કેટલીક પત્નીઓ તો પતિની દરેક વાતમાં હા ભણે, પણ અમારી વચ્ચે તો અવારનવાર ઝઘડા થયા કરે છે

મને એવી કોઈ સમસ્યા નથી, પરંતુ ક્યારેક હું બીજાં યુગલો સાથે મારા સંબંધને સરખાવું છું તો લાગે છે કે હમણાં-હમણાંથી અમારી વચ્ચે ઝઘડાનું પ્રમાણ વધી ગયું છે.

man1

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મને એવી કોઈ સમસ્યા નથી, પરંતુ ક્યારેક હું બીજાં યુગલો સાથે મારા સંબંધને સરખાવું છું તો લાગે છે કે હમણાં-હમણાંથી અમારી વચ્ચે ઝઘડાનું પ્રમાણ વધી ગયું છે. મારી બહેનપણીનાં લગ્ન પણ લગભગ મારી સાથે જ થયેલાં. તેનું સાસરિયું જરાક હાઈ-ફાઈ છે. મારાં પ્રેમલગ્ન છે અને અમે બન્ને વર્કિંગ છીએ. અમારે જ મહેનત કરીને અમારી દુનિયા વસાવવાની છે એટલે થોડીક સ્ટ્રગલ પણ ખરી. તેને હું જોઉં ત્યારે મને લાગે કે તે લગ્ન પછી બહુ બદલાઈ ગઈ છે. તેનો પતિ દિવસને રાત કહે તો રાત માનીને સૂઈ જવાનું. મારી નાની બહેનની જિંદગીમાં હું જોઈ શકું છું કે તે પતિની જોહુકમી તળે દબાઈ રહી છે, પણ કંઈ જ બોલતી નથી. ઊલટાનું તેમને આ નહીં ગમે એમ પહેલેથી જ વિચારીને પોતાની મનગમતી ચીજોને છોડી દે છે. બીજી તરફ મને દરેક વાતે સવાલ કરવા જોઈએ. મારા હસબન્ડ સાથે ચર્ચાવિવાદ થાય ત્યારે અમે બન્ને લૉજિકલ ચર્ચાઓ જ કરીએ છીએ, પરંતુ ક્યારેક વાત વણસી જાય અને એક-બે દિવસના અબોલા પણ થઈ જાય. મારાં મમ્મી હજીયે ઘણી વાર મને ટોકે છે કે વર સાથે આવી રીતે દલીલો ન કરાય. મને સમજાતું નથી કે કેમ ન કરાય? શું પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય એ ઠીક ન કહેવાય? શું પત્નીએ પતિની દરેક વાત માની લેવી જરૂરી છે? પરિવારમાં પતિ-પત્નીને સરખો દરજ્જો હોય તો તેમની વચ્ચે ચર્ચા-સંવાદ થાય એમાં ખોટું શું છે?

જવાબ : તમે બીજાં યુગલોને ઑબ્ઝર્વ કરો છો એ સારી વાત છે; પરંતુ કોઈ પણ કપલનાં બે પાત્રો, તેમનો સ્વભાવ, તેમના જીવનમાં આવતી પરિસ્થિતિઓ, બન્નેનું બૅકગ્રાઉન્ડ અને બીજું ઘણુંબધું ભિન્ન-ભિન્ન હોય છે જે દરેક લગ્નજીવનને યુનિક બનાવે છે. એટલે જ બીજાં યુગલો સાથે તમારાં લગ્નની સરખામણી કરવી ઠીક નથી.

પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય એમાં કશું જ ખોટું નથી. ઝઘડા ન થાય ત્યારે જરૂર કંઈક ગરબડ છે એવું સમજી લેવું. જોકે ઝઘડો શબ્દ થોડીક નકારાત્મક છાંટ ધરાવે છે. ઝઘડો એટલે બોલાબોલી કરી લેવી. મને આ માટે સંવાદ શબ્દ વધુ ફિટ લાગે છે.

કોઈ પણ સંબંધ હોય, સંવાદ વિના એનો પાયો મજબૂત થાય જ નહીં. તમે કહો એને હું ચૂપચાપ સ્વીકારી લઉં અને હું કહું એને તમે ચૂપચાપ સ્વીકારી લો તો એ સંવાદ નથી. જ્યારે સંબંધમાં બેમાંથી કોઈ એક વ્યક્તિનું આધિપત્ય વધુ હોય ત્યારે આવું થાય. સંવાદ સંબંધનો શ્વાસ છે. સંવાદ બંધ એટલે સંબંધમાં દમ ઘૂંટાવાનું શરૂ થઈ જાય. હા, એટલી કાળજી રાખવી જરૂરી છે કે તમારી ચર્ચા સંવાદમાં પરિણમે, વિવાદમાં નહીં. સંવાદ જ સંબંધને તાજગી આપે, બાકી વિવાદ મફતના પેટ્રોલનું કામ કરે.

બીજું, સંવાદની મજા એ છે કે એ માત્ર બોલ-બોલ કરવાથી ન થઈ શકે. એમાં તમારે બીજાની વાત પણ સાંભળવી પડે છે. પતિ-પત્ની વચ્ચે એકબીજાની પસંદ વિશે છૂટથી વાતચીત થઈ શકતી હોય એ જરૂરી છે. ‘હું તો મને જે મનમાં આવે એ કહી નાખું’ એ કંઈ સંવાદ નથી. તમારું કહેલું ત્યારે જ સામેવાળી વ્યક્તિ સુધી પહોંચે જ્યારે તમે તેની વાત સમજીને કંઈક કહ્યું હોય. તમારા પોતાના શબ્દો, એ બોલવાનો ટોન, એમાં વ્યક્ત થતી તમારી લાગણીઓ એ બધું જ કમ્યુનિકેટ થતું હોય ત્યારે જ સંવાદ થઈ શકે. જ્યારે તમે અસહમત છો એ બાબતે પણ સહમત થઈ શકો એનું જ નામ સંવાદ. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK