ફોઈજી સાસુને એકલવાયું ન લાગે એ માટે બધું કરી છૂટવા છતાં હું જ ખરાબ દેખાઉં છું

મારા પતિ અને મારા બે દીકરા એમ હયોર્ભર્યો સંસાર છે. સાસુ-સસરા પણ સારાં અને સમજું છે. ક્યારેક એક્સ્ટેન્ડેડ ફૅમિલી તરફથી તકલીફો આવે છે.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
ભગવાનની દયાથી હું, મારા પતિ અને મારા બે દીકરા એમ હયોર્ભર્યો સંસાર છે. સાસુ-સસરા પણ સારાં અને સમજું છે. ક્યારેક એક્સ્ટેન્ડેડ ફૅમિલી તરફથી તકલીફો આવે છે. એ વિશે વાત કરવી છે. પરિવારમાં પરસ્પર ક્યારેક બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવીએ અને આપણે નમતું જોખીએ તો સંબંધો સચવાઈ જતા હોય છે એ વાત હું અને મારા પતિ સમજીએ છીએ. જોકે તકલીફ એ છે કે અમારી સહાનુભૂતિને લોકો પોતાનો હક માનીને અધિકાર કરવા આવી જાય છે. વાત એમ છે કે મારાં ફોઈજી સાસુ ડિવૉર્સી છે. લગ્નના લગભગ દોઢેક વર્ષમાં જ તેઓ છૂટાં થઈ ગયેલાં. ભણેલાં-ગણેલાં હોવાથી તેઓ નોકરી કરીને પગભર થઈ ગયાં. તેઓ મારાં દાદાજીસસરા સાથે રહે છે. અમે હંમેશાં ઘરમાં કોઈ પણ નાનો-મોટો પ્રસંગ હોય તો તેમને બોલાવીએ જ. તેઓ એકલાં પડી ન જાય એ માટે અમારો પરિવાર જ્યારે પણ બહાર ફરવા જાય ત્યારે તેમને પણ સાથે લઈ લેતા. જોકે હવે છોકરાઓ મોટા થયા એટલે તેમને ગમે એવી જગ્યાએ ફરવા જવું પડે. એ જગ્યા ફોઈજીને ન ગમે એટલે તેઓ સાથે ન આવે. પછી જ્યારે અમે બાળકોને મૂકીને અમારા ફ્રેન્ડ્સ સાથે બહાર જતા હોઈએ ત્યારે તેમને સાથે આવવું હોય. અમે ના પાડીએ તો તેઓ હર્ટ થઈ જાય અને દિવસો સુધી બોલવાનું બંધ કરી દે. બહુ મનાવીએ એટલે જાણે ઉપકાર કરતાં હોય એમ વાત કરતાં થાય. તેમને સરઆંખો પર રાખવા છતાં તેઓ સમાજમાં મારા વિશે ઘસાતું બોલે છે. હકીકત એ છે કે અમારા આખા પરિવારમાંથી કોઈનીયે વહુ તેમને મારા જેટલું નથી રાખતી. તેઓ એકલાં ન પડી જાય એની ચિંતા હું જ એકલી કરું છું. બીજા કોઈએ આજદિન સુધી તેમને કદી ભાવ પૂછ્યો નથી. એમ છતાં હું જ ખરાબ બનું છું. ભલાઈનો જમાનો જ નથી રહ્યો એવું લાગે છે. આવી વ્યક્તિ સાથે ડીલ કઈ રીતે કરવું એ જ સમજાતું નથી. 

જવાબ :
તમારી મૂંઝવણ વાજબી છે. અમુક ઉંમર પછી સિંગલ રહેતી વ્યક્તિઓ સાથે ડીલ કરવું મુશ્કેલ બની જાય છે. હમઉમ્ર જ નહીં, પોતાનાથી નાની વયનાં યુગલોને હર્યુંભર્યું પારિવારિક જીવન જીવતાં જોઈને તેમને પોતાના જીવનમાં અજીબ પ્રકારનો ખાલીપો મહેસૂસ થતો હોય છે. તેઓ તીવþતાથી હૂંફ અને પરિવારની ભાવના ઝંખતા હોય છે. આવા સંજોગોમાં જ્યાંથી તેમને સહાનુભૂતિ મળે એ ડાળ પર તેઓ લટકી પડે છે. તમારા પરિવારમાંથી તમે જ તેમની આ લાગણીને સમજી શકો છો અને તેમના પ્રત્યે અનુકંપા ધરાવો છો. એટલે તેઓ તેમના ખાલીપાને ભરવાની જવાબદારી તમારા પરિવારની છે એવું સમજી બેસે છે. જોકે આ લૉન્ગ ટર્મ સૉલ્યુશન નથી. એકલવાયા લોકોને પંપાળીને હૂંફ આપીને તેઓ એકલતા ન અનુભવે એવું કરવા કરતાં તેમને સ્વતંત્રપણે પોતાની જિંદગી જીવીને એમાંથી ખુશી લેતા કરવા જોઈએ. દર વખતે તમે તેમને કંપની આપશો તો તેમને તમારા પરિવારની કંપનીની આદત પડી જશે. એને બદલે તેમને પોતાના આગવા મિત્રોનો પરિવાર બનાવવામાં મદદ કરો. તેઓ તેમના હમઉમ્ર મિત્રો સાથે સમય ગાળે, ફરે અને જીવનને માણે એવું કરવું જરૂરી છે. તેઓ જ્યાં જૉબ કરતા હોય ત્યાંના સ્ટાફના ફ્રેન્ડ્સ, તેમના સ્કૂલના જૂના મિત્રો, સોસાયટીમાં સાથે રહેતા હમઉમ્ર લોકો સાથે તેઓ હળેભળે અને દોસ્તી માણે એવું કંઈક કરવું જોઈએ. એનાથી તેમને ખુશી પણ વધુ મળશે અને તેઓ વધુ કૉન્ફિડન્ટ ફીલ કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy