મરાઠી છું અને ઑફિસના સરે મારાં લગ્ન જૈનમાં કરાવી આપ્યાં છે, પણ છોકરાને મારામાં જરાય રસ જ નથી

મરાઠી છું. મારાં મમ્મી-પપ્પા નથી. મારા મામા-મામીને ત્યાં રહીને મોટી થઈ છું.

woman

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું મરાઠી છું. મારાં મમ્મી-પપ્પા નથી. મારા મામા-મામીને ત્યાં રહીને મોટી થઈ છું. ચાર બહેનો છીએ. ત્રણનાં મૅરેજ થઈ ગયાં છે. હું જે ઑફિસમાં કામ કરું છું ત્યાંના સર મને દીકરી માને છે. તેમણે મારાં લગ્ન જૈન છોકરા સાથે કરાવી આપ્યાં છે. તેની ઉંમર ૩૪ વર્ષ છે અને મારી ૨૬ વર્ષ. છોકરાના પરિવારજનો ચોવિયાર કરે છે. મને તેની સાથે લાઇફ કેવી રીતે કાઢવી એનું ટેન્શન આવે છે. મેં સરને પણ વાત કરી તો તેમણે અમારા બન્નેનો વચલો રસ્તો કાઢ્યો છે. એ લોકો સાંજે સાડાછ પહેલાં જમી લે અને હું ઑફિસથી આવું એ પછી એકલી મોડી જમી લઉં. મને તો એવા ન્યુઝ મળ્યા છે કે છોકરા પાસેથી સરે પૈસા લીધા છે અને એ પૈસાથી જ મારાં લગ્નમાં ખચોર્ કર્યો છે. છોકરાની બન્ને બહેનોએ દીક્ષા લીધી છે અને આખો પરિવાર બહુ ધર્મ કરે છે. અમારાં લગ્નને ચાર મહિના થયા. તે કદી મને ફરવા કે મૂવી જોવા નથી લઈ ગયો. બધું જ તે મમ્મીને પૂછીને કરે. છોકરાને મંદિર, મહારાજસાહેબ અને બિઝનેસ સિવાય બીજા કોઈ સાથે કંઈ લેવાદેવા નથી. તેમના ઘરમાં કાંદા-લસણ-આલૂ કંઈ પણ ખાવાનું નહીં. રૂમ-રસોડાના ઘરમાં અમે રસોડામાં સૂઈએ છીએ અને હજી સુધી તેણે મને પ્રેમ પણ નથી આપ્યો. મને ઘણુંય મન થાય, પણ તેને મન જ નથી થતું. ઘરમાં જ મંદિર હોવાથી મહિનાના પાંચ દિવસ ઘરમાં અડવાનું ન હોવાથી મને મામા-મામીને ત્યાં રહેવા મોકલી દે છે. મારે અહીંથી છુટકારો જોઈએ છે. શું કરું?

જવાબ : તમારો સવાલ વાંચીને મારા મનમાં અનેક સવાલોની ઝડી વરસી રહી છે.  તમે કહો છો કે તમારા સરે લગ્ન કરાવી આપ્યાં છે. શું એનો મતલબ એ કે તમારાં લગ્ન થયાં ત્યારે તમને પૂછવામાં નહોતું આવ્યું? શું તમને ખબર નહોતી કે તમારાં લગ્ન જૈન પરિવારમાં થઈ રહ્યાં છે? જૈન પરિવારની જીવનશૈલી કેવી હોય એ તમને ખબર નહોતી શું? જેની સાથે લગ્ન થવાનાં છે તેની સાથે તમે અને તમારી સાથે તે કેવી વેવલૅન્ગ્થ ધરાવે છે એ જોયા વિના આંધળૂકિયાં કરી નાખ્યાં? શું પેલા પરિવારને ખબર નહોતી કે તેઓ મરાઠી છોકરી પરણાવીને લાવી રહ્યા છે? આમ તો જૈનો પોતાના ધર્મ અને જ્ઞાતિ બાબતે સારીએવી ગુરુતાગ્રંથિ ધરાવતા હોય છે તો પછી આ પરિવાર કેમ મરાઠી છોકરી સાથે દીકરાનાં લગ્ન કરાવવા તૈયાર થયો?

મને આ સમાધાનકારી લગ્ન હોવાની બૂ આવે છે. માબાપ વિનાની છોકરીને બીજે ક્યાં ઠેકાણું મળશે એમ વિચારીને સરે ‘પુણ્ય’ કમાવા માટે તમારાં લગ્ન કરાવી આપ્યાં, પણ એ જોયું નહીં કે લગ્ન જ્યાં થાય છે ત્યાં દીકરી સેટ થશે કે નહીં. તમારાં સાસરિયાં પણ પોતાની કોઈક નબળાઈ છુપાવવા માટે આ સમાધાનકારી લગ્ન કરવા તૈયાર હોય એવું બની શકે છે.

તમે જે સ્થિતિમાં છો એમાં તમારો પણ વાંક છે જ. ભણેલાંગણેલાં અને પગભર હોવા છતાં બિચારાં બની રહ્યાં. લોકોએ તમારું ચોકઠું ગોઠવ્યું અને તમે એ સ્વીકારી લીધું. બહેન, સવાલ કાંદા-લસણ નહીં ખાવા મળે એનો નથી. એ ખાધા વિના કોઈ મરી જવાનું નથી. સવાલ લગ્નના નામે સોદો થાય એનો છે. હવે જો તમારે આ લગ્નમાંથી મુક્ત થવું હોય તો પહેલાં તો બિચારાં-બાપડાં બનીને રહેવાનું છોડવું પડશે. તમારે પોતાના બળબૂતાં પર સ્વતંત્ર થતાં શીખવું પડશે. અહીંથી છૂટીને ફરીથી મામા-મામીના ઓશિયાળાં બની રહેવાની તમારી ગણતરી હોય તો છૂટાં ન પડવું વધુ હિતકારી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK