મોટી બહેન ખોટા સંબંધમાં હોય એવું લાગે છે, પણ મારું કહ્યું કાને ધરતી નથી; શું કરવું?

હું ૩૯ વર્ષની વર્કિંગ સિંગલ વુમન છું. પરિવારમાં પપ્પા અને મોટી બહેન છે.

woman

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
હું ૩૯ વર્ષની વર્કિંગ સિંગલ વુમન છું. પરિવારમાં પપ્પા અને મોટી બહેન છે. ભાઈ પરણીને સેટલ થઈ ગયો છે અને વિદેશમાં રહે છે. હું સ્કૂલમાં હતી ત્યારે જ મારાં મમ્મી ઍક્સિડન્ટમાં અવસાન પામ્યાં હતાં. ત્યારથી હું અને મારી બહેન માસી સાથે જ મોટાં થયાં. બહેન મારાથી પાંચ વર્ષ મોટી છે. અત્યાર સુધી તેણે મને ભણાવવા માટે થઈને ખૂબ મહેનત કરી છે. પપ્પા હવે ખૂબ જ અશક્ત અને પથારીવશ છે. મારી બહેને કૉલેજમાં ભણતાં-ભણતાં પણ પાર્ટટાઇમ નોકરી કરી હતી અને પરિવારને સાચવવામાં મહત્વની ભૂમિકા ભજવેલી. બાર વર્ષ પહેલાં તેનાં લગ્ન થયાં અને તેના પતિ સાથે વિદેશ શિફ્ટ થઈ ગઈ. એ પછી હું, ભાઈ અને પપ્પા એકલાં થઈ ગયાં. જોકે દોઢ જ વર્ષમાં તે વિદેશથી પાછી આવી અને છૂટાછેડા લઈ લીધા. ફરીથી તે તેની જ કંપનીમાં કામ કરતા એક માણસ સાથે સંબંધમાં આવી છે. મને લાગે છે કે તે ખોટા સંબંધમાં ફસાઈ છે. તેની જ ઑફિસમાં કામ કરતા સિનિયર સાથે તેને સંબંધો છે. સિનિયર પણ ડિવૉર્સી છે. મારા પપ્પા કહે છે કે તેની સાથે લગ્ન કરી લે, પરંતુ બન્ને લગ્ન નથી કરવા માગતાં. મુંબઈમાં જ તે સિનિયર સાથે લિવ-ઇનમાં રહેવા માગે છે. બહેનનો પાર્ટનર જ્યારે પણ મને મળે છે ત્યારે મોટી બડાશો હાંકતો હોય છે, પણ તેની વાતોમાં સચ્ચાઈ નથી જણાતી. આ વાત બહેનને કઈ રીતે સમજાવવી? અમે બહેનો છીએ, પરંતુ અમારી વચ્ચે એટલો ઇમોશનલ બૉન્ડ નથી કે હું તેને હકથી કોઈ કડવી વાતો કરી શકું. તેને એવું જ લાગે છે કે મને તેનું સારું થાય છે એ પસંદ નથી. મારું તો માત્ર એટલું જ કહેવું છે કે જો તે તને ખરેખર પ્રેમ કરતો હોય તો શા માટે લગ્નનું કમિટમેન્ટ નથી કરતો? ત્યારે મારી બહેન કહે છે કે અત્યારે તો જો તે લગ્ન કરવા માગતો હોય તો પણ જૂના અનુભવને કારણે તેને એમ નથી કરવું. મારે તેને બચાવવા શું કરવું?

જવાબ :
તમારી બહેન તમારાથી પાંચ વર્ષ મોટી એટલે કે ૪૪ વર્ષની છે. તે એક વાર લગ્ન કરીને પસ્તાવામાંથી પસાર થઈ ચૂકી છે. સારી કંપનીમાં જૉબ કરીને આર્થિક રીતે તે પગભર છે. આ ઉંમરે તેને કોઈ સાથીની તીવþ ઝંખના હોય અને તે પોતાનો ઑપ્શન શોધીને સ્વતંત્ર જીવન જીવવા ઇચ્છતી હોય તો તમે કે બીજી કોઈ વ્યક્તિ કશું જ ન કરી શકે. હું અંગત રીતે માનું છું કે અમુક વય પછી ગમે એવા આત્મીય સંબંધો હોય તો પણ વ્યક્તિને પોતાના જીવનના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવી જ જોઈએ. તમે તેમનાં બહેન છો અને પાછો એટલો આત્મીય અને હક જતાવી શકાય એવો સંબંધ નથી ધરાવતાં ત્યારે તમે ચિંતા કરવા સિવાય કશું જ ન કરી શકો.

તમે પોતે પણ સિંગલ અને વર્કિંગ વુમન છો. જરાક તમારા સવાલથી હટીને મારે તમને એ પૂછવું છે કે તમે આ વય સુધી કેમ લગ્ન નથી કર્યાં? અગેઇન, લગ્ન કરવાં કે ન કરવાં એ દરેકની અંગત ચૉઇસ છે. બધા કરે છે એટલે તમારે પણ કરવાં એવું જરાય નથી, પણ ક્યાંક તમે દરેક પુરુષને શંકાની દૃષ્ટિએ જુઓ છો અથવા તો તે દગાબાજ જ હશે એવી ધારણાઓ મનમાં પાળીને તો એ આત્મીય સંબંધથી દૂર નથી રહ્યાંને? આંધળો વિશ્વાસ કરીને કોઈ અજાણી નદીમાં ખાબકી પડવું એ જેટલું જોખમી છે એટલું જ જોખમી શંકાને કારણે તમે નદીમાં ડૂબકી મારવા જ તૈયાર ન થાઓ અને કિનારે બેસી રહો એ પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK