મારા જ પેરન્ટ્સથી મને નફરત થઈ ગઈ છે, ક્યારેક તો મારે તેમને તોછડાઈથી જવાબ આપવો પડે છે જે તેમને નથી ગમતું

હું ૧૮ વર્ષનો છું. છેલ્લા એક-દોઢ વર્ષથી મને મારા પેરન્ટ્સથી નફરત જેવું થઈ ગયું છે.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું ૧૮ વર્ષનો છું. છેલ્લા એક-દોઢ વર્ષથી મને મારા પેરન્ટ્સથી નફરત જેવું થઈ ગયું છે. મને એ લોકો સાથે બોલવું નથી ગમતું. એ લોકો મને કોઈ પણ બાબતમાં પ્રેશર નથી કરતા તો પણ ખબર નહીં કેમ અમારી વચ્ચે એક ડિસ્ટન્સ જેવું આવી ગયું છે. કોઈ વાર તો એવી સિચુએશન થઈ જાય છે કે પછી મારે તેમને રુડલી સામો જવાબ આપવો પડે છે જે તેમને પણ નથી ગમતું. પેરન્ટ્સ અને તેમના ચાઇલ્ડ વચ્ચે જે બૉન્ડિંગ અને પ્રેમ હોવાં જોઈએ એ અમારી વચ્ચે નથી. તમારા હિસાબથી મારે કે મારા પેરન્ટ્સે શું કરવું જોઈએ કે જેથી બૉન્ડિંગ અને અફેક્શન પાછું આવે?

જવાબ : ટીનેજમાં મોટા ભાગનાં છોકરા-છોકરીઓ વધતેઓછે અંશે પેરન્ટ્સ અને વડીલો માટે આવું ફીલ કરતાં હોય છે. તેમને લાગતું હોય છે કે તેમના પેરન્ટ્સ બીજા કરતાં પછાત છે, તેમને કંઈ સમજણ નથી પડતી, આજની દુનિયા જે ગતિએ આગળ વધી રહી છે એનો તેમને લગીરે અંદાજ નથી, ટેક્નૉલૉજીનો ટ પણ તેમને નથી આવડતો. મૉડર્ન યુગમાં લેટેસ્ટ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ટીનેજર્સને લાગવા લાગ્યું હોય છે કે તેમને બહુબધી ખબર છે અને તેમના પેરન્ટ્સ સાવ જ ભોટ છે. ભાઈબંધના પપ્પા દીકરાને કેટલો પ્રેમ કરે છે કે દીકરાને લેટેસ્ટ સ્માર્ટફોન લઈ આપ્યો, હું એ જ જૂનોપુરાણો મોબાઇલ એક વર્ષથી વાપરું છું અને મારા ફ્રેન્ડ્સ આગળ હું સાવ જુનવાણી લાગું છું એની મારા પેરન્ટ્સને ક્યાં પડી છે? આવી સરખામણીઓ કરીને પોતાના ઑથોર્ડોક્સ પેરન્ટ્સ માટે કેટલાય ટીનેજર્સ મનોમન શરમ પણ અનુભવતા હોય છે. 

કદાચ તમને પણ આવું જ થતું હશે એવું ધારી લઉં છું. તમારી નિખાલસતા સારી છે, પણ આ સ્થિતિ સુધારવા માટે સૌથી પહેલાં તો તમારે પોતાની જાત સાથે થોડાક પ્રામાણિક થવું પડશે. માન્યું કે કદાચ આજે તમે હાયર એજ્યુકેશન લઈ રહ્યા હોવાથી તમારામાં વધુ સ્માર્ટનેસ હશે. તમને ટેક્નૉલૉજીની સમજણ વધુ હશે. તમે બદલાઈ રહેલી નવી દુનિયામાં કદમથી કદમ મિલાવી શકો એટલા શાર્પ છો. પણ આ બધું થયું કેવી રીતે? તમને ભણાવવા માટે પેરન્ટ્સે જે ભોગ આપ્યો છે એ તમે જોઈ ન શકતા હો એ તો હાડોહાડ સ્વાર્થીપણું થયું. જેમની આંગળી પકડીને તમે ચાલતા શીખ્યા; જે તમારી ખુશી માટે, તમે પગભર થાઓ એ માટે પોતાની તમામ ખુશીઓને કોરાણે મૂકી દે છે એવા પેરન્ટ્સ માટે તમે ‘નફરત’ અનુભવો તો અસંવેદનશીલતા તમારામાં છે કે તમારા પેરન્ટ્સમાં? 

મારી એક વાત તાંબાના પતરા પર લખી રાખજો - એવી કોઈ સિચુએશન નથી હોતી જેમાં તમારે તોછડા થવું પડે. જો તમે સાચા અને વધુ ડાહ્યા હો તો વાત શાંતિથી સમજાવી જ શકો છો અને જો તમે સાચા ન હો તો તોછડા થવાનો તમને કોઈ હક નથી. આ વાત કોઈ પણ સંબંધમાં લાગુ પડે છે અને જન્મદાતા પેરન્ટ્સ સાથે તો ખાસ. 

હું માનું છું કે માતા-પિતા અને સંતાનોના સંબંધમાં પ્રેમ અને લાગણી કૃત્રિમ રીતે પેદા નથી કરી શકાતી. એ તો જન્મજાત હોય જ છે. જ્યારે સંતાનો કે વડીલો પોતપોતાના સ્વાર્થ અને અહંકારને મોટો બનાવી દે છે ત્યારે તેમની વચ્ચે અંતર ઊભું થાય છે.

આ અંતર કેવી રીતે ઓગળે એ સમજવું હોય તો અમેરિકન સાઇકોલૉજિસ્ટ થૉમસ ઍન્થની હૅરિસે લગભગ સાડાચાર દાયકા પહેલાં લખેલું ‘આઇ ઍમ ઓકે, યુ આર નૉટ ઓકે’ પુસ્તક તમે અને તમારા પેરન્ટ્સ બન્ને વાંચો. આ પુસ્તક સંતાનો અને પેરન્ટ્સ બન્નેને દર્પણ બતાવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy