જેની સાથે અરેન્જ્ડ મૅરેજ થવાનાં છે તે જૂના પ્રેમસંબંધને કારણે ડિપ્રેશનમાં છે

હું પચીસ વર્ષનો છું. પરિવારમાં પહેલેથી જ એટલી પાબંદીઓ હતી કે લવઅફેર તો ઠીક ક્યારેય કોઈને દૂરથી ફ્લર્ટ કરવાની હિંમત પણ નથી થઈ.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું પચીસ વર્ષનો છું. પરિવારમાં પહેલેથી જ એટલી પાબંદીઓ હતી કે લવઅફેર તો ઠીક ક્યારેય કોઈને દૂરથી ફ્લર્ટ કરવાની હિંમત પણ નથી થઈ. સંયુક્ત કુટુંબમાં રહું છું અને સૌથી નાનો હોવાથી મારા નિર્ણયો કદી મારી જાતે લેવા મળ્યા નથી. હવે તો મમ્મીની પસંદની છોકરી સાથે નાળિયેર અને રૂપિયાની આપ-લે થઈ ગઈ છે. ડિસેમ્બરમાં લગ્નની તારીખ આવશે. ઇન ફૅક્ટ, મારી મમ્મીની ચૉઇસ મને પણ ગમી છે. તે દેખાવમાં સુંદર અને શરમાળ છે. તેના પરિવારજનો પણ ખૂબ સાલસ છે. કપડાંની પસંદગીમાં સ્ટાઇલિશ અને મૉડર્ન છે. એ છતાં તેની સાથે મારી ભાગ્યે જ વાતચીત થાય છે. વૉટ્સઍપ પર ચૅટિંગ દરમ્યાન તે ટૂંકાણમાં વાત પતાવવા ઇચ્છતી હોય છે. એક કૉમન પ્રસંગમાં અમે મળેલાં ત્યારે તેની આંખમાં મારા માટે કોઈ ફીલિંગ્સ જ ન હોય એવું લાગતું હતું. લિટરલી તે મને ઇગ્નૉર કરતી હતી. અમારા બન્નેના પરિવાર તરફથી અમને વાતચીત કરવાની ને ક્યારેક બહાર ફરવા જવાની પરવાનગી મળી છે, પણ તેને એ બધામાં રસ જ નથી. તેના ફ્રેન્ડ-સર્કલમાંથી મને ખબર પડી છે કે તેને બીજું કોઈક પસંદ છે. જોકે એ છોકરો પણ પરણી ચૂક્યો છે એટલે તે ડિપ્રેશનમાં છે. શું તેનું ડિપ્રેશન જતું રહેશે એવું ધારી લેવું કે પછી પહેલાં તે જૂના સંબંધમાંથી બહાર આવે એની રાહ જોવી અને પછી જીવનમાં આગળ વધવું?

જવાબ : તમારું ઑબ્ઝર્વેશન અને પેલા ફ્રેન્ડની ઇન્ફર્મેશન બન્નેનો તાળો મળતો હોવાથી આ વાત સાચી હશે એવું માની લેવાનું મન થાય. જોકે તમે એમ જ ધારણા બાંધી લો એ યોગ્ય ન કહેવાય. ખાસ કરીને જેની સાથે આખી જિંદગી વિતાવવાની છે એ સંબંધની શરૂઆત જ સાચીખોટી ધારણાઓથી કરવાની? ના, મને લાગે છે કે તમારે આઉટ ઑફ ધ વે જઈને પણ સચ્ચાઈ જાણવી જરૂરી છે. સૌથી પહેલાં તો તે ડિપ્રેશનમાં છે કે નહીં એ સમજવું જરૂરી છે.

ભલે તેની મરજી ન હોય છતાં એક વાર તમારી ફિયાન્સેને મળો. તે ડાયરેક્ટલી ન માને તો તેના પેરન્ટ્સ પાસેથી તેને મળવાની પરવાનગી માગો. તેને એકલીને શાંત અને ઓછા લોકોની અવરજવર હોય એવી જગ્યાએ મળો. જાંચતપાસ કરતા હો એ રીતે નહીં, પણ ઇન્ફૉર્મલ વાતોથી શરૂઆત કરો. જેમ કે શું તે તમારી સાથેના સંબંધથી રાજી છે? તમારામાં એવું તે શું જોયું કે તેણે લગ્ન માટે હા પાડી? જો તે જવાબ દેવાનું ટાળતી હોય એવું લાગે તો તમે સગપણ થયા પછી તેનું જે વર્તન તમે ઑબ્ઝર્વ કર્યું છે એ શૅર કરો. એ છતાં જો તે સાચું ન બોલતી હોય એવું લાગતું હોય તો તેને સ્પષ્ટપણે પૂછી લો કે શું તે કોઈ જૂના સંબંધની અસરમાંથી બહાર આવી નથી શકી? યાદ રહે, આ તમામ વાત તેની ઊલટતપાસ કરતા હો એ રીતે નહીં પણ તેની ફીલિંગ્સ સમજવા માટે થઈને પુછાય એ જરૂરી છે. ધારો કે તમને જે શંકા છે એ સાચી નીકળે તો તેને ધરપત આપો કે જ્યાં સુધી તે જૂના ફ્રેન્ડને ભૂલી ન શકે ત્યાં સુધી તમે માત્ર મિત્ર જ બનીને રહેશો. બન્નેના પરિવારજનોને પણ આ માટે તમારે કન્વિન્સ કરવા રહે.

બાકી એવું કશું ન હોય તો તમે આ કોર્ટશિપ દરમ્યાન કેવો સંબંધ ઇચ્છો છો એની વાત કરો. કોઈ વાતે તેનો ખચકાટ હોય તો વાતચીત દ્વારા એ દૂર થઈ જ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK