પતિ ચોરીછૂપીથી પૉર્ન-ક્લિપ્સજોવાની આદત ધરાવે છે, પરંતુહજી મને એનો પુરાવો નથી મળ્યો

તેને સ્માર્ટફોન પર પૉર્ન-ક્લિપ્સ જોવાની આદત પડી છે

wife




સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારાં લગ્નને નવ વર્ષ થયાં છે. અમે બન્ને વર્કિંગ છીએ અને મૉડર્ન વિચારધારા ધરાવીએ છીએ. મારી સમસ્યા કોઈનેય કહેવાય એવી નથી. હું છેલ્લાં બે વર્ષથી હસબન્ડના બિહેવિયરથી ખૂબ જ કંટાળી છું. રાધર, મને બહુ શરમ આવે એવું તે કામ કરે છે. પહેલાં અમે ઘરમાં સાથે હોઈએ તો તે હંમેશાં મારી આજુબાજુમાં જ રહેતો, પણ હવે તે ઘરમાં પણ એકાંત શોધતો હોય છે. એનું કારણ એ છે કે તેને સ્માર્ટફોન પર પૉર્ન-ક્લિપ્સ જોવાની આદત પડી છે. તે શું કરે છે એવું પૂછું તો કહે છે ગેમ રમું છું. તેની કંપનીનો ઑફિશ્યલ ફોન છે અને પર્સનલ કોઈ કામ ન હોવા છતાં તેણે અંગત સ્માર્ટફોન વસાવ્યો છે અને એમાં તે મોટા ભાગે એકલો પડે ત્યારે અંદર ગુસપુસ કર્યા કરતો હોય છે. ક્યારેક તો અમારી ઇન્ટિમસી વખતે પણ તેણે કંઈક જોયેલું હોય એવી ઍક્શન કરવાની કોશિશ કરે છે. મારે તેને રંગેહાથે પકડવો છે. મારાથી કશું છુપાવતો નથી એવું બતાવવા તેણે મને પોતાના બન્ને સ્માર્ટફોનના પાસવર્ડ આપી રાખ્યા છે, પરંતુ તે એટલો સ્માર્ટ છે કે તે હંમેશાં ફોનની સર્ચ-હિસ્ટરી ભૂંસી નાખે છે. હું ક્યારેક પિયર ગઈ હોઉં ત્યારે તેનો ફોન આખો દિવસ બિઝી આવે. પાંચ વાર ફોન કર્યા પછી તે ઉપાડે ત્યારે કહે કે બસ એમ જ મિત્રો સાથે ગપ્પાં મારતો હતો. મને ખબર છે કે તેને કોઈ એવા પર્સનલ દોસ્તો નથી જેની સાથે તે લાંબી વાતો કરતો હોય. હવે તો હું તેની આ છૂપી પ્રવૃત્તિઓથી તંગ આવી ગઈ છું. હવે તો મને લાગે છે કે કદાચ તે ઍડિક્ટ થઈ ગયો છે. પરિવારમાં કોઈને કહેતાંય શરમ આવે છે. શું આ ગ્રાઉન્ડ પર મારે છૂટાછેડા જોઈતા હોય તો મળે? 

જવાબ : આ ગ્રાઉન્ડ પર શું લીગલ ઍક્શન લેવાય એ માટે તો ફૅમિલી-કોર્ટના લૉયરની સલાહ લેવી જોઈએ. બાકી, પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને તમે ઑલરેડી સંબંધોનો અંત આણી ચૂક્યાં છો. જ્યારે પણ સંબંધોમાં શંકા અને અવિશ્વાસ પેદા થાય ત્યારે સૌથી પહેલાં એ વિચારવું જોઈએ કે જે-તે બાબત એટલી ગંભીર છે ખરી કે જેને માટે તમે તમારા સૌથી મહkવના સંબંધને તોડવા તૈયાર થઈ જાઓ? બીજું, શું આ બાબત એવા તબક્કે પહોંચી ચૂકી છે જ્યાંથી કોઈ કાળે સંબંધને જાળવી શકાય એમ નથી? તમે બહુ જ અકળાયેલાં છો એ સમજાય છે, પરંતુ કોઈ પણ નિર્ણય હંમેશાં શાંત ચિત્તે જ લેવાય એટલું યાદ રાખો.

તમે અહીં જે પણ વાતો અને ઘટનાઓ રજૂ કરી છે એમાં હકીકત કરતાં તમારી શંકા વધુ પ્રબળ છે. તમે આજદિન સુધી તમારા પતિને ‘રંગેહાથ’ પકડી નથી શક્યાં. એમ છતાં તમને તેઓ પૉર્ન જુએ છે એવી શંકા છે. શું તમે એકેય વાર તમારી આ શંકા ખોટી હોઈ શકે એવી શંકા કરી છે? બીજું, ધારો કે એક વાર માની લઈએ કે તેઓ એ ક્લિપ્સના રવાડે ચડી ગયા છે. તો શું એક જીવનસાથી તરીકે તમે ક્યારેય આ વિશે શાંતિથી વાત કરી છે? શું પતિ કોઈ વિકૃતિ સંતોષવા માટે આમ કરે છે કે પછી તેને જાતીય જીવનમાં કશુંક ખૂટતું લાગતું હોવાથી એની પૂર્તિ માટે આ રસ્તો અપનાવે છે? પૉર્ન જોવાને ગુનો માનીને તેમને ગુનેગારના કઠેડામાં ઊભા રાખી દેવાને બદલે જીવનસાથીની જરૂરિયાતોને સમજવાની કોશિશ કરવાથી બની શકે કે તમે જેને ‘આદત’ પડી ગયેલી માનો છો એ જો હોય તો એને દૂર કરવામાં પણ તમે જ ભાગ ભજવી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK