મારી ભાભી ભાઈના બેસ્ટ ફ્રેન્ડ સાથે અફેર ધરાવે છે, બન્નેનાં બાળકોના ભવિષ્યનો સવાલ છે

તમારી કૉલમની નિયમિત વાચક છું. એક સોશ્યલ ઇશ્યુ માટે તમારું ગાઇડન્સ જોઈએ છે.

woman

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : તમારી કૉલમની નિયમિત વાચક છું. એક સોશ્યલ ઇશ્યુ માટે તમારું ગાઇડન્સ જોઈએ છે. વાત એકદમ નાની છે. મારા ભાઈની વાઇફ ચીટિંગ કરી રહી છે. તેના પતિને અંધારામાં રાખીને તેના જ બેસ્ટ ફ્રેન્ડ સાથે અફેર કર્યું છે. બન્ને મૅરિડ છે. ભાઈ-ભાભીને એક દીકરી છે અને પેલા છોકરાને એક દીકરો અને દીકરી છે. અમારી પાસે તેમની વચ્ચેની વૉટ્સઍપ ચૅટ્સનું પ્રૂફ છે. હવે અમે શું કરી શકીએ? આ બે પરિવારો અને બાળકોના ભવિષ્યનો સવાલ છે.

જવાબ : સાવ ટૂંકમાં કહું તો તમારે કશું જ ન કરવું જોઈએ. તમે કંઈ કરી શકો એમ પણ નથી. આ બાબતે તમારે કશું જ વિચારવાની પણ જરૂર નથી અને બીજા કોઈ સાથે ચર્ચા કરવાની પણ જરૂર નથી.

તમે કહેશો કે હું તેની બહેન છું. મને તેની ચિંતા તો થાયને? મારે કેમ કંઈ નહીં કરવાનું? તેનું ઘર ભાંગતું હોય, મારી ભત્રીજીની જિંદગી ઠેબે ચડતી હોય એ છતાં મારે ચૂપચાપ જોયા કરવાનું?

હા.

ઘણી વાર ચૂપ રહીને જે મદદ થઈ શકતી હોય છે એ સક્રિય ભાગ લઈને થતી મદદ કરતાં ઘણી વધારે સારી અને અસરકારક હોય છે. સાચું કહું તો મને બે માણસોની અંગત જિંદગીનું પિષ્ટપિંજણ કરવામાં આખો પરિવાર કૂદી પડે છે એ વાત પચતી જ નથી. ખાસ કરીને જ્યારે પ્રેમ, અફેર જેવી બાબતો હોય છે ત્યારે પરિવારના દરેક સભ્યને અચાનક એવું લાગવા લાગે કે તે પોતે જ ન્યાયાધીશ છે. ‘હાય! હાય! આવું તો કોઈ કરતું હશે?’, ‘મને તો પહેલેથી જ લાગતું હતું કે તેનાં લક્ષણો ઠીક નથી...’, ‘નાની દીકરીનું મોં પણ ન જોયું? સાવ આવું કર્યું..’ આ પ્રકારના ઉદ્ગારો નીકળવા લાગે. ચિંતા અને કન્સર્નના નામે બીજાના પ્રેમની વાતો કરવામાં પણ મોટા ભાગના લોકોને અનોખો આનંદ આવતો હોય છે. આપણે બેમાંથી કોઈ એક પક્ષ વિરુદ્ધ પુરાવાઓ એકત્રિત કરવામાં લાગી જઈએ છીએ. આપણી અડધી-પડધી સમજણ સાથે કોઈ એકલદોકલ પક્ષ તરફથી મળેલી માહિતીનું પ્રોસેસિંગ કરીને કન્ક્લુઝશન પર આવી જઈએ. આ તારણો માત્ર આપણા સુધી સીમિત રાખવાને બદલે જે-તે વ્યક્તિના મનમાં ઠૂંસાય અને બીજી વ્યક્તિ માટેની ખોટી ગાંઠો તેના મનમાં બાંધવામાં આપણે નિમિત્ત બની જઈએ છીએ. આને કારણે આપણે બે વ્યક્તિઓ વચ્ચે પેદા થયેલું અંતર ઘટાડવાને બદલે વધારવાનું કામ કરી બેસીએ છીએ.

ધારો કે માની લીધું કે તમારાં ભાભી અને ભાઈના બેસ્ટ-ફ્રેન્ડ વચ્ચે અફેર છે. તો આ તે ચાર જણ વચ્ચેનો ઇશ્યુ છે. તેને સોશ્યલ મુદ્દો બનાવીને તેમની વચ્ચે કેવાં સમીકરણો છે એની ચર્ચા કરવાની જરૂર નથી. જ્યારે પણ બે વ્યક્તિના અંગત જીવનમાં પરિવારજનો પડે છે ત્યારે વાતને ઉકેલવાને બદલે વધુ ગૂંચવણમાં પાડે છે. હું માનું છું કે જ્યારે અંગત જીવનમાં તણાવ આવે ત્યારે તે બે વ્યક્તિઓને એકાંત આપવું જોઈએ. તેમના મગજમાં આપણા મંતવ્યો અને માન્યતાઓ ભરવાને બદલે બન્નેને એકબીજા સાથે માથું ફોડવા દેવાની મોકળાશ આપવી જોઈએ. શરૂઆતમાં તેઓ લડશે, ઝઘડશે, દોષારોપણ કરશે અને પછી એકબીજાને સમજવાની કોશિશ કરશે અને છેલ્લે કોઈ એક સમાધાન પર આવશે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે મુદ્દાને સામાજિક સ્વરૂપ ન અપાયું હોય. ધારો કે તેઓ જાતે આ મામલો સૂલઝાવી શકે એમ નથી એવું તેમને લાગતું હોય તો તટસ્થ અને પ્રોફેશનલ રિલેશનશિપ કાઉન્સેલર પાસે જઈને તેમણે ચર્ચા કરવી જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK