બાળકોને સાચી વાત સમજાવીએ ત્યારે એને ઍક્સેપ્ટ કરવાને બદલે આગ્યુર્મેન્ટ્સ જ કરે છે, એવું કેમ?

કોઈ આવે ત્યારે કેવી રીતે વર્તવું એ બાબતે સાચી રીતભાત અને શિષ્ટાચાર શીખવીએ તો તે કાને ધરે જ નહીં. તેને જે કરવું હોય એ જ કરે

wmanસેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારો દીકરો સાત વર્ષનો છે. તેને કંઈ પણ શીખવીએ ત્યારે તે ધ્યાન આપતો જ નથી. બધી જ વાતમાં રમત કરે. ખૂબ ચંચળતા છે તેનામાં. લોકો કહે છે કે ટીનેજ આવતાં બાળકો પેરન્ટ્સનું સાંભળતાં નથી, પરંતુ અમારે તો અત્યારથી જ સમસ્યા છે. કોઈ આવે ત્યારે કેવી રીતે વર્તવું એ બાબતે સાચી રીતભાત અને શિષ્ટાચાર શીખવીએ તો તે કાને ધરે જ નહીં. તેને જે કરવું હોય એ જ કરે. આખો દિવસ તેને રમવું જ હોય. સ્કૂલથી આવ્યા પછી તે જમવા બેસે એટલે ડોરેમોન ચાલુ કરે તે છેક ત્રણ-ચાર કલાકે આપણે ખૂબ ખિજાઈએ ત્યારે બંધ કરે. એ વખતે પણ જોરજોરથી ભેંકડો તાણીને પછી જ. બાળકો વડીલોનું સાંભળે, તેમને રિસ્પેક્ટ કરે અને કહ્યાગરા બને એ માટે શું કરવું જોઈએ? તેને કંઈ પણ કહો એટલે એમ ન કરવા માટેની તેની પાસે દલીલ તૈયાર જ હોય. સાચી વાત સામે આગ્યુર્મેન્ટ કરવાને બદલે ઍક્સેપ્ટ કરતાં શીખે એ માટે શું કરવું?

જવાબ : માત્ર માણસો જ નહીં, કોઈ પણ પ્રાણીમાત્ર હંમેશાં આજુબાજુના લોકોને જોઈને જ અમુક-તમુક પ્રકારનું વર્તન કરતાં શીખે છે. જોકે જ્યારે લોકોનું વર્તન કંઈક હોય અને તેને કહેવામાં આવતી શિખામણ કંઈક બીજી હોય ત્યારે બાળક મૂંઝવણમાં મુકાય છે.

પેરન્ટિંગનો બહુ જ સાદો નિયમ એ છે કે બાળકને બહુબધું શીખવી દેવા માટે હરખપદૂડા ન થવું. તે કુદરતી રીતે ઑબ્ઝર્વેશનમાંથી જે શીખે છે એ શીખવા દેવું. જેની તેને જરૂર પડશે એ તે આપમેળે શીખી લેશે. જેની તેને જરૂર નથી એવી ચીજો તેના મનમાં ભરીને તેને ઓવરસ્માર્ટ બનાવવાની જરૂર નથી. જ્યારે પ્રૅક્ટિકલ લાઇફમાં બિનજરૂરી હોય એવી માહિતીનો ખડકલો તેના મનમાં કરવામાં આવે છે ત્યારે તે અધકચરી સમજણને કારણે એ માહિતીનો દલીલો કરવા માટે ઉપયોગ કરે છે. મહેમાન આવે ત્યારે આમ જ વર્તવાનું કે તેમ જ વર્તવાનું એવું શીખવવાની કોઈ જરૂર નથી. ભલે તમે તેને સારા સંસ્કાર શીખવી રહ્યા છો, પણ એવું કેમ કરવાનું એ સમજવાની તેની પાસે સમજણશક્તિ નથી.

બાળકોને શિખામણ આપીને સાચું શીખવી નથી શકાતું, પરંતુ આપણી વર્તણૂકથી સાચું-ખોટું જરૂર શીખવી શકાય. તમારું બાળક શું શીખે અને શું નહીં એના પર કન્ટ્રોલ રાખવો હોય તો સૌથી પહેલાં પેરન્ટ્સે પોતાની વર્તણૂકમાં એવો બદલાવ લાવવો જોઈએ. મોટેરાંઓ પરસ્પર એકબીજા સાથે તોછડાઈથી ખિજાઈને વાત કરતા હોય એ બાળક જુએ છે અને પછી તમે કહો છો કે દાદી સામે આ રીતે વર્તન કરાય? તો તેને કેવી રીતે એ વાત ગળે ઊતરવાની? 

જો દીકરાને ડોરેમોન નહીં જોવાની સલાહ આપવી હોય તો આપણે પોતે સાસ-બહૂની સિરિયલ કે એકની એક રેકૉર્ડ વગાડ્યા કરતા સમાચારની ચૅનલો સામે બેસી જવાનું બંધ કરવું પડે. આમ ડોરેમોન જોવાની ના પાડવી અને પછી જો આપણી બહેનપણી આવી જાય તો ડિસ્ટર્બન્સ ન થાય એ માટે આપણે જ તેને ડોરેમોન ખોલીને આપી દઈએ એવું ન ચાલે. ઘરમાં મહેમાન આવવાના હોય ત્યારે તમે એ લોકો કટાણે આવી પડવાના છે એ બાબતે બડબડતા હો તો એ પણ તમારો દીકરો જુએ જ છે. જેમની પીઠ પાછળ તમે બડબડ કરતા હતા એવા મહેમાનો સામે દીકરો રિસ્પેક્ટફુલી બિહેવ કરે એવી અપેક્ષા કેવી રીતે પૂરી થાય? ટૂંકમાં બાળઉછેરની પહેલી શરત છે આપણા વર્તનમાં ઇન્ટિગ્રીટી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK