સમાજમાં સ્ત્રીઓ સાથે ઠેરઠેર થતા અન્યાયો સામે લડવું છે, પણ શરૂ કઈ રીતે કરવું એ સમજાતું નથી

કેમ આપણે ત્યાં છોકરીઓ પોતાના હકની વાત ઉઠાવે તો હંમેશાં ચૂપ કરી દેવામાં આવે છે?

girl



સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર ૨૩ વર્ષ છે. મારો સવાલ એ છે કે આપણા દેશમાં છોકરીઓ પોતાનું મંતવ્ય રજૂ કરવાની આઝાદી કેમ નથી પામી શકતી? હું પણ એ છોકરીઓમાંની છું જેને પોતાની સ્વતંત્રતાની તલાશ છે. કેમ આપણે ત્યાં છોકરીઓ પોતાના હકની વાત ઉઠાવે તો હંમેશાં ચૂપ કરી દેવામાં આવે છે? આપણા પુરુષપ્રધાન સમાજ, સમાજ-વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી છોકરીઓને કેમ ટ્રોલ કરવામાં આવે છે? સ્વતંત્ર દેશમાં હજીયે સ્ત્રીઓ સ્વતંત્ર નથી થઈ. મારા પેરન્ટ્સે મને અન્યાય નથી કયોર્, પણ તેમણે મને મારા ભાઈ જેટલી સ્વતંત્રતા પણ નથી આપી. મારે સમાજમાં છડેચોક થતા અન્યાયો સામે લડવું છે. મારા પોતાના અને મારા જેવી છોકરીઓના હક માટે લડવું છે, પણ શરૂઆત કેવી રીતે કરું એ ખબર નથી પડતી. ભારતમાં ફ્રીડમ ઑફ સ્પીચ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે, પણ આ અધિકાર સ્ત્રીઓને ક્યારે મળશે?

જવાબ : એક સમય હતો જ્યારે ખરેખર સ્ત્રીઓ પર દમન થતું હતું. જોકે ગુલામીનો એ સમય હવે પૂરો થઈ ગયો છે. અંતરિયાળ ગામડાંઓને બાદ કરીએ તો મુંબઈ જેવા શહેરમાં સ્ત્રીઓની સ્થિતિ હવે પહેલાં કરતાં ઘણી સારી છે. હવે સ્ત્રીને ગોંધી રાખવાની કોઈ હિંમત કરી શકે એમ નથી. સંસદભવનથી માંડીને કૉપોર્રેટ કંપીઓ અને તમારી આસપાસની સામાજિક સંસ્થાઓમાં નજર કરશો તો સક્રિય સ્ત્રીઓ નજરે પડશે. ઇન ફૅક્ટ, ભારતની સુરક્ષાવ્યવસ્થાનું નેતૃત્વ સ્ત્રીના હાથમાં છે. સ્ત્રીઓને સમાનતા બક્ષતા કાયદાઓ છે અને તેના હકોની રક્ષા થાય એ માટે કેટલાય સ્ત્રી-તરફી કાયદાઓ છે.

‘હું સ્ત્રી હોવાથી મને ફલાણું-ઢીકણું નથી મળતું અથવા તો ફલાણું-ઢીકણું મારી સાથે થાય છે’ એવું વિચારવાનું બંધ કરવાની જરૂર છે. વષોર્થી સ્ત્રીઓના પગે બેડીઓ બાંધેલી હતી, પણ હવે એ છૂટી ગઈ હોવા છતાં આપણને હજીયે બેડીઓ બાંધેલી લાગે છે એ મૂળ સમસ્યા છે. હવે બેડીઓ તોડવા છટપટાહટ કરવાની જરૂર નથી, હવે માત્ર મક્કમતાપૂર્વક સાચી દિશામાં ડગલાં માંડવાનું શરૂ કરી દેવાની જરૂર છે. હવે તમારા જેન્ડરને વધુ મહkવ આપવાની જરૂર નથી. તમે માત્ર તમારી પોતાની જાતને બિચારી-બાપડી માનવાનું બંધ કરો. ‘હું છોકરી છું’ એવો ભાર રાખવાને બદલે હું એક માણસ છું એવું વિચારતા થશો તો બળવો કરવા પર ફોકસ ઘટશે અને તમારી આંતરિક શક્તિઓને ઉજાગર કરવા તરફ ધ્યાન કેãન્દ્રત થશે.

આજે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ પ્લૅટફૉમ્ર્સ પર ફ્રીડમ ઑફ સ્પીચ માટે ક્યાં કોઈ ભેદભાવો છે? તમતમારે મનફાવે એ લખી જ શકો છોને? તમે સ્ત્રી હો તો આ પ્લૅટફૉમ્ર્સ તમારા વિચારોને ગાળી નથી નાખતાં. હા, તમે જે વિચારો વ્યક્ત કરી રહ્યાં છો એ વાજબી હોવા જોઈએ. જો એમ ન હોય તો તમે સ્ત્રી છો કે પુરુષ એનો કોઈ ભેદ રાખ્યા વિના તમને ટ્રોલ કરવામાં આવશે. ફ્રીડમ ઑફ સ્પીચનો હક ભોગવવો હોય તો એ હક સાથે જોડાતી જવાબદારીઓથી સભાન રહેવું જ પડે. એમાં પછી જો આપણે કહીએ કે હું સ્ત્રી છું માટે મને ટ્રોલ કરવામાં આવે છે તો એ અપરિપક્વતા છે. 

આજની સમસ્યા શું છે ખબર છે? જે સ્ત્રીઓને સ્વતંત્રતા નથી મળતી તેને ખબર જ નથી કે સ્વતંત્રતા એટલે શું અને જેને સ્વછંદતાની હદે સ્વતંત્રતા મળી છે તેવી સ્ત્રીઓ પોતાને સ્વતંત્રતા નથી મળતી એ બાબતે ઝંડો લઈને ફરે છે. આવામાં બેઉ વચ્ચેનું સંતુલન કેળવવાનું કામ બહુ જ અઘરું છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK