યંગ એજમાં બહુ ભૂલો કરી છે અને હવે હું કેમેય પાસ્ટ ભૂલી નથી શકતી

અંગત કારણોસર હું મારી વિશેષ માહિતી નહીં આપી શકું, પરંતુ મને અત્યારે ખૂબ જ ગૂંગળામણ થાય છે અને એમાંથી બહાર નીકળવાનો જો કોઈ રસ્તો બતાવી શકશો તો હું તમારી આભારી રહીશ.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : અંગત કારણોસર હું મારી વિશેષ માહિતી નહીં આપી શકું, પરંતુ મને અત્યારે ખૂબ જ ગૂંગળામણ થાય છે અને એમાંથી બહાર નીકળવાનો જો કોઈ રસ્તો બતાવી શકશો તો હું તમારી આભારી રહીશ. યંગ એજમાં જ મેં એટલીબધી ભૂલો કરી નાખી છે કે હવે જીવનમાં કોઈ પણ ડગલું ભરતાં ડર લાગે છે. હું કૉલેજમાં હતી ત્યારે પણ મેં અપરંપાર ભૂલો કરી છે. બે બૉયફ્રેન્ડ સાથે બધી જ હદો પાર કરી અને બન્ને મને છોડી ગયા. નોકરીએ લાગ્યા પછી પણ પ્રોફેશનલ અને અંગત લાઇફમાં આ જ ભૂલોનો સિલસિલો ચાલુ રહ્યો. ત્રણ નોકરીઓ બદલી છે અને હવે હાલમાં એકદમ ઍવરેજ જગ્યાએ નોકરી કરું છું. મારી ભૂલો માટે હું કોઈનેય જવાબદાર ઠેરવી શકું એમ નથી. ïહવે મને ખૂબ જ ડર લાગે છે કે મારાથી કંઈ ખોટું થઈ જશે તો? ઇન ફૅક્ટ, હવે મને પાસ્ટ વિશે વિચારું છું તોય કમકમાં આવી જાય છે. ભૂતકાળ ડરામણો હોય ત્યારે એને ભૂલી જવામાં જ સાર છે. મારે પણ એ ભૂલવો છે, પરંતુ કેમેય ભૂલી શકાતો નથી. ભૂતકાળનો ઓછાયો કેમેય છૂટતો નથી. વારેઘડીએ મારી ભૂલો યાદ આવે છે અને હું ખિન્ન થઈ જાઉં છું. તમે જ કંઈક કહો કે ભૂતકાળને ભૂલવા માટે શું કરું?

જવાબ : ભૂલો તો દરેક જીવંત વ્યક્તિથી થાય. જે વ્યક્તિ કંઈક કામ કરે છે, કંઈ કરી કે ન કરીને પણ જીવે છે, પોતાની જાતે જીવનના નિર્ણયો લે છે કે નથી લેતી એ તમામથી ભૂલ થઈ શકે છે. માત્ર જેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયો છે એવું શબ જ ભૂલ ન કરે. તમારાથી ભૂલો થઈ એ તમે જીવો છો એની ખાતરી છે. એ ભૂલોમાં તમારો વાંક હતો એ તમે જોઈ શકો છો. એ તમને એક સજાગ અને સભાન હ્યુમન બીઇંગ બનાવે છે. એટલું યાદ રાખજો કે ભૂતકાળની ભૂલોના ભારને માથે ઊંચકીને ફરવા જેવડી મોટી ભૂલ એકેય નથી. એનાથી તમે વર્તમાનને પણ બગાડો છો.

દુનિયામાં કેટલાય લોકો એવા છે જેઓ પોતાની ભૂલને કારણે મુસીબતમાં મુકાયા હોવા છતાં એની જવાબદારી બીજાના માથે થોપે છે. તમે એટલા જવાબદાર અને નિષ્ઠાવાન તો છો કે તમારાં કર્મોની જવાબદારી તમે જાતે ઉઠાવવા માગો છો. સો બી પૉઝિટિવ.

હવે વાત છે ભૂતકાળની ભૂતાવળમાંથી મુક્ત થવાની. સૌથી પહેલાં તો કાગળ-પેન લો. એક કાગળમાં તમે શું-શું ભૂલો કરી એ લખો. બીજા કાગળમાં એ ભૂલોમાંથી શું શીખવા જેવું હતું એ લખો. ખૂબ શાંતિથી ચિંતન-મનન કરીને આ કામ કરો. જરૂર પડ્યે એક દિવસની રજા લઈને એકાંતમાં ચાલ્યા જાઓ. ભૂલોની યાદીનો કાગળ સળગાવી દો અને શીખવા જેવી વાતોની યાદી પર ધ્યાન કેãન્દ્રત કરો. બસ, એટલું નક્કી કરો કે જે શીખ ભૂતકાળની આ ભૂલોમાંથી મળી છે એ કદી રિપીટ નહીં કરો. ભૂલો કરવી એ ગુનો નથી, એકની એક ભૂલ વારંવાર રિપીટ કર્યા કરવી એ ગુનો છે.

તમારા ઘરમાં એક ગંદી ફૂલદાની પડી છે એ તમારે કાઢી નાખવી છે તો તમે શું કરશો? જ્યાં સુધી એને ઉઠાવીને કચરાપેટીમાં નહીં નાખો ત્યાં સુધી તમે લાવેલી નવી ફૂલદાની ત્યાં કેવી રીતે ગોઠવાવાની? એવું જ ભૂતકાળનું છે. એને ભૂલીને તમે વર્તમાનમાં એવી હકારાત્મક પળો પેદા નહીં કરો તો જૂની યાદો અડ્ડો જમાવીને બેસી જ રહેશે. ઊઠો અને વર્તમાનના પડકારોને ઝીલીને ભવિષ્ય માટે પૉઝિટિવ યાદો ક્રીએટ કરવામાં લાગી પડો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy