ફ્રેન્ડ શૅરબજારમાં રોકાણ કરીને પૉકેટમની કમાય છે, મારા પપ્પા ના પાડે છે

હું લોઅર-મિડલ ક્લાસ પરિવારનો છું. હાલમાં કૉલેજના બીજા વર્ષમાં ભણું છું.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું લોઅર-મિડલ ક્લાસ પરિવારનો છું. હાલમાં કૉલેજના બીજા વર્ષમાં ભણું છું. મારાથી નાનાં બીજાં ત્રણ ભાઈ-બહેન છે અને મારાં પપ્પા અમને બધાને ભણાવવા માટે ખૂબ મહેનત કરે છે. મમ્મીએ પણ અમારા ભવિષ્ય માટે ખૂબ કરકસર કરીને પૈસા બચાવ્યા છે. પપ્પા તો મને કહે છે કે તમને લોકોને ભણાવવા માટે હું કંઈ પણ કરીશ, પરંતુ તેઓ જે મહેનત કરે છે એ જોઈને મને સમજાય છે કે હું સૌથી મોટો હોવાથી મારે ઘરની જવાબદારીઓ બને એટલી વહેલી ઉપાડી લેવી જોઈએ. મારા કેટલાક દોસ્તો છે તેઓ શૅરબજારમાં રોકાણ કરીને પૉકેટમની કમાઈ લે છે. મેં પણ આ આઇડિયા પપ્પાને કહી જોયો તો તેમણે ધરાર ના પાડી દીધી. જો મારે ગ્રૅજ્યુએશન પછી પણ આગળ ભણવું હોય તો સાથે બીજી કમાણી કરવી મસ્ટ છે. હું જ્યાં સુધી ભણવા ઇચ્છું ત્યાં સુધી ભણાવવા મારા પપ્પા તૈયાર છે, પરંતુ મારે ક્યાં સુધી તેમના પર બોજ બનવું? મારે સાઇડમાં કંઈક કમાણી કરવાનું પણ શરૂ કરવું છે. પપ્પાએ અમારાં લગ્ન માટેની બચત ફિક્સ્ડ ડિપોઝિટ કરી રાખી છે એના બદલે જો એ રકમને જ્યાં ઝડપથી વધે એવા માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ તો સારું કહેવાય કે નહીં? પણ પપ્પા નથી માનતા. મારે પપ્પાને હેલ્પ કરવી છે પણ તેઓ સમજતા જ નથી.

જવાબ : તમારી ભાવના ખૂબ જ સારી છે. ઘરની પરિસ્થિતિ સમજીને પપ્પાની જવાબદારીઓમાં ખભેખભા મિલાવીને મદદ કરવા માગો છો એ તમારી સંવેદનશીલતા છે. સો કીપ ઇટ અપ.

હવે વાત મદદ કરવાની. તમે માત્ર પૈસા કમાઈને જ નહીં, તમારી પોતાની જવાબદારી જાતે ઉપાડી લઈને પણ પપ્પાને મદદ કરી શકો છો. તમારા મોજશોખ પર કાપ મૂકીને, ભણવાનાં પુસ્તકો મિત્ર પાસેથી મૅનેજ કરીને તમે ઘરની આર્થિક સ્થિતિમાં પૉઝિટિવ યોગદાન આપી જ શકો છો. સંતાનો મા-બાપ પાસે જાતજાતની ચીજવસ્તુની માગણીઓ કરીને તેમને મૂંઝવણમાં ન મૂકે એ પણ ઘણી વાર ખૂબ જ મોટી મદદ ગણાય. તમે જેટલા સંવેદનશીલ છો એ જોતાં તમે આવું નહીં જ કરતા હો. તમે કમાઈને પૈસા પપ્પાના હાથમાં મૂકો એના કરતાં સમજણપૂર્વક અને કરકસરથી જીવશો તો પપ્પા માટે ક્યારેય બોજ નહીં બનો એની ગૅરન્ટી છે. 

બીજું, તમારો મિત્ર શૅરબજારમાં ઇન્વેસ્ટ કરીને પૉકેટમની કમાય છે એટલે તમારે પણ એમ કરવું એ સરખામણી યોગ્ય નથી. ઊંડી સમજણ વિના શૅરબજાર એ બેધારી તલવાર જેવું છે. એમાં જેટલી ઝડપે પૈસા બને એટલી ઝડપે ખોવાય પણ છે. હા, જો તમારા પપ્પાએ બચત ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી હોય તો એનું સારામાં સારું વળતર મળે એ માટે પ્રયત્ન થઈ શકે. બચતનું શું કરવું એ કોઈ સારા ફાઇનૅન્શ્યલ પ્લાનરના માર્ગદર્શનથી કરવું જોઈએ. શૅરબજારના જ્ઞાન વિના કોઈએ કર્યું છે એટલે આપણે પણ કરીએ એવા વિચારથી એમાં પડવું એ ઠીક નથી. નિષ્ણાતની મદદથી લાંબા ગાળાના રોકાણના વિકલ્પો એક્સ્પ્લોર જરૂર કરી શકાય. બાકી પપ્પાને આજે આર્થિક મદદ કરવાની લાયમાં કમાવાના ટૂંકા રસ્તા અપનાવશો તો જાતે જ પગ પર કુહાડી મારવાનું કામ થશે. પૈસા ખોવાશે, ભણવાનું બગડશે અને વધારાની ચિંતા માથે ચડશે એ નફામાં. ભણવાના ભોગે આ બધી ચિંતા કરવી નહીં. ભણ્યા પછી તમારો પણ કમાવાનો વારો આવશે. બાકી જો અત્યારે તમારે સાથે આવક ઊભી કરવી હોય તો તમે તમારાથી નાના સ્ટાન્ડર્ડના છોકરાઓને ભણાવી પણ શકો છો. એનાથી તમારો પાયો મજબૂત થશે અને નાણાકીય મોકળાશ રહેશે.

Comments (1)Add Comment
...
written by Buddy, May 15, 2018
Good Advise,Sejal
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK