હું જે છોકરીને પસંદ કરું છું તે મનમાં ને મનમાં બીજા કોઈને ચાહે છે

હું ૨૦ વર્ષનો છું. કૉલેજમાં ભણતી એક છોકરી મને એટલી ગમે છે કે તેને મેળવવા અને તેને જીવનની દરેક ખુશી આપવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું ૨૦ વર્ષનો છું. કૉલેજમાં ભણતી એક છોકરી મને એટલી ગમે છે કે તેને મેળવવા અને તેને જીવનની દરેક ખુશી આપવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. કદાચ તમે આને પાગલપન કહેશો. જેને જે કહેવું હોય એ કહે, હું તેના માટે જીવ દેવા પણ તૈયાર છું. સમસ્યા એ છે કે તેનું મન હજી હું જાણી શક્યો નથી. અમે કૉમન ફ્રેન્ડ્સ થ્રૂ ગ્રુપમાં સાથે ફરીએ પણ છીએ. તેની બહેનપણીઓ થકી તેનું મન જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે તે મારા જ ગ્રુપના એક બીજા છોકરાને પ્રેમ કરે છે. તે જે છોકરાને પસંદ કરે છે તે જ્યારે માત્ર છોકરાઓ સાથે હોય ત્યારે બહુ જ તોછડો, ઉદ્ધત અને ઉછાંછળો હોય છે. છોકરીઓની હાજરીમાં તે ડાહ્યો બની જાય છે. આ છોકરો તો મારી ફ્રેન્ડ હાજર ન હોય ત્યારે પાછળથી તેની મજાક પણ ઉડાવે છે. તેનો એક માત્ર પ્લસ પૉઇન્ટ એ છે કે તે અમારા બધામાં પૈસાદાર હોવાથી નાસ્તાપાર્ટી આપવામાં તે આગળ હોય છે. જેને હું પસંદ કરું છું તે બીજા કોઈકને પસંદ કરે એ મારાથી સહન નથી થતું. મારે મારી ફ્રેન્ડને સમજાવવી છે કે ભલે તને પેલા છોકરા માટે પ્રેમ હોય, પણ તે તને પ્રેમ નથી કરતો. તે છોકરી બીજાના પ્રેમમાં છે ત્યારે મારે મારી લાગણી તેને કહેવી જોઈએ ખરી? મારી ફ્રેન્ડ બહુ ભોળી છે. તે કોઈની વાતોમાં આવી ન જાય એ માટે શું કરવું?

જવાબ : અત્યારે કંઈ જ ન કરવું. તમે કંઈ જ કરી શકો એમ પણ નથી. એકતરફી લાગણીઓ વિશે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી બધા પોતપોતાની રીતે ધારણાઓ કરતા રહે છે અને એ વખતે બધા જ મૂંઝાયા કરતા હોય છે. અહીં તમે પણ ધારણાઓમાં રાચો છો અને કદાચ પેલી છોકરી પણ. તમે જે ધારતા હો એ જ થાય એ જરૂરી નથી હોતું અને એટલે જ પરસ્પરની લાગણીઓ વિશે સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે.

આપણે જેને પ્રેમ કરતા હોઈએ તે બીજા કોઈકને ચાહે છે એવું સાંભળીએ ત્યારે ઈર્ષા અને બળતરા થાય એ સ્વાભાવિક રીઍક્શન છે. એવા સમયે ધારી લેવું સહેલું છે કે પેલી છોકરી જેને ચાહે છે તે છોકરો તેને નથી ચાહતો. અથવા તો પેલો છોકરો સારો નથી. અથવા તો પેલા છોકરા કરતાં હું આ છોકરીને વધુ ખુશ રાખી શકું એમ છું. જોકે આપણા માનવા માત્રથી સચ્ચાઈ બદલાતી નથી.

જ્યારે વાયા મીડિયા વાતચીત થાય છે ત્યારે એમાં કમ્યુનિકેશન-ગૅપ રહેવાની શક્યતાઓ વધારે હોય છે. જો તે ખરેખર બીજા યુવક માટે કૂણી લાગણી ધરાવતી હશે તો તમે કશું જ નથી કરી શકવાના, કેમ કે પરાણે પ્રેમ નથી કરાવી શકાતો. પેલા છોકરા વિશે ભૂંડું બોલીને તમે ફ્રેન્ડને પોતાની કરી દેશો એ વિચાર જેટલો ભ્રામક છે એટલો જ ખતરનાક છે.

સાચો પ્રેમ સમજે છે અને સામેવાળા પાત્રને ખુશ જોવા ઇચ્છે છે. આ સ્વીકારવું અઘરું જરૂર લાગશે, પણ જેટલું વહેલું સ્વીકારશો એટલી ઓછી તકલીફ થશે. પેલો છોકરો તેને ચાહે છે કે નથી ચાહતો એ શોધવાની કે સાબિત કરવાની કોઈ જરૂર નથી. એ તમારા માટે જરાય મહત્વનું નથી. જે યુવતીને તમે પ્રેમ કરો છો તેના દિલમાં તમે સ્થાન મેળવી શક્યા છો કે નહીં એ જ વધુ મહત્વનું છે. 

Comments (1)Add Comment
...
written by Buddy, May 14, 2018
Beautiful explanation, Sejal
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy