પતિ લગ્ન પહેલાં અને પછી પણ સાવ અનરોમૅન્ટિક છે, ક્યારેક તો લાગે છે કે તેમને મારામાં રસ નથી

મારાં અરેન્જ્ડ મૅરેજ થયાં છે. લગભગ અઢી વર્ષ પૂરાં થશે. હું પહેલેથી જ ઘણી ઑથોર્ડોક્સ વિચારની હતી એને કારણે લગ્ન પહેલાં લવઅફેરમાં પડી નહોતી.

womanસેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારાં અરેન્જ્ડ મૅરેજ થયાં છે. લગભગ અઢી વર્ષ પૂરાં થશે. હું પહેલેથી જ ઘણી ઑથોર્ડોક્સ વિચારની હતી એને કારણે લગ્ન પહેલાં લવઅફેરમાં પડી નહોતી. ઇન ફૅક્ટ, મારા મનમાં લગ્ન પછીના સંબંધ વિશેની ઘણી ગુલાબી લાગણીઓ હતી અને હું એ કલ્પનામાં જ ખુશ થતી રહેતી. તમે કહો છો કે લગ્ન પહેલાં બધું ગુલાબી હોય છે પણ લગ્ન પછી બધું બદલાય છે. જોકે મારે માટે તો લગ્ન પહેલાં પણ અમારી વચ્ચે કશું રોઝી-રોઝી નહોતું. તેઓ ખૂબ જ અનરોમૅન્ટિક હતા અને હજીયે છે. મને હતું કે લગ્ન પછી સંબંધો ઑફિશ્યલ થયા પછીથી તેઓ ખૂલશે, પણ એવું નથી. હું બીજાં નવપરિણીત યુગલોને જોઉં છું તો બહુ જ ઈર્ષા આવે છે. કેટલીયે જીદ કરું એ પછીથી તેઓ ફિલ્મ જોવા આવે. તેમની ફિલ્મોની પસંદગી પણ બહુ અનરોમૅન્ટિક હોય. મને તો ક્યારેક લાગે કે તેઓ મને પ્રેમ કરતા જ નથી. શરૂઆતમાં તો હું તેમને બ્લેકમેઇલ કરતી અને જો મને પ્રેમ કરતા હો તો આટલું તો કરવું જ પડશે એમ કહીને તેમને શૉપિંગ કરવા અને ફિલ્મ જોવા સાથે લઈ જતી. હવે મને જ મન નથી થતું. હું સમજું છું કે તેઓ મને પ્રેમ નથી કરતા એવું નથી, પરંતુ મને જે ગમે છે એ તેમને કરવું ગમતું જ નથી. હું તેમના માટે રાતે જમવાની રાહ જોઉં તો કહે કે એવું નહીં કરવાનું, સમયસર ખાઈ લેવાનું. આ બાબતે અમારી વચ્ચે મીઠા ઝઘડા થયા કરે છે, પણ મને લાગે છે એ ઝઘડાને કારણે અમારી વચ્ચે અંતર વધી રહ્યું છે.

જવાબ : તમે બધું જ સમજો છો, માત્ર જે સમજો છો એનો સ્વીકાર નથી કરી શકતાં. તમને સમજાઈ ગયું છે કે તમારા પતિ એક્સ્પ્રેસિવ નથી, એમ છતાં તમે ઇચ્છો છો કે તમારી જેમ તેઓ પણ એક્સ્પ્રેસ કરે જ કરે. તમને રોમૅન્ટિક ડેટ પર જવું ગમે છે, પણ તેમને એવું કરવું ગમતું નથી. તમને તેમની સાથે ડિનર લેવા માટે રાહ જોવી ગમે છે, પણ તમે મોડા સુધી ભૂખ્યા રહો એ તેમને ગમતું નથી. હવે મને કહો જોઈએ તમે રાતના દસ વાગ્યા સુધી તેમની રાહ જોતાં ભૂખ્યાં બેસી રહો અને પછી ભૂખને કારણે તેઓ મોડા કેમ આવ્યા એ બાબતે ચીડાઈને ઝઘડો કરી બેસો એમાં કેટલો પ્રેમ છે? પછી ભલેને તમે એક થાળીમાં બેસીને જમો તોપણ ઝઘડાને કારણે તમે પોતે તો સ્ટ્રેસમય થાઓ જ છો સાથે પતિને પણ સ્ટ્રેસમય બનાવો છો.

રોમૅન્ટિક કલ્પનાઓમાં જ્યાં સુધી તમે એકલાં હતાં ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ જ્યારે તમારી કલ્પનાઓને સાકાર કરવા માટે હંમેશાં બીજી વ્યક્તિ તમારી કલ્પના મુજબ વર્તે એવી અપેક્ષા જોડાય એ વાજબી નથી. ધારો કે તમારા પતિ તમને કહે કે તું ફલાણું કરે તો જ મને સુખ મળે અને એ તમને ન ગમતી બાબત હોય તો તમે ક્યાં સુધી એ કરતાં રહેશો? પતિ પરાણે તમારી શૉપિંગની બૅગો ઉપાડીને તમારી પાછળ ફરતો રહે અને તેઓ શૉપિંગમાં રસ નથી લેતા એ બાબતે ઝઘડ્યા કરો એના કરતાં તો એ સારું નહીં કે તમે તમારી બહેનપણી સાથે શૉપિંગ મનભરીને માણો અને ખુશખુશાલ હો ત્યારે પતિ સાથે શાંતિનો સમય ગાળો.

પતિ ફલાણું કરે તો જ તેઓ રોમૅન્ટિક છે અથવા તો તમારામાં રસ છે એવી માન્યતા જ્યાં સુધી પકડી રાખશો ત્યાં સુધી આ સમસ્યા રહેવાની જ.

Comments (1)Add Comment
...
written by Buddy, August 13, 2018
I think Sejal, for a wife some exceptions of expression of love are natural and justified. Husband can become little more expressive in this case.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK