મારી જ વયનો એક કર્મચારી બૉસનો ચમચો છે, એને લીધે બૉસ આડકતરી રીતે મારું કામ ઠીક નથી એવું જતાવ્યા કરે છે

મારી જ વયનો બીજો એક કર્મચારી બૉસનો ચમચો થઈને રહે છે અને ઓછું કામ કરીનેય વહાલો થાય છે

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
મારી ઉંમર ૫૬ વર્ષ છે. વિધુર છું અને એક મોટી કંપનીમાં નોકરી કરું છું. મારી જ વયનો બીજો એક કર્મચારી બૉસનો ચમચો થઈને રહે છે અને ઓછું કામ કરીનેય વહાલો થાય છે. એને કારણે મારા બૉસ આડકતરી રીતે મારું કામ ઠીક નથી એવું વારંવાર જતાવ્યા કરે છે. મારા ફીલ્ડમાં હવે આ ઉંમરે નવી નોકરી શોધવા જવાનું અઘરું છે એટલે ચૂપચાપ સહન કર્યા કરું છું. અમારે ત્યાં કેટલાક લોકો વિઘ્નસંતોષીઓ છે. મને કોઈના ચમચા થવાનું ફાવતું નથી એટલે હંમેશાં હું બધાનો અણમાનીતો જ રહું છું. મારા બૉસે આજ સુધી મને સીધી રીતે નોકરી છોડવાનું નથી કહ્યું, પણ મારા કામમાં ભૂલો કાઢીને તેઓ મારો આત્મવિશ્વાસ ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે. મારે બૉસના ચમચાઓને દેખાડી દેવું છે, પણ મને મારી જાતને પુરવાર કરવાનો એકેય મોકો નથી મળતો. આત્મસન્માન ગિરવી ન મૂકવું હોય તો શું કરું?

જવાબ : પ્રખર ચિંતક ખલીલ જિબ્રાને કહ્યું છે કે તમારી પરવાનગી વિના કોઈ તમારું આત્મસન્માન છીનવી શકતું નથી. જો આપણે ઇચ્છતા હોઈએ કે કોઈ મારું માન જાળવે તો સૌથી પહેલી ફરજ બને છે કે આપણે બીજાનું માન જાળવીએ. તમે બીજા કર્મચારીઓ માટે ચમચા જેવો શબ્દ વાપરીને શું કરી રહ્યા છો?

તમે ઑફિસમાં કામ કરવા જાઓ છો અને એના તમને પૈસા મળે છે. તમે જે વ્યક્તિ માટે કામ કરો છો તેને જો તમારું કામ ન ગમતું હોય તો તે તમને પોતાનો અણગમો જણાવી શકે એટલો હક તો હોય જને? તમને જ્યારે બૉસ કહે છે કે તેને તમારું કામ નથી ગમતું ત્યારે તમારે એ કમેન્ટને અંગતપણે લેવાને બદલે પ્રોફેશનલ રીતે સમજવી જોઈએ. તેમની અપેક્ષા શું છે એ સમજશો તો એ મુજબ તમારા કામમાં બદલાવ કરી શકશો.

આત્મવિશ્વાસ એટલે પોતાના પરનો વિશ્વાસ. કોઈના કહેવાથી તમારો તમારા પરનો વિશ્વાસ ડગી જાય એવું તે કેવું? તમે શાંતચિત્તે વિચારો, તમારા કામમાં શું સુધાર કરવાની જરૂર છે એવું વિચારો. ન સમજાય તો આ બાબતે બૉસ સાથે ડિસ્કસ કરો. ચર્ચા પછી એ મુજબ સુધારો કરવાની કોશિશ કરો. એનાથી તમારી સ્કિલ અને આત્મવિશ્વાસ બન્ને વધશે.

Comments (1)Add Comment
...
written by Buddy, June 19, 2017
Good response
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy