કૉલેજમાં આવ્યા પછી જૂના મિત્રો છૂટી ગયા હોવાથી દીકરીને નવા મિત્રો બનાવવામાં તકલીફ પડે છે

જ્યારે તે ગ્રૅજ્યુએશન માટે નવા ફીલ્ડમાં પ્રવેશી છે ત્યારે તેના તમામ ફ્રેન્ડ્સ વિખૂટા પડી ગયા છે

mom



સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી દીકરી ૧૮ વર્ષની છે. બારમા ધોરણની પરીક્ષા પછી તેના વર્તન અને મેન્ટલ હેલ્થમાં બહુ જ મોટો ફરક આવી ગયો છે. ચોથા ધોરણથી દસમા ધોરણ સુધી તે જે મિત્રોની સાથે ભણેલી એ જ તેની જુનિયર કૉલેજમાં હતા. હવે જ્યારે તે ગ્રૅજ્યુએશન માટે નવા ફીલ્ડમાં પ્રવેશી છે ત્યારે તેના તમામ ફ્રેન્ડ્સ વિખૂટા પડી ગયા છે. બીજા કેટલાક મિત્રોની સરખી લાઇન હોવાને કારણે તેઓ હજીયે ટચમાં છે અને એ લોકો સાથે હરેફરે છે. જ્યારે મારી દીકરી નવી કૉલેજમાં એકલી પડી ગઈ છે. નવી કૉલેજમાં નવા દોસ્તો બનાવવા તે કેમેય તૈયાર થતી જ નથી. તે જૂની ફ્રેન્ડ્સને જ મળવાનો આગ્રહ રાખે છે અને પેલી છોકરીઓના શેડ્યુલ્સ જુદા હોવાથી મેળ પડતો નથી. આ જ કારણોસર તે જૂની ફ્રેન્ડ્સ સાથે ગેરવાજબી ઝઘડા કરે છે. મને સમજાય છે કે તે અંદરથી એકલવાયું ફીલ કરે છે. તેની નવી કૉલેજમાં તે ખાસ કોઈનીયે સાથે હળતીભળતી હોય એવું જણાતું નથી. એનું કારણ પૂછું તો કહે છે કે બધી જ છોકરીઓ એટલી દંભી છે કે મોં પર બતાવે કંઈક અને મનમાં હોય કંઈક. તે કોઈ ફ્રેન્ડ વિના પણ ચલાવી લેશે એવું તેનું કહેવું છે, પણ હકીકત એ નથી. તે ખૂબ લોન્લી અને દુખી હોય છે. તેને કશામાં રસ નથી પડતો. હા, તેના કઝિન્સની સાથે હોય ત્યારે તે ખીલેલી હોય છે, પણ એ લોકો કંઈ ડે ટુ ડે લાઇફમાં સાથે ન જ હોયને?

જવાબ : યસ, દીકરીનું વર્તન ચિંતાનો વિષય જરૂર છે. હાઈ સ્કૂલમાંથી કૉલેજમાં જતી વખતે જો જૂના મિત્રો વિખૂટા પડી ગયા હોય તો વધતેઓછે અંશે ઘણા સ્ટુડન્ટ્સમાં આવો ફેઝ આવી શકે છે. એક જાગ્રત પેરન્ટ તરીકે તમારે જરૂર આમાં ઇન્ટરવીન કરવું જોઈએ.

સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે તે જે બોલે છે એ હકીકત નથી. તેને મિત્રોની જરૂર નથી એવું જ્યારે તે કહે છે ત્યારે તેની આંતરિક હકીકત કંઈક જુદું જ કહે છે. તે અંદરથી ખૂબ તીવþતાપૂર્વક ઝંખે છે કે તેની આસપાસ મિત્રોનું ઝૂંડ હોય. માત્ર તે એ માટે જાતે પ્રયત્ન કરવા ઇચ્છતી નથી. બીજું, તે આખો દિવસ ઉદાસ રહે છે એનું કારણ માત્ર તેને મિત્રો નથી એ જ નથી. મિત્રો તો જીવનનું એક પાસું છે. હકીકતમાં તે કૉલેજમાં પોતે જે ભણી રહી છે, જે વાતાવરણમાં જઈ રહી છે એ બધાથી નાખુશ છે.

મિત્રો અને સંબંધોમાં ખુશી શોધવી એ ટેમ્પરરી છે. ક્યારેક એ દિશાભાન ભુલાવી દે એવો ઑપ્શન બની શકે છે. એટલે તેને મિત્રો મળી જશે એટલે સમસ્યા સુલઝી જશે એવું માની લેવાની જરૂર નથી. મિત્રો હોય તો જ હું ખુશ રહી શકું એવી જે જરૂરિયાત છે એને દૂર કરવાની જરૂર છે. એવું ત્યારે જ થઈ શકે જ્યારે વ્યક્તિ પોતે અંદરથી સંતુષ્ટ અને હૅપી હોય. તે મિત્રો બનાવે એના પર ફોકસ કરવાનું છોડી દો. માત્ર તે ખુશ રહે એ જુઓ. તે પોતાને ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે એટલું જ જરૂરી છે. તે પરાણે બીજા લોકો સાથે હળેભળે કે મિત્રો બનાવે એ માટે દબાણ ન કરો. કૉલેજથી આવ્યા પછી તે સતત તેને ગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે એનું ધ્યાન રાખશો તો આપમેળે તેની અંદર હૅપીનેસનો માહોલ ક્રીએટ થશે.    આ ઉપરાંત તે જે ક્ષેત્રમાં છે એ તેને ગમે છે કે નહીં તેમ જ કૉલેજમાં બીજી કોઈ તકલીફ તો નથી એ વિશે પણ તપાસ જરૂરી છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK