બૉયફ્રેન્ડ સાથે ભાગી જવાની ભૂલ કરેલી એટલે મમ્મી મને નજરકેદ રાખે છે

હું બાવીસ વર્ષની છું. કૉલેજના લાસ્ટ યરમાં ભણતી હતી ત્યારથી એક બૉયફ્રેન્ડ હતો.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું બાવીસ વર્ષની છું. કૉલેજના લાસ્ટ યરમાં ભણતી હતી ત્યારથી એક બૉયફ્રેન્ડ હતો. તે મારી કૉલેજની બહારની શૉપમાં કામ કરતો હતો. અમારી જ્ઞાતિ અલગ હતી, રીતરિવાજો અલગ હતા અને સોશ્યલ સ્ટેટસમાં પણ ઘણો તફાવત હોવાને કારણે અમારા બન્નેના પેરન્ટ્સને વાંધો હતો. અમારા પ્રેમ વિશે મારાં મમ્મી-પપ્પાને ખબર પડી ગઈ હતી. એ વખતે તેમણે મારા બૉયફ્રેન્ડને મળવા પણ બોલાવ્યો હતો. મારી મમ્મી મને કહેતી હતી કે તમે પહેલાં ભણી લો, પછી લગ્ન વિશે વિચારીશું; અત્યારે સારા દોસ્તો બની રહો. જોકે ઘરમાં થતી વાતો પરથી મને ખબર પડી હતી કે મારા પેરન્ટ્સ અમારા સંબંધ માટે રાજી નહોતા, પરંતુ હું કંઈ આડુંઅવળું ન કરું એટલા માટે ભણવા સુધીનો સમય કાઢી લેવા માગતા હતા. મારું ભણવાનું પૂરું થયું એટલે પગભર થવાની વાત આવી. મને લાગ્યું કે આ બધું તેઓ ટાળવા માટે કરી રહ્યા છે એટલે છ મહિના પહેલાં અમે ભાગી જવાનું નક્કી કર્યું. ઘરેથી ભાગીને અમે મધ્ય પ્રદેશના એક ગામમાં છુપાઈ ગયા. અમે એક વીક રહ્યા હોઈશું અને મને ખબર પડી ગઈ કે જેને માટે હું મારા પેરન્ટ્સને છોડીને આવતી હતી તેને ખરેખર મારી કંઈ પડી નથી. મારા બૉયફ્રેન્ડનો ઇરાદો મારા પેરન્ટ્સને બ્લૅકમેઇલ કરવાનો હતો, પરંતુ એ પહેલાં જ તેના પેરન્ટ્સે અમને ખોળી કાઢ્યા. મારી નજર સામે તેને પુષ્કળ માર્યો અને પછી લઈ ગયા. મેં ત્યાંથી પપ્પાને ફોન કર્યો અને તેઓ મને પાછી લઈ આવ્યા. મને લાગે છે કે જે થયું એ સારું થયું. મેં ખોટી વ્યક્તિની પસંદગી કરી હતી. એમ છતાં મારે એક વાર તેની સાથે વાત કરવી છે. હજી હું પૂરેપૂરું તેને ભૂલી નથી શકતી. મેં તેનો કૉન્ટૅક્ટ કર્યો, પણ તેના તરફથી કોઈ રિપ્લાય નથી. આ બધાને કારણે હવે મારી મમ્મી મને ઘરની બહાર જ નીકળવા દેતી નથી. તેનું કહેવું છે કે તારા પર એક વાર ભરોસો મૂક્યો તો તેં એનો ગેરફાયદો ઉઠાવ્યો, હવે તને બહાર નહીં મોકલું. છ મહિનાથી હું લગભગ નજરકેદ છું. હું મારી ભૂલ સ્વીકારું છું, પણ પેરન્ટ્સ માનતા નથી. તેઓ મને ઝટપટ લગ્ન કરી લેવા ફોર્સ કરી રહ્યા છે.

જવાબ :
કહેવાય છે કે કાળા માથાના દરેક માનવીથી ભૂલ થાય. એ ભૂલનું પુનરાવર્તન ફરી ન કરે એ જ ડાહ્યો માણસ કહેવાય. તમે તમારી ભૂલ સમજી રહ્યાં છો એ સારી વાત છે. ભૂતકાળને ભૂલવાનું સહેલું નથી, પરંતુ એને હંમેશાં માથે રાખશો તો એનાથી વર્તમાન અને ભવિષ્ય બન્ને બગડશે.

તમારાં મમ્મી-પપ્પા તેમની જગ્યાએ સાચાં છે. તેમણે તમારા પર વિશ્વાસ મૂકેલો જે તમે જ સાચવ્યો નહીં.ï હવે સેફ સાઇડ રહેવા માટે તેઓ તમારા પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. જ્યાં સુધી તેમનો ભરોસો તમે પાછો નહીં જીતો ત્યાં સુધી તેમનો તમારા પરનો અવિશ્વાસ રહેશે. તમે જાણ્યું હતું કે તમારા તફ્રેન્ડના ઇરાદા યોગ્ય નહોતા. તો હવે ફરી એક વાર તેની સાથે વાત કરીને તમે શું કરશો? એ ભૂતકાળ હતો અને એને ભૂલી જવો જ બહેતર છે. તમારે મમ્મીને સમજાવવી હોય તો પહેલાં ખુદ આ આઘાતમાંથી બહાર આવવું પડે. આખો દિવસ ગુમસૂમ રહીને સમયનો વેડફાટ કરવાને બદલે નવી જિંદગી ઘડવામાં લાગી પડો. ફરીથી પેલા મિત્રનો કૉન્ટૅક્ટ કરવાનો વિચાર પણ મનમાંથી કાઢી નાખો. મુક્ત મને તમે જે ફીલ કરો છો એ મમ્મી સાથે શૅર કરશો તો તે પણ સમજશે. આર્થિક પગભરતા માટેની પ્રવૃત્તિ શરૂ કરો. તમે સ્વતંત્ર આઇડેન્ટિટી બનાવશો તો ભૂતકાળ તમારા ભવિષ્યને ખાસ અસર નહીં કરી શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy