થોડા મહિના પહેલાં સજાતીય સંબંધોના લિવ-ઇનમાંથી છૂટો પડ્યો છું, હવે મને નૉર્મલ લગ્નજીવન જીવવાની ઇચ્છા છે

કોલેજમાં હતો ત્યારથી હું ગે સંબંધોમાં રસ ધરાવતો હતો. હવે મને પારિવારિક જીવન જીવવાની ઇચ્છા થાય છે

man



સેજલને સવાલ - સેજલ પટેલ


સવાલ : હું ૩૭ વર્ષનો છું. કૉલેજમાં હતો ત્યારથી હું ગે સંબંધોમાં રસ ધરાવતો હતો. બૅન્ગલોરમાં કામ કરતો હતો ત્યારે ઑફિસમાંથી જ મને પાર્ટનર મળી ગયો. મારા પરિવારે મને કુટુંબબહાર કરી દીધો. બૅન્ગલોરમાં બહુ ઓળખીતા લોકો હતા એટલે ત્યાંથી અમે બન્ને મુંબઈ શિફ્ટ થઈ ગયા. અમારા લિવ-ઇન રિલેશનને લગભગ સાતેક વર્ષ થયાં હશે, પણ હવે અમારી વચ્ચે બહુ તકલીફો થઈ રહી છે. અમે બન્ને સારું કમાઈએ છીએ એટલે પહેલાં થોડાંક વર્ષો અમે ખૂબ ફર્યા અને એન્જૉય કર્યું, પણ એ પછી અમારા બન્ને વચ્ચે મતભેદોની શરૂઆત થઈ ગઈ. છેલ્લાં લગભગ અઢી વર્ષથી અમારા સંબંધો વણસતા જ ચાલ્યા છે. અમારો ઝઘડો હવે હદ વટાવી રહ્યો હોવાથી અમે મારામારી અને ફાઇટિંગ પર આવી ચૂક્યા છીએ. અમે છૂટા પડવાનું નક્કી કરી લીધું પણ હવે તેની પઝેસિવનેસ એટલી વધારે છે કે હું બીજા કોઈ પુરુષ સાથે સંબંધ બાંધીશ એ તેને મંજૂર નથી. મેં ઘણું ઍડ્જસ્ટ કરવાનો પ્રયત્ન શરૂ કયોર્, પણ હવે વાત ટકે એમ નથી લાગતી. મેં આ સંબંધને બચાવવા માટે બે વાર ચાન્સ આપ્યો, પણ હવે હું એને હંમેશ માટે છોડી દેવા માગું છું. કાયદો કે સમાજ તો આમેય અમારા સંબંધને સ્વીકારતો નહોતો એટલે એમાંથી છૂટવામાં કોઈ આપત્તિ નથી, પરંતુ હવે મને પારિવારિક જીવન જીવવાની ઇચ્છા થાય છે. નૉર્મલ મૅરેજ- લાઇફ જીવવી હોય તો મારે શું કરવું? 


જવાબ : કોઈ પણ સંબંધમાં અતિનિકટતા આવે એટલે મતભેદો અને દલીલો થવાની જ. વિજાતીય વ્યક્તિઓ વચ્ચેના સંબંધો હોય કે સજાતીય, એમાં સમાધાનો પણ અનેક કરવાં પડે. જ્યારે પણ પઝેસિવનેસથી ગૂંગળામણ થાય કે મતભેદો મનભેદમાં પ્રવર્તે એ સંબંધો માટે લાલ બત્તી સમાન હોય છે. વિજાતીય સંબંધો હોય કે સજાતીય, જ્યારે તમે એક છત તળે સાથે રહેવા લાગો ત્યારે બે વાસણ ખખડે એ સ્વાભાવિક છે. વિજાતીય સંબંધોમાં અલગ પ્રકારનો ખખડાટ હોય અને સજાતીય સંબંધોમાં લિટરલી હાથાપાઈનો ખખડાટ હોય.
હવે વાત છે તમારી નૉર્મલ મૅરેજ-લાઇફ જીવવાની ઇચ્છાની. તમારા આ નિર્ણયમાં માત્ર તમારી જ નહીં, અન્ય એક સ્ત્રીની જિંદગી પણ સંકળાવાની છે એટલે આવો નિર્ણય કોઈ જ ઉતાવળમાં ન લેવાય. ધારો કે તમે વિજાતીય સંબંધને સન્માન ન આપી શક્યા તો તમારા માટે તો એ માત્ર એક્સપરિમેન્ટ બની રહેશે, પરંતુ એનાથી એક નિદોર્ષ સ્ત્રીની લાઇફ જોખમમાં મુકાશે. મારી સલાહ છે કે કોઈ સ્ત્રી સાથે લગ્ન કરતાં પહેલાં તમે આ જૂના સંબંધની અસરમાંથી માનસિક રીતે બહાર આવો. જ્યારે પણ કોઈ એક સંબંધના તનાવમાંથી વ્યક્તિ પસાર થાય ત્યારે તેણે તરત જ બીજા કોઈ સંબંધમાં આવી જવાની ઉતાવળ ન કરવી જોઈએ. થોડોક સમય એકલા ગાળો. તમારા મૂળભૂત જાતીય પ્રેફરન્સને બદલવો હોય તો એ ખાવાના ખેલ નથી. ધીમે-ધીમે સ્ત્રીઓ સાથેની દોસ્તી વધારવાનો પ્રયત્ન કરો. તમે ખરેખર વિજાતીય મૈત્રી માણી શકો છો કે નહીં એ ચકાસો. સ્ત્રીના મનને સમજવું અને તેને પ્રેમ કરવો એ તમારા ગે સંબંધના અનુભવ કરતાં ઘણું જ જુદું હશે. એકાદ-બે વર્ષનો સમય આ રીતે સ્વનિરીક્ષણમાં ગાળીને પછી કોઈ પણ પગલું ભરજો.
એટલું યાદ રાખજો કે તમારા ગે મિત્ર સાથેનો સંબંધ હોય કે કોઈ સ્ત્રી સાથેનો સંબંધ, એમાં પરસ્પરના ગમા-અણગમા અને જીવનશૈલીને અનુરૂપ બન્ને પક્ષે સમાધાનો કરવાં જ પડે છે. તમે ખરેખર વિજાતીય સંબંધ માટે ફિટ છો કે નહીં એની ખાતરી કરવા માટે કોઈ સારા સેક્સોલૉજિસ્ટ કે રિલેશનશિપ-કાઉન્સેલરને કન્સલ્ટ કરશો તો થોડીક સરળતા રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK