પપ્પાના ગયા પછી મમ્મી ભાઈને વધુ મહત્વ આપીને મારી સાથે ઓરમાયું વર્તન રાખે છે

આજના જમાનામાં દીકરા-દીકરી વચ્ચેનો ભેદ હજીયે બરકરાર છે. લોકો કહેતા હોય છે કે પુરુષને દીકરો જોઈતો હોય છે, પણ મારે ત્યાં હકીકત જુદી છે.

woman1

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ: આજના જમાનામાં દીકરા-દીકરી વચ્ચેનો ભેદ હજીયે બરકરાર છે. લોકો કહેતા હોય છે કે પુરુષને દીકરો જોઈતો હોય છે, પણ મારે ત્યાં હકીકત જુદી છે. મારા પપ્પા હયાત હતા ત્યારે તેમણે મને ખૂબ લાડ કર્યાં, પણ તેમના ગયા પછી મારી મમ્મીનું ઓરમાયું વર્તન શરૂ થઈ ગયું. મારે ફૅશન-ડિઝાઇનર બનવું હતું ને પપ્પા એ માટે કંઈ પણ કરવા તૈયાર હતા, જ્યારે મમ્મીને મારાં અરમાનોની પડી જ નથી. પપ્પા ત્રણ વર્ષ પહેલાં અકસ્માતમાં ગુજરી ગયા. મારો નાનો ભાઈ, હું અને મમ્મી એકલાં જ રહી ગયાં. એ પછી મારી મમ્મીએ મને નહીં, મારા નાના ભાઈને જ સાચવ્યા કર્યો. હું ગ્રૅજ્યુએટ થઈ ગઈ છું અને મારે ફૅશન-ડિઝાઇનિંગમાં ઍડ્મિશન લેવું હતું, પણ મમ્મીએ ઘસીને ના પાડી દીધી. જ્યારે મારા નાના ભાઈને ભણાવવા વર્ષે દોઢ-બે લાખનો ખર્ચ થાય છે અને હજીયે પૈસાની બચત થાય છે એ જોઉં છું. મમ્મી કહે છે કે ફૅશનની લાઇનમાં બહુ ખચોર્ કરવો પડે, જે આપણે ન કરી શકીએ. તેને ફૅશન-ડિઝાઇનિંગ એક ઊતરતું કામ પણ લાગે છે જ્યારે મને અકાઉન્ટ્સના આંકડા ગણ્યા કરવાનું જરાય ગમતું નથી. એવું નથી કે તેની પાસે પૈસા જ નથી, પણ તેને મારી પાછળ વધુ પૈસા નથી ખર્ચવા.

જવાબ: તમે કહો છો કે મમ્મી તમને, તમારા વિચારોને અને સપનાંઓને નથી સમજતી. કદાચ એ સાચું પણ હશે. પણ મને એક વાતનો જવાબ આપશો કે તમારા પપ્પા ગયા પછી મમ્મી એકલે હાથે ઘર કેવી રીતે ચલાવે છે અને તમને બન્ને ભાઈ-બહેનને કેવી રીતે ભણાવે છે એ વિશે વિચારવાની ક્યારેય તમે તસ્દી લીધી છે? પરિવાર, બાળકોનું ભણતર, આર્થિક જવાબદારીઓ એ બધું જ એકલપંડે તમારી મમ્મી સંભાળી રહી છે. તમે ગ્રૅજ્યુએટ થઈ ગયાં છો એટલે વીસ-એકવીસ વર્ષનાં તો હશો જ. શું તમે મમ્મીની મુશ્કેલીઓ, તેનાં સપનાંઓ વિશે વિચારીને તેનો સપોર્ટ બનવું જોઈએ એવું ક્યારેય વિચાર્યું?

ઘરમાં આર્થિક તંગી હોય હોય કે ન હોય, મમ્મીએ તમને આટલું ભણાવીને મોટાં કર્યાં એ જ પૂરતું નથી શું? જેમ તમારી માથે પિતાનું છત્ર નથી તો તમને ઓછું આવે છે તો જે સ્ત્રીને પતિના સાથ વિના ઘર-પરિવારની જવાબદારી ઉઠાવવાની હોય ત્યારે તે મનમાં કેટલું ઝઝૂમતી હશે એ વિચાર કર્યો છે? ધારો કે તમારી મમ્મી પોતાના સ્વાર્થનું વિચારતી હશે કે કદાચ દીકરો તેમને પાછલી ઉંમરે સાચવશે એટલે તેને વધુ ભણાવો કે કાબેલ બનાવો તો એમાં ખોટું શું છે? આ ગણતરી કદાચ ખોટી પણ પડે, પરંતુ તેમને તો એમાં જ સિક્યૉરિટી લાગે છે એ હકીકત છે.

દીકરા-દીકરીના ભેદભાવને વચ્ચે લાવીને દલીલો કરવાને બદલે મમ્મી તમને શા માટે વધુ ખર્ચાળ કોર્સ કરવા માટે ના પાડે છે એનું હાર્દ સમજો. હું માનું છું કે તમે દીકરી છો માટે નહીં પણ તમે હજી પરિવારની પરિસ્થિતિને સમજી નથી શક્યાં માટે તે ના પાડે છે. તમે ગ્રૅજ્યુએટ તો થઈ જ ગયાં છો, તો પછી શા માટે કોઈ નોકરી નથી શોધી લેતાં? એક વાર પગભર થઈ જશો તો પૈસા બચાવી શકશો. એ પછી તમને પાર્ટ-ટાઇમ ભણવામાં કોઈ નડતર નહીં રહે.

દીકરી હોવાથી અમુક-તમુક ચીજો નથી મળતી એવી ફરિયાદ કરવાની આજકાલ ફૅશન થઈ ગઈ છે. જો તમારે ખરેખર તમારાં અરમાનો પૂરાં કરવાં હોય તો મમ્મી, ભાઈને જુદાં ન સમજો. એક પરિવારની જેમ સહિયારાં સપનાં જુઓ, સાથે મળીને એ પૂરાં કરવાં માટે તેમની સાથે મચી પડો.

Comments (1)Add Comment
...
written by Buddy, June 13, 2018
Nice message Sejal, As usual good work.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK