ગુજરાતીમાં સ્કૂલિંગ કરીને હવે કૉલેજ અંગ્રેજીમાં કરું છું, પરંતુ જોઈએ એવો આત્મવિશ્વાસ નથી

હું ૧૯ વર્ષનો છું. મધ્યમ વર્ગીય પરિવારમાં ઊછર્યો છું અને દસમી સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું. હવે કૉલેજ અંગ્રેજીમાં કરું છું. શરૂઆતમાં થોડીક તકલીફ પડેલી પણ હવે વાંધો નથી આવતો. મારી સમસ્યા એ છે કે હું ખૂબ ઓછો આત્મવિશ્વાસ ધરાવું છું.

man1



સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું ૧૯ વર્ષનો છું. મધ્યમ વર્ગીય પરિવારમાં ઊછર્યો છું અને દસમી સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું. હવે કૉલેજ અંગ્રેજીમાં કરું છું. શરૂઆતમાં થોડીક તકલીફ પડેલી પણ હવે વાંધો નથી આવતો. મારી સમસ્યા એ છે કે હું ખૂબ ઓછો આત્મવિશ્વાસ ધરાવું છું. હું ખૂબ સારું ફુટબૉલ રમું છું, પરંતુ મારા બૅકગ્રાઉન્ડને કારણે મને આગળ વધવા નથી મળતું. કૉલેજની ડીબેટ્સમાં પણ હું કૉન્ફિડન્સ ન હોવાને કારણે સારું પર્ફોર્મ નથી કરી શકતો. ક્યારેક તો એટલો હતાશ થઈ જાઉં છું કે મને કોઈ જ પ્રવૃત્તિમાં ભાગ લેવાનું મન જ નથી થતું. ભણવામાં પણ હું હોશિયાર છું, પરંતુ આત્મવિશ્વાસના અભાવે બહુ ડરું છું. સ્કૂલમાં હું હંમેશાં ફસ્ર્ટ નંબરે જ આવ્યો છું, પરંતુ કલ્ચર બદલાયું હોવાથી હું મારામાં ખૂબ ઓછપ અનુભવું છું.

જવાબ : ગુજરાતીમાંથી અંગ્રેજી માધ્યમમાં કૂદકો મારીએ ત્યારે કેવું ફીલ થાય એ મેં પોતે પણ અનુભવ્યું છે. આપણને ગુજરાતીમાં વિચારવાની, બોલવાની અને લખાણથી વ્યક્ત કરવામાં જેટલી કમ્ફર્ટ હોય છે એટલી મોકળાશ અંગ્રેજીમાં ન હોય ત્યારે જાણે આપણી વાત પૂરી અભિવ્યક્ત નથી થઈ શકતી એની અધૂરપ મહેસૂસ થાય એ સ્વાભાવિક છે. જોકે તમારા મનમાં ક્યાંય પણ અંગ્રેજી ઊંચી અને ગુજરાતી નીચી છે એવી માન્યતા ભળે ત્યારે તમારો આત્મવિશ્વાસ હલવા લાગે. અંગ્રેજી આવડવું જરૂરી છે અને તમે એ સારી રીતે પિક-અપ કરી જ રહ્યા છો, એમ છતાં તમારી અંદર ભાષાભેદ હજીયે જીવિત છે જેને કારણે તમે કદાચ મનમાં પોતાને બીજા કરતાં નીચા માનો છો.

મને જરાક કહો આત્મવિશ્વાસ એટલે શું? સંધિ છૂટી પાડીને સમજીએ તો પોતાનામાંનો ભરોસો. મતલબ કે આપણામાં જે કંઈ પણ છે, જેવું પણ છે એનો સ્વીકાર કરીને એના પર પૂરો વિશ્વાસ હોવો. જ્યારે આપણે આપણામાં જે છે એને જરા બઢાવીચઢાવીને માનીએ છીએ ત્યારે એ ઓવર-કૉન્ફિડન્સ થઈ જાય અને જ્યારે જે છે એનું ઓછું મૂલ્યાંકન કરીએ ત્યારે આત્મવિશ્વાસનો અભાવ રહે.

તમે તમારી અંદર ભાષાકીય ભેદને કારણે પોતાને નીચા માનો છો એ આત્મવિશ્વાસના અભાવનું મૂળ છે. જ્યાં સુધી એ હીણપત ઘટે નહીં ત્યાં સુધી તમારા પફોર્ર્મન્સમાં જીવ કેવી રીતે આવવાનો? આપણે માનીએ છીએ કે બીજા લોકો જેવું કરે છે અથવા તો કરી શકે છે એવું આપણે કરી શકીએ તો જ એ બેસ્ટ કહેવાય. અંગ્રેજીભાષી યંગસ્ટર્સની સ્ટાઇલ અને છટા પણ બહુ ડિફરન્ટ હોય. એ જોઈને આપણને પણ એમ થવા લાગે કે જો હું પણ એમ કરી શકું તો જ બેસ્ટ કહેવાઉં. આ સરખામણી બહુ ખોટી છે. જે વ્યક્તિ પોતાની ક્ષમતાઓ અને નબળાઈઓને જાણતી હોય એ જ સાચો આત્મવિશ્વાસ ધરાવે. બાકીના બધા કાં તો ઓવર-કૉન્ફિડન્ટ હોય કાં પછી ઓછા આત્મવિશ્વાસથી પીડાય.

આત્મવિશ્વાસ કેળવવાનો એક જ માર્ગ છે તમે શું કરી શકો એમ છો, તમારી પ્રતિભા-ક્ષમતા શું છે એ સમજવું અને તમે જે કોઈ પણ કાર્ય કરો છો એમાં તમારું બેસ્ટ ઇનપુટ આપવું. બીજી તરફ તમારી નબળાઈઓ શું છે એ જાણીને એ માટે નવું શીખવાની તૈયારી કેળવો.

આપણે જે કરી શકીએ એમ નથી એ જો ન થાય તો દુખની વાત નથી, પરંતુ જે આપણી ક્ષમતા અને પ્રતિભા છે એ પણ આપણે ન કરીએ તો એ ચોક્કસપણે ખોટું છે. તો જરાક ડૂબકી મારો તમારા પોતાનામાં અને ક્ષમતાઓને વિસ્તારવા અને નબળાઈઓને ઓળંગીને નવું શીખવા મંડી પડો. આત્મવિશ્વાસ જખ મારીને આવી જશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK