ગર્લફ્રેન્ડ મારા બિઝનેસમાં જોડાઈ છે, જોકે હવે અમારી વચ્ચે પ્રેમની વાતો ઓછી અને ઝઘડા વધુ થાય છે

મારી ગર્લફ્રેન્ડ પણ મને સપોર્ટ કરવા માટે મારી સાથે જોડાઈ છે. હવે પ્રૉબ્લેમ એ છે કે અમારી વચ્ચે ખાલી બિઝનેસની જ વાતો થાય છે. બીજાં કપલ્સની જેમ પ્રેમની વાતો થતી નથી

man2



સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું બાવીસ વર્ષનો છું. મુંબઈમાં ફૅમિલીથી દૂર સ્વતંત્ર રહું છું. મેં આપબળે એક બિઝનેસ શરૂ કર્યો છે. એ સારો ચાલવા લાગતાં મારી ગર્લફ્રેન્ડ પણ મને સપોર્ટ કરવા માટે મારી સાથે જોડાઈ છે. હવે પ્રૉબ્લેમ એ છે કે અમારી વચ્ચે ખાલી બિઝનેસની જ વાતો થાય છે. બીજાં કપલ્સની જેમ પ્રેમની વાતો થતી નથી. બિઝનેસની ભૂલમાં ઝઘડા થાય તો એની અસર પણ રિલેશનશિપ પર પડે છે. હું એવું જાણવા માગું છું કે ગર્લફ્રેન્ડ સાથે બિઝનેસ કરવો બરાબર છે? કે પછી બિઝનેસ અને પર્સનલ લાઇફ અલગ જ રાખવી જોઈએ?

જવાબ : ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે બિઝનેસ કરાય કે ન કરાય એનો કોઈ સ્પષ્ટ નિયમ ન બનાવી શકાય. પ્રેમ અને બિઝનેસ ભલે દેખીતી રીતે બહુ જુદી બાબત લાગતી હોય, પણ બન્નેમાં ઘણી સમાનતાઓ છે. પ્રેમમાં લાગણીઓનો ઘુઘવાટ છે અને બિઝનેસમાં પ્રૉફિટ-લૉસના આંકડાઓનું બરડપણું હોય છે. જોકે બન્નેમાં બહુ ઝડપથી અને અણધાર્યા ચડાવઉતાર આવતા હોય છે.

હું માનું છું કે જે બે વ્યક્તિઓ અંગત જીવનમાં એકબીજાને સમજીને પૂરક ભૂમિકા નિભાવી શકતી હોય તે બે લોકો બિઝનેસમાં પણ એકમેકને પૂરક થઈ શકે છે. સમસ્યા એ હોય છે કે ખરેખર બન્ને પાર્ટનર્સ પૂરક ભૂમિકા ભજવી શકે એમ છે કે નહીં એનો આપણને સાચો અંદાજ હોતો નથી. પ્રેમ અને લગ્ન માટેની પસંદગી દરમ્યાન આપણે મોટા ભાગે વિજાતીય આકર્ષણ, રૂપરંગ, જીવનશૈલી અને ગમાઅણગમાના સ્તર પર જ જોઈ શકતા હોઈએ છીએ. બીજી તરફ બિઝનેસના સંબંધો માટે આપણે તટસ્થ અને નો નૉનસેન્સ પ્રકારનો અભિગમ રાખવાનો હોય છે.

તમે બાવીસ વર્ષના છો એટલે તમારી ગર્લફ્રેન્ડ સાથેની રિલેશનશિપ પણ હજી પ્રમાણમાં નવી હશે. એનો મતલબ એ કે તમે હજી નથી પૂરેપૂરાં ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ બન્યાં અને એમાં તમે સંબંધો પર બિઝનેસનું વહન કરવાની જવાબદારી પણ લાદી દીધી. તમારો બિઝનેસ પણ હજી નવોનવો છે એટલે તમે પોતે પણ એમાં હજી સેટલ નથી થયા. પહેલી નજરે આ કૉમ્બિનેશન અસંતુલિત લાગે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં દરેક પરિમાણને સમજવા અને સ્વીકારવા માટે તેને પહેલાં પૂરતો સમય આપવો પડે છે જે તમે અત્યારે આપી શકો એમ નથી. એટલે જ સંબંધોમાં સમસ્યા વર્તાઈ રહી છે. આપણે બિઝનેસના સંબંધોને અંગત ત્યારે જ બનાવીએ છીએ જ્યારે એ લાંબા ગાળે પરખાયેલા અને મજબૂત બને છે. તો પછી અંગત સંબંધોને બિઝનેસના સંબંધો બનાવતા પહેલાં એને મજબૂત, ગહેરા અને અતૂટ કરવાનો સમય આપવો જ જોઈએને? જો એમ થાય તો જ અંગત સંબંધો અને બિઝનેસના સંબંધો બન્નેને ન્યાય મળે.

એમ છતાં જો તમે ઑલરેડી ગર્લફ્રેન્ડ સાથે બિઝનેસ-પાર્ટનરના સંબંધો શરૂ કરી ચૂક્યા હો તો અમુક બાબતોમાં બન્ને પક્ષે ખૂબ સ્પષ્ટતા હોય એ જરૂરી છે. તમારા કામના કલાકો સુનિશ્ચિત હોવા જોઈએ અને અલગ ઑફિસ હોવી પણ જરૂરી છે. ઑફિસની બહાર કામની વાતો કે ચિંતાઓનું પોટલું નહીં ખોલવાની શિસ્ત બન્ને પક્ષે હોવી જોઈએ. બન્નેની જવાબદારીઓ અને ભૂમિકા અલગ અને સ્પષ્ટ હોવી જોઈએ. બન્નેએ એકબીજાના કામમાં મદદ કરવાની કે એમાં કન્ટ્રોલ રાખવાની કોશિશ ન કરવી જોઈએ.

છેલ્લે, આ બિઝનેસ એટલે કે પૈસાની મૅટર છે એટલે આ બાબતે ભાગીદારીના કરારો લેખિત અને સ્પષ્ટ હોય એ પણ એટલું જ મહkવનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK