હું આખાબોલી છું જ્યારે મારો બૉયફ્રેન્ડ અંતમુર્ખી છે, તેની જેમ પરિવારમાં બધાથી દબાયેલા રહેવાનું મને નહીં ફાવે

હું છેલ્લાં ત્રણ વર્ષથી એક યુવકને પ્રેમ કરું છું. જોકે અમારા બન્નેના સ્વભાવમાં આસમાન-જમીનનો ફરક છે.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું છેલ્લાં ત્રણ વર્ષથી એક યુવકને પ્રેમ કરું છું. તેણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને ધંધાની સૂઝબૂઝ સારી છે. જોકે અમારા બન્નેના સ્વભાવમાં આસમાન-જમીનનો ફરક છે. તે ધીરગંભીર હોય છે અને હું ચંચળ. કદાચ આ જ કારણસર અમે એકમેક તરફ આકર્ષાયાં હતાં. જોકે અમારા શોખના વિષયો મળતા આવે છે એટલે કામની બાબતમાં અમે કૉમ્પ્લીમેન્ટરી છીએ. હું ખૂબ જ ડૉમિનન્ટ છું અને મને ચીજો મારી રીતે થાય એ ગમે છે, જ્યારે તે દરેક વાતમાં કૉમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય છે. નવાઈની વાત એ છે કે તેને કૉમ્પ્રોમાઇઝ કરવાનું દુ:ખ પણ નથી હોતું. એ જ કારણસર અમારી વચ્ચે ક્યારેય ઝઘડો થતો જ નથી. મને એમ કે પ્રેમને કારણે તે આવું કરે છે, પણ એવું નથી. તેનો સ્વભાવ જ એવો છે અને ઘરમાં પણ તે આવો જ છે. તેના પપ્પા લિટરલી દાદાગીરી કરે છે, પણ મારો બૉયફ્રેન્ડ એ ચલાવી લે છે. તેને એ વિશે પૂછું તો કહે છે કે ઘરમાં શું કરવું અને શું નહીં કરવું એ બાબતે તેમના આગ્રહોને હું ચલાવી લઉં છું, પણ મારી કરીઅર અને મારી અંગત જિંદગીની બાબતમાં હું મારી મરજી જ ચલાવું છું. મેં તેને કદી ઊંચા અવાજે બોલતો સાંભળ્યો નથી. સાંભળવામાં આ વાત સારી લાગે છે, પણ તેના આ વલણનો તેના ઘરમાં ગેરફાયદો ઉઠાવાઈ રહ્યો છે એની તેને સમજ નથી પડતી. ઘરની કોઈ પણ બાબતમાં તેને પૂછવામાં નથી આવતું. તે સામે ચાલીને કંઈ કહે તો એ સ્વીકારાતું હશે કે નહીં એની મને નથી ખબર. લગ્ન પછી મારે સાસરામાં આ રીતે સાંભળી-સાંભળીને જ રહેવાનું હોય તો હું ગૂંગળાઈ જાઉં. મેં તેને કહ્યું કે આવું રહ્યું તો મારે ફરીથી વિચારવું પડશે. તો મને કહે છે કે તારે મને બદલાવાનું ન કહેવું અને હું તને બદલાવાનું ન કહું એટલું સ્વીકાર્ય હોય તો જ લગ્ન કરીએ. 

જવાબ : બે ભિન્ન સ્વભાવની વ્યક્તિઓ એકમેક તરફ આકર્ષાય એ સ્વભાવિક છે. જોકે જો બન્ને વ્યક્તિ એકમેકની ભિન્નતાને સ્વીકારીને એકમેકના પૂરક બને તો એ શ્રેષ્ઠ સંબંધ બની શકે, પણ જ્યારે બન્ને કે બેમાંથી કોઈ એક બીજાને બદલવાની કોશિશ કરવા માંડે ત્યારે બન્નેનું જીવન દોજખ જેવું બની જાય. તમારો અને તમારા બૉયફ્રેન્ડનો સ્વભાવ જુદો છે અને એ આમ જ રહેશે. જો એ તમે સ્વીકારી ન શકતાં હો તો ખરેખર તેણે કહ્યું એમ તમારે ફેરવિચારણા કરી લેવી જોઈએ. બન્નેના સ્વભાવનાં સારાં પાસાં પણ છે અને ખરાબ પણ. હંમેશાં સામો જવાબ આપવાથી કે આખાબોલા થવાથી તમારો કક્કો ખરો કરી શકાતો નથી. તો બીજી તરફ સામો જવાબ આપવા કે પોતાની વાત જ સાચી ઠેરવવાનો આગ્રહ ન રાખવો એ પણ દરેક વખતે સાચું નથી. અલબત્ત, તે કંઈ સામો જવાબ નથી આપતો એનો મતલબ તે પપ્પાથી દબાઈ રહ્યો છે એવું માનવાની જરૂર નથી. એટલે જ તેને ‘તારે પપ્પાને જવાબ આપતાં શીખવું પડશે’ એવી ચડામણી કરવાની જરૂર નથી.

દરેક વ્યક્તિની પોતાની પ્રકૃતિ હોય છે. કોઈ સામે બોલીને પોતાનું ધાયુંર્ કરાવે છે તો કોઈ વગર બોલ્યે પોતાને જે ઠીક લાગે છે એ કરે છે. જ્યારે બન્ને વ્યક્તિ એકમેકની ભિન્નતાને રિસ્પેક્ટ કરી શકતી હોય તો જ એ લગ્નસંબંધ પૂરક બને છે. સામેવાળાને બદલી કાઢીશું એવી ભ્રમણાના પાયે શરૂ થયેલાં લગ્નો બન્ને પક્ષે પારાવાર દુ:ખ આપે છે એટલું યાદ રાખજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy