પતિએ તેના અફેરથી જન્મેલું બાળક દત્તક લેવડાવ્યું હતું અને હવે બીજાં લગ્ન કરવામાં મને મુશ્કેલી આવે છે

મારી ઉંમર ૪૩ વર્ષ છે. મારાં અરેન્જ્ડ મૅરેજ થયેલાં અને લગ્નજીવનમાં ક્યારેય મને ઐક્ય અનુભવાયું નહોતું.

woman

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર ૪૩ વર્ષ છે. મારાં અરેન્જ્ડ મૅરેજ થયેલાં અને લગ્નજીવનમાં ક્યારેય મને ઐક્ય અનુભવાયું નહોતું. લગ્ન પહેલાં મારું જેની સાથે અફેર હતું તેને કારણે મારે ગર્ભ પડાવવો પડેલો. આ વાત જાણીને મારા પતિ ખૂબ જ ચિડાયેલા રહેતા. અમારે સંતાન નહોતું થતું એટલે મારા પતિએ દત્તક બાળક લેવાની પહેલ કરી. જોકે અમે બાળક દત્તક લીધું એનાં ચાર વર્ષ પછી મને કુદરતી રીતે પ્રેગ્નન્સી રહી અને દીકરો આવ્યો. જોકે થોડાક સમય પહેલાં હસબન્ડનું એક અકસ્માતમાં મૃત્યુ થયું. તેમના ગયા પછી મને ખબર પડી કે જે દીકરો અમે દત્તક લીધેલો એ હકીકતમાં તેમનું જ લોહી છે અને તેમના કોઈ અફેરનું પરિણામ છે જેને છુપાવવા માટે તેમણે આ ટ્રિક અપનાવેલી. હવે જ્યારે વ્યક્તિ હયાત જ નથી ત્યારે તેની સાથે લડવું પણ કેમ? નસીબજોગે હાલમાં મારા જૂના પ્રેમીએ પણ ડિવૉર્સ લીધા છે. આ તરફ બન્ને દીકરાઓનું મોં જોઉં છું તો થાય છે કે મારે બીજાં લગ્ન કરી લેવાં જોઈએ. તેમને પણ પિતાનું છત્ર મળશે અને મને સાથી. મારા જૂના દોસ્તને પણ બે સંતાનો છે. મારો એક દીકરો બાર વર્ષનો અને બીજો આઠ વર્ષનો છે. બન્ને જણ બીજા પપ્પાને સ્વીકારવા તૈયાર નથી. મોટો દીકરો જે મારા પતિનું જ લોહી છે તેનો ખૂબ જ વિરોધ છે. તેને કેવી રીતે સમજાવવું કે તેના પપ્પા કંઈ દૂધે ધોયેલા નહોતા. ક્યારેક મને થઈ જાય છે કે તેને સચ્ચાઈ કહી દઉં, પણ પછી થાય છે કે શાંતિથી પતી જાય તો વધુ સારું. 

જવાબ : તમારા મનમાં પતિ માટે હજીયે ખૂબ કડવાશ હોય એવું લાગે છે, પણ એક વાત સમજો કે આ પૃથ્વી પર જે વ્યક્તિ હયાત નથી તેના પર આટલો ગુસ્સો કરવાથી કોનું નુકસાન થાય છે? તમે જ્યારે બાળક દત્તક લાવેલાં ત્યારે તમારી સહમતી હતી, બરાબર? તમે મનથી તેની મા બનવાની તૈયારી બતાવેલી, બરાબર? કલ્પના કરો કે જો એ પછી તમે સંતાનને જન્મ જ ન આપી શક્યાં હોત તો શું થાત? મોટો દીકરો એ પતિનું લોહી છે એ વાત છુપાવવા માટે તમારા પતિ દોષી હતા, આ બાળક નહીં. આ બાળકને તમે ઉછેરી રહ્યાં છો એમાં કદાચ તમારા પતિ પર તમે ઉપકાર કરતાં હશો, આ બાળક પર નહીં. બીજું, આ પૃથ્વી પર જન્મેલી કોઈ વ્યક્તિ દૂધે ધોયેલી નથી હોતી. જીવનમાં ભૂલો બધાથી થઈ જાય છે. તમે પણ એમાંથી બાકાત નથીને?

તમે અત્યારે જૂના દોસ્ત સાથે નવેસરથી જીવન માંડવાની વાત કરો છો એમાં ખોટું કશું નથી, પરંતુ તમે સંતાનો માટે થઈને લગ્ન કરવા માગો છો એ વાત સાચી નથી. જો એમ હોત ન તો તમે બાળકો પર આ જ વ્યક્તિને નવા પપ્પા તરીકે સ્વીકારવા માટે દબાણ ન કરતાં હોત.

મને લાગે છે કે તમારે પતિને દિલથી માફ કરવાની જરૂર છે. તેના માટે નહીં, તમારા પોતાના માટે. તમારે સુખી થવું હોય તો મનમાંથી ઘૃણા, ગુસ્સો, નફરત જેવી નકારાત્મકતાથી મુક્ત થવું જરૂરી છે. તો જ પૉઝિટિવિટી જીવનમાં પ્રવેશી શકશે. જે વ્યક્તિ હયાત નથી તેની ભૂલના ભોગ બીજાને બનાવવાથી તમને કશું જ હાંસલ નહીં થાય. તમારી મનોવસ્થા સ્વસ્થ હશે તો દીકરાઓને સારી રીતે નવા સંબંધનો સ્વસ્થતાપૂર્વક સ્વીકાર કરવામાં મદદ કરી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK