મારી ગર્લફ્રેન્ડ મારાથી બે વર્ષ મોટી છે એ જાણીને મારા અને તેના પેરન્ટ્સ ખૂબ ભડકેલા છે

મારી ઉંમર પચીસ વર્ષની છે. મને મારાથી બે વર્ષ મોટી છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર પચીસ વર્ષની છે. મને મારાથી બે વર્ષ મોટી છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. એક કૉમન ફ્રેન્ડ થકી અમે સંપર્કમાં આવેલાં અને લગભગ છ મહિનાથી સાથે છીએ. વાત એમ છે કે મેં જ તેને પ્રપોઝ કરેલું અને તેણે પળનોય વિલંબ કર્યા વિના હા પાડી દીધેલી. હું ખૂબ અંતમુર્ખી હોવાથી કૉલેજમાં પણ કદી કોઈ છોકરીને પટાવી શક્યો નહોતો. રાધર, મને એ વખતે પ્રેમમાં રસ પણ નહોતો. આ મારો પહેલો પ્રેમ છે એમ કહું તોય ચાલે. સમસ્યા એ છે કે તે મારાથી બે વર્ષ મોટી છે. કદાચ તેની મૅચ્યોરિટીથી જ હું આકર્ષાયો છું. અમે જ્યારે એકબીજાના પરિવાર સાથે ઓળખાણ કરાવી ત્યારે કોઈ વાંધો ન આવ્યો. અમે પણ બન્નેના પેરન્ટ્સથી અમારી વચ્ચેના વયભેદની વાત છાની રાખેલી. હવે કુંડળી જોવડાવવાની વાત નીકળી ત્યારે અમારો ભાંડો ફૂટ્યો. બન્નેના પેરન્ટ્સ ભડકેલા છે. સામાજિક રીતે આ કજોડું છે એવું તેમનું કહેવું છે. મારી મમ્મીને મેં બ્લૅકમેઇલ કરીને મનાવવાની કોશિશ કરી તો તે કહે છે કે સમાજમાં જે દિવસે ખબર પડશે ત્યારે લોકો થૂથૂ કરશે. શું પત્ની મોટી હોય તો લગ્નજીવનમાં કોઈ તકલીફ આવે? 

જવાબ : જ્યારથી લગ્ન-વ્યવસ્થાની શરૂઆત થઈ ત્યારથી પુરુષ કરતાં સ્ત્રી નાની હોય એવી ધારણા કરવામાં આવી છે. આની પાછળ બે-ત્રણ કારણો હોઈ શકે. એક તો પુરુષપ્રધાન સમાજમાં જો પુરુષ મોટો હોય તો જ તેની પત્ની પર તે ડોમિનેટ કરી શકે. આ કારણ ગમે એવું નથી. બીજું કારણ કદાચ સ્ત્રીઓની મૅચ્યોરિટી છે. છોકરાઓની સરખામણીએ છોકરીઓમાં શારીરિક, માનસિક અને ઇમોશનલ મૅચ્યોરિટી વહેલી આવતી હોય છે. જોકે આ ભેદ પ્યુબર્ટીકાળ સુધી જ સીમિત હોય છે. એ પછીના સમયમાં છોકરા-છોકરીઓમાં આ બાબતે ખાસ ભેદ નથી રહેતો.

સમાજમાં શું વાતો થશે એની ચિંતા કરીને જો આપણે જીવન જીવીશું તો હંમેશાં દુખી જ થઈશું. તમે સમાજ માટે લગ્ન કરો છો કે તમારા પોતાના માટે લગ્ન કરો છો? લગ્નમાં પરસ્પર પ્રત્યે પ્રેમ, સ્નેહ, લાગણી, સમજણ, વેવલૅન્ગ્થ મૅચ થતાં હોય એટલું જ પૂરતું નથી શું? સમાજ અપ્રૂવ કરે કે સમાજ થૂથૂ કરે, એનાથી કોઈ વ્યક્તિ માટેના આપણા પ્રેમમાં શું કામ ઓટ આવવી જોઈએ?

તમે જ્યારે એકબીજાના પેરન્ટ્સને મળ્યા ત્યારે બન્નેને વાંધો નહોતો, પણ છોકરી મોટી છે એવું જાણીને બન્ને પક્ષને વાંધો પડ્યો. આને શું કહેવું? જાણ્યાનું ઝેર જને? આ જ પેરન્ટ્સને જો ખબર જ ન હોત કે તમારી પસંદની છોકરી મોટી છે તો તેમને કોઈ જ વાંધો ન આવ્યો હોત. પેરન્ટ્સને સમજાવો કે જો તમે ધાર્યું હોત તો આ બાબતે ખોટું બોલી શક્યા હોત, પણ તમે એવું નથી કર્યું. વયભેદની વાતો જ્યાં સુધી લગ્નજીવન સેટ થાય ત્યાં સુધી જ લોકોને કે તમને યાદ રહેવાની છે. બાકી, પત્ની નાની હોય એ સુખી થવાનું લાઇસન્સ નથી અને પત્ની મોટી હોય તો એનાથી કોઈ આભ નથી તૂટી પડવાનું. નાની વયની યુવતી સાથે લગ્ન કરનાર વધુ સુખી હોય છે એવી ગૅરન્ટી કોઈ આપી શકતું નથી. એ જ રીતે મોટી વયની યુવતી સાથે લગ્ન કરનારા દુ:ખી થાય છે એવું કોઈ કહી શકે એમ નથી.

હા, એક લાલ બત્તી છે. પત્ની વધુ મૅચ્યોર હોય તો લાંબા ગાળે ક્યારેક પતિને ઈગો-પ્રૉબ્લેમ થઈ શકે છે. જોકે એકમેક પ્રત્યે પ્રેમ, કાળજી, સમજણ, રિસ્પેક્ટ અને પરસ્પરને મોકળાશ આપવાની તૈયારી હોય તો બે વર્ષનો ભેદ હોય કે બાર વર્ષનો, બહુ ખાસ ફરક નથી પડતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK