઇમોશનલ થઈને દીકરાને ચડાવ્યો છે. મારા દીકરાને હું ખૂલીને સાથ નથી આપી શકતી, પણ મારું મન ઝંખે છે કે પરંપરાના નામે મારા દીકરાનો બલિ ન ચડાવાય તો સારું. એ માટે મારે શું કરવું?

જવાબ : તમારી વાત સાંભળીને હું કેટલા આઘાતમાં છું એ વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. આવી પણ પરંપરા હોય? જે બાળક જન્મે એ પહેલાં જ તેનું ભવિષ્ય નક્કી કરી લેવાનું? એ પણ તેનાં પોતાનાં માબાપ નહીં, પેઢીઓ પહેલાંના પૂર્વજો નક્કી કરીને જાય? પોતે માની કૂખે કેટલામા નંબરે જન્મ્યો છે એના આધારે તેને ધર્મને શરણે મોકલવો કે સાંસારિક જીવન જીવવા દેવું એવો નિર્ણય કરવાનો?

દરેક માતા-પિતાએ એક વાત સમજવી જરૂરી છે કે દીકરા કે દીકરીને જન્મ આપવા માટે તમે માત્ર નિમિત્ત હો છો, તેમની નિયતિ નક્કી કરી લેવાની સત્તા હાથમાં લેવાનો તમને કોઈ હક નથી.

ધર્મના શરણે જવાનો જરાય વિરોધ નથી, પરંતુ એ સ્વેચ્છાએ લીધેલું શરણું હોવું જોઈએ એટલી સમજ અને સંવેદનશીલતા મનુષ્યમાં નથી? તમારી અસમંજસ સાથે હું સો ટકા સહમત છું. જો દીકરાની ઇચ્છા ન હોય તો તેને કોઈ કાળે સાધુ બનવા દબાણ ન કરવું જોઈએ. રાધર, થોડીક હિંમત એકઠી કરીને તમારે જાહેરમાં તમારા દીકરાના નિર્ણયને સપોર્ટ કરવો જોઈએ. વધુમાં વધુ શું થશે? કુટુંબીજનો સંબંધ તોડી નાખશે? તમને કુટુંબની બહાર કરી દેશે? ટોણા મારશે? મારવા દો, પણ પૂર્વજોની પરંપરાના નામે દીકરાનો બલિ તો નહીં જ ચડવા દો એવું નક્કી કરો.

કુટુંબીજનો તમને પૂર્વજોની માનતા તૂટવાથી થનારા અપશુકનનો ભય બતાવે છે એ અંધશ્રદ્ધાથી વિશેષ કશું જ નથી. તમારી મનોકામના પૂર્ણ થાય એ માટે તમે જાતે કંઈક કરવાની માનતા રાખો ત્યાં સુધીની વાત સહ્ય છે, પણ જો તમારી મનોકામના પૂર્ણ થાય એ માટે તમારી આવનારી પેઢીઓ સુધી માનતા પૂરી કરવાનું કહેવું એ જરાય લૉજિકલ નથી. એમ છતાં જો કોઈ વ્યક્તિ તમારી પાસે બહુ જ કચકચ કરતી હોય તો તેને કહેવું કે મેં મારી ફલાણી મનોકામના પૂર્ણ કરવા માટે તમે સંન્યાસ લેશો એવી માનતા માની છે તો શું તમે એ પૂરી કરવા તૈયાર છો?

Comments (1)Add Comment
...
written by Buddy, June 26, 2018
I was shocked to read also, Sejal. Good advise
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK