બૉયફ્રેન્ડ મુંબઈ આવવાનો છે, પણ પેરન્ટ્સ રાજી ન હોવાથી છુપાઈને મળવું પડશે

હું કૉલેજના છેલ્લા વર્ષમાં છું. હાલમાં મુંબઈમાં રહું છું, પરંતુ સ્કૂલ દરમ્યાન હું ગુજરાતમાં મામાને ત્યાં રહીને ભણી હતી.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું કૉલેજના છેલ્લા વર્ષમાં છું. હાલમાં મુંબઈમાં રહું છું, પરંતુ સ્કૂલ દરમ્યાન હું ગુજરાતમાં મામાને ત્યાં રહીને ભણી હતી. એ વખતે મને મારી જ શેરીમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે. અમે હાઇક અને વૉટ્સઍપ પર રોજ વાતો કરીએ છીએ. અમે બન્ને એકબીજાને ખૂબ જ લાઇક કરીએ છીએ, પરંતુ હવે અમારું મળવાનું નથી બનતું. મારા મામા પણ મુંબઈ શિફ્ટ થઈ ગયા હોવાથી રજાઓમાં પણ ત્યાં જવાનું નથી થતું. મારા એક દૂરના સંબંધીને ત્યાં હું એક વાર ગયેલી, જોકે એ વખતે પણ અમને એકાંતમાં મળવાનો મોકો નહોતો મળ્યો. હું તેને ખૂબ મિસ કરું છું. આ અફેર વિશે મારા પેરન્ટ્સને ખબર હતી, પરંતુ મામા જ્યારથી શિફ્ટ થઈ ગયા છે ત્યારથી કોઈને અમારા પર શંકા નથી રહી. હવે તે પુણે જૉબ કરે છે એટલે મને ખાસ મળવા માટે મુંબઈ આવવાનું વિચારે છે. ઘરના લોકોને તેને મળવા વિશે કહીશ તો ફરીથી બખેડો ખડો કરશે કેમ કે ચારેક મહિના પહેલાં મેં ઘરમાં તેને મળવા વિશે વાત કરેલી ત્યારે પેરન્ટ્સે ઘસીને ના પાડેલી. મુંબઈમાં તેના રિલેટિવને ત્યાં તે રોકાવાનો છે. જોકે ડર એ છે કે ક્યાંક બહાર અમને સાથે ફરતાં કોઈ જોઈ ગયું તો? એટલે મારો એ ફ્રેન્ડ કહે છે કે આપણે તેના ફ્રેન્ડના ખાલી ઘરમાં મળીશું. મારા મામાના દીકરાને આ વાતની ખબર છે એટલે તેનું કહેવું છે કે બંધ રૂમમાં મળવું ઠીક નથી.

જવાબ : તમે હજી કૉલેજમાં ભણો છો. જુવાની અને આકર્ષણના તબક્કામાં તમે ઠરેલ બનીને વિચાર કરો એવી સલાહ પથ્થર પર પાણી સમાન કહેવાય. લપાઈછુપાઈને મળવાનો જે રોમાંચ જુવાનીના પ્રેમસંબંધમાં હોય છે એ હું સમજું છું, પરંતુ એનો પણ યોગ્ય સમય અને સ્થળ હોય છે. તમે એક વાર પેરન્ટ્સને પૂછ્યું અને તેમણે ના પાડી એટલે હવે તેમને પૂછ્યા વિના ફ્રેન્ડને મળવાનું નક્કી કર્યું. મને આમાં કોઈ જ બહાદુરી નથી લાગતી, આ તો નર્યો પલાયનવાદ થયો. તમારો મામાનો દીકરો સાચી વાત કહે છે. પેરન્ટ્સથી છુપાઈને એવું કોઈ પગલું ન ભરવું જોઈએ. જીવનમાં હંમેશાં એક વાતનું ધ્યાન રાખવું. જ્યારે આપણે બીજાથી કશુંક છુપાવીએ છીએ ત્યારે મનમાં સતત ઉચાટ રહ્યા કરે છે ત્યારે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ. ઉચાટ એ આપણા અંતરાત્માની ભાષા છે.

આ અવાજ તરફ ગમે એવી પરિસ્થિતિમાંય આંખ આડા કાન કરશો નહીં. તમારી ઉંમર જોતાં અત્યારે તમને પેલા ફ્રેન્ડને મળવા કંઈ પણ કરવું પડે તો કરી નાખવાની ઇચ્છા થઈ આવતી હશે.

પેરન્ટ્સ માને છે કે તમારી ઉંમર હજી નાની છે. એક રીતે તેઓ સાચા પણ છે, પરંતુ જો તમે માનતા હો કે પાર્ટનરની પસંદગી જેવા નિર્ણય માટે તમે પૂરતાં મૅચ્યોર છો તો પછી તમારું વર્તન પણ એટલું મૅચ્યોર હોવું જોઈએને? તમારો મામાનો દીકરો બધી જ વાત જાણે છે તો શા માટે તેને લઈને જ તમે પેલા મિત્રને મળવા નથી જતાં? ભલે તમે તમારા ફ્રેન્ડને પ્રેમ કરો છો, પણ આંધળો વિશ્વાસ મૂકીને તેની સાથે જઈ ન શકો. કોના પર વિશ્વાસ મૂકવો અને કેટલો મૂકવો એ હજી જ્યાં સુધી સમજાયું ન હોય ત્યારે પેરન્ટ્સને અજાણ રાખીને કશું પણ કરવું એ જાતે પગ પર કુહાડી મારવા બરાબર થઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy