મારી ગર્લફ્રેન્ડ અમીર પરિવારની છે અને હું મિડલ ક્લાસ, અમારા બન્નેનાં સપનાં સાવ ભિન્ન છે ત્યારે લગ્ન શક્ય છે?

કૉલેજમાં હતો ત્યારે બધા છોકરાઓ જે છોકરી પર લાઇન મારતા હતા તે મને પસંદ કરતી હતી.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
મારી ઉંમર ૨૪ વર્ષ છે. કૉલેજમાં હતો ત્યારે બધા છોકરાઓ જે છોકરી પર લાઇન મારતા હતા તે મને પસંદ કરતી હતી. એ વખતે તો અમે બન્ને ભણવામાં હતા એટલે ખાસ ફ્રીકઆઉટ ન કરી શક્યા. હવે અમે બન્ને નોકરી કરીએ છીએ અને એકબીજાના ટચમાં છીએ. હું મિડલ ક્લાસ પરિવારનો છું અને મારા પગાર પર પરિવારજનોનો મદાર હોય છે, જ્યારે મારી આ ફ્રેન્ડ અમીર ખાનદાનની છે એટલે જે કમાય છે એ ઉડાવી દે છે. મને ખબર છે કે તે મને લાઇક કરે છે, પણ તેની પૈસાની રેલમછેલ જોઈને હું તેની સાથે લાંબા ગાળાનાં સપનાં જોઈ શકતો નથી. થોડાક દિવસ પહેલાં જ તેણે મને કહ્યું કે આપણે હવે ફ્યુચર વિશે વિચારવું જોઈએ. હું તેને મારી મૂંઝવણ કહી ન શક્યો. શું આર્થિક અસમાનતા ધરાવતી બે વ્યક્તિઓ વચ્ચે સારું લગ્નજીવન રહી શકે? મેં જોયું છે કે તેને પોતાના પૈસાદાર હોવાનું અભિમાન નથી, પણ તે ઓછા પૈસામાં અને સસ્તી ચીજથી ચલાવી લે એવી પણ નથી. સ્વાભાવિક રીતે જ તેનાં સપનાં ઊંચાં છે. મારે પણ કરીઅર બનાવીને ઊંચાં સપનાં જોવાં છે, પણ અમારી વચ્ચેનાં સપનાંઓમાં આસમાન-જમીનનો ફરક છે. મારાં સપનાંમાં આજની સ્થિતિથી ઉપર ઊઠવાના વિચારો હોય છે, જ્યારે તે તો અમીરીમાંથી પણ ઉપર અઢળક સુખસુવિધાઓનાં સપનાં જોઈ રહી છે. શું આવા સંજોગોમાં અમારો મેળ પડે ખરો? મેં એક-બે વાર તેને કહી જોયું કે હું તેને એ લાઇફ-સ્ટાઇલ નહીં આપી શકું. તો તેનું કહેવું છે કે જો લગ્ન પછી હું તેના પપ્પાના બીજા ખાલી ફ્લૅટમાં રહેવા જવાનું વિચારું તો બધું જ શક્ય છે. મારા પરિવારમાં હજી મારા નાના ભાઈ અને મમ્મીની જવાબદારી મારી જ છે. તેમને મૂકીને હું કેવી રીતે અલગ થાઉં? મેં બહુ વિચાર્યું કે અમારી વચ્ચેની આર્થિક અસમાનતાઓને કારણે જો અમે લગ્ન કરીશું તોય એ ઝાઝું ટકશે નહીં. આખરે મેં તેને આગળ વધવાની ના પાડી દેવાનું વિચાર્યું છે. જોકે મારા તમામ દોસ્તોનું કહેવું છે કે આ મારો અહંકાર છે, આવી સુંદર છોકરીને ના ન પડાય. શું કરું?

જવાબ : કદાચ પુરુષના અહંકાર અને સ્વમાન વચ્ચેનો ભેદ તમારા દોસ્તોને નથી સમજાતો, પરંતુ તમે ઘણા ઠરેલ લાગો છો. હું એવું જરાય નથી માનતી કે અમીર અને ગરીબ પરિવારો વચ્ચે સગપણ ન થઈ શકે. બે સામાજિક વર્ગોની માનસિકતા ઘણી જુદી છે અને જો એમાં સમજણ અને પરસ્પર પ્રત્યેનો રિસ્પેક્ટ ન હોય તો સંબંધોમાં તાણ પેદા કરે છે.

લગ્ન એવો સંબંધ છે જેમાં બે વ્યક્તિઓ પોતાનાં ભિન્ન વિશ્વોને એકમેકમાં ઓગાળીને સપનું રચે છે અને એને સાકાર કરવા માટે સહિયારો પ્રયત્ન કરે છે. હવે જ્યારે બન્નેનાં સપનાં જ જુદાં છે તો બ્ને સાથે કેવી રીતે જીવન જીવવાના? જ્યારે બે જણની મંઝિલ જુદી હોય ત્યારે બે જણ એક બસમાં બેસીને કેવી રીતે સફર કરવાના?

તમે તમારી રીતે જીવવા માગતા હો અને તમારી ગર્લફ્રેન્ડ પોતાની રીતે જીવવા માગતી હોય ત્યારે એક સંબંધમાં જોડાશો તો જીવનની ગાડી ક્યાં જશે? અત્યારે કદાચ તમારી ફ્રેન્ડ ઇમોશનલી તમારી સાથે જોડાયેલી છે, પણ જીવનની વાસ્તવિકતાઓ સમજીને એ મુજબ ઢળવાની તૈયારી ન હોય તો ભવિષ્ય મુશ્કેલ છે. આ સંબંધ તો જ આગળ વધી શકે જો તમારું બન્નેનું સહિયારું કોઈ સપનું હોય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy