દીકરાની ચડામણીથી પત્ની મારા પેન્શનમાં ભાગ માગે છે, આવા સંજોગોમાં શું કરવું?

હું ૬૮ વર્ષનો નિવૃત્ત છું. ગવર્નમેન્ટ જૉબ કરતો હતો અને હાલમાં મને માસિક આઠ હજાર રૂપિયા પેન્શન મળે છે.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું ૬૮ વર્ષનો નિવૃત્ત છું. ગવર્નમેન્ટ જૉબ કરતો હતો અને હાલમાં મને માસિક આઠ હજાર રૂપિયા પેન્શન મળે છે. બોરીવલીમાં મારા નામની એક રૂમ છે પણ એમાં હાલમાં મોટો દીકરો તેના પરિવાર સાથે રહે છે. વિરારમાં મારા ભાઈની એક રૂમ છે ત્યાં હું રહું છું. ભાઈ સિંગલ હતો અને તેની પાછળ કોઈ નહોતું. હાલમાં તેનું મૃત્યુ થતાં એ રૂમ પણ મારા નામે કરી ગયો છે. ટૂંકમાં રહેવા માટે માથે છત છે, પરંતુ રોજિંદી જરૂરિયાતો માટે હાથ તંગ રહ્યા કરે છે. એવામાં મારી પત્ની સાથે હમણાંથી બહુ માથાઝીંક રહ્યા કરે છે. વિરારમાં અમે બન્ને બધું કામ જાતે કરીએ છીએ અને પત્નીથી કામ થતું ન હોવાથી તેને અગવડ પડે છે. બન્નેની દવાઓના ખર્ચા અને રાશનપાણીનો ખર્ચ કાઢતાં અમને કામવાળી નથી પરવડતી. મારે દીકરાના ઘેર નથી જવું અને તેને અવગડ નથી વેઠવી. એ જ કારણોસર તે બોરીવલીમાં મોટા દીકરાને ત્યાં રહેવા જતી રહી છે. વિરારમાં નાનો દીકરો રહે છે તે એક ટંકનું ખાવાનું મને મોકલી આપે છે અને એક ટંકનું હું જાતે કરી લઉં છું. જ્યારથી પત્ની બોરીવલી રહેવા ગઈ છે ત્યારથી મોટો દીકરો મારા પેન્શનમાં ભાગ માગે છે. પત્નીના દવાદારૂનો ખર્ચ હું આપી દઉં છું, પણ એ સિવાય બીજો ખર્ચ કરવાનું મને પરવડે એમ નથી. દીકરાએ મારી વાઇફને ચડાવી છે અને હવે વાઇફ મારા પેન્શનમાં હિસ્સો માગે છે.

જવાબ : કાયદાકીય રીતે જોઈએ તો તમારી કોઈ પણ આવક પર તમારી પત્નીનો પણ હક તમારા જેટલો જ હોય. જોકે જીવનની ઢળતી ઉંમરે જ્યારે પતિ-પત્નીએ એકબીજાની હૂંફમાં જીવન પસાર કરવાનું હોય એવા સમયે તમારી પત્ની તમારી વિરુદ્ધ કેમ આવી ડિમાન્ડ કરે છે એ સમજવાનો વિષય છે. શું તમારી પત્ની ઘરનું કામ અને જવાબદારી નથી ઉઠાવી શકતી એટલા માટે જ મોટા દીકરાને ત્યાં રહેવા જતી રહી છે? પાછલી ઉંમરે પત્ની કેમ તમારી સાથે ન રહીને દીકરા સાથે રહેવા માગે છે? આ વાત એટલી સાદી નથી જણાતી જેટલી તમે માનો છો. ક્યાંક કોઈક ત્રીજી વ્યક્તિની ચડામણી એમાં કારણભૂત હોઈ શકે છે.

પહેલાં દીકરાએ પેન્શનમાં ભાગ માગ્યો અને હવે પત્ની માગે છે મતલબ કે દીકરાની ચડામણીથી પત્ની હવે એવું કરે છે. મને એવું લાગે છે કે તમારે પત્નીને દીકરાઓની આ ચાલબાજી સમજાવવી જોઈએ. જો તમે બે જણ એક થઈને રહેશો તો તમારા દીકરાઓ તો ઠીક, દુનિયાની કોઈ તાકાત તમને પરેશાન નહીં કરી શકે.

પાછલી ઉંમરમાં એકમેકની સાથે બને એટલી સહૃદયતા અને સમજણ હોય તો જીવન પણ હૂંફાળું બને છે. પરસ્પરના ગમા-અણગમા અને અનુકૂળતાને સમજીને તમે મ્યુચ્યુઅલી નક્કી કરો કે બન્નેએ સાથે જ રહેવું. ક્યાં રહેવું અને કેટલું રહેવું એ પણ સાથે જ નક્કી કરો. પત્નીને આ માટે કોઈ પ્રકારની તકલીફ હોય તો ચર્ચા કરીને એનો ઉકેલ લાવો. 

જો તમારો દીકરો માને રાખવા માટે થઈને તમારા પેન્શનમાં ભાગ માગતો હોય તો પહેલાં તેને તમારા ઘરમાં રહેવા માટે તેનું ભાડું ચૂકવવા કહો. પેરન્ટ્સ પાસેથી હંમેશાં બધું મેળવ્યા જ કરવાની જેમની આદત હોય છે તેમને પોતે પેરન્ટ્સ પાસેથી કેટલું લઈ ચૂક્યા છે એનું ભાન નથી હોતું. આ ઉંમરે સંતાનો સામે કડક થવાનું ન ફાવે એ સમજી શકાય છે, પરંતુ જે મિલકત તમારી છે એમાંથી તમને યોગ્ય વળતર મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં શું વાંધો છે? આ વિકલ્પ છેક છેલ્લા શસ્ત્ર તરીકે વાપરવો. તમારે ઘડપણને જાળવવા માટે તમારી બન્ને પ્રૉપર્ટીઓ અને તમારી બચત બન્નેની જાળવણી કરવી પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK