લવમૅરેજ થયેલાં, પણ હવે ઘરમાં સીધા મોંએ વાત કરવાનો સંબંધ પણ નથી રહ્યો

અમારાં પ્રેમલગ્ન થયાં હતાં. લગ્ન પહેલાં દોઢ વર્ષ સુધી અમારી લૉન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપ ચાલેલી.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : અમારાં પ્રેમલગ્ન થયાં હતાં. લગ્ન પહેલાં દોઢ વર્ષ સુધી અમારી લૉન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપ ચાલેલી. તે ગુજરાતમાં જૉબ કરતી હતી અને હું પૂના રહેતો હતો. લગ્ન પછી અમે મુંબઈ સ્થાયી થયાં. હું પણ લગભગ ચારેક વર્ષના ગૅપ પછી મારા પેરન્ટ્સ સાથે રહેવા આવ્યો હતો. શરૂઆતમાં બધું સારું ચાલ્યું. પેરન્ટ્સ સાથેના સંબંધોને કારણે અને ઈવન અમારી વચ્ચેના મતભેદોને કારણે રોજ ચકમક ઝરતી. તેને એવું લાગે છે કે તે પરિસ્થિતિ સાચવી લેતી, મને એવું લાગે છે કે મારે સાચવવું પડતું. લગ્નને હવે છ વર્ષ થયાં છે અને હવે અમારી વચ્ચે સમાધાન સિવાય કશું જ બચ્યું નથી. અમારો સ્વભાવ આમેય પહેલેથી જુદો હતો એ મને ખબર હતી, પરંતુ લગ્ન પછી તે પરિવારને જરા પણ ઍડ્જસ્ટ નહીં થાય એવું મને નહોતું લાગતું. હું માનું છું કે માત્ર તેનો જ વાંક નથી, મારો પણ છે. જોકે હવે વાત એ તબક્કે પહોંચી છે કે મારે કોઈનોય વાંક સાબિત નથી કરવો, માત્ર આ સંબંધમાંથી છુટકારો જોઈએ છે. પ્રેમનું નામોનિશાન નથી રહ્યું. છેલ્લા એક વર્ષમાં તો અમે સીધા મોંએ વાત પણ નથી કરી. ચૂપચાપ ઘરમાં આવીને હું નાહીધોઈને સૂઈ જાઉં અને સવારે ઊઠીને જાતે મારો નાસ્તો બનાવીને જતો રહું. મને તેના હાથની ચા પણ હવે નથી પીવી કેમ કે મારા માટે કરેલા એક કામને તે દિવસો સુધી ગણાવ્યા કરે છે. તે સવારે ત્રણ-ચાર કલાક માટે કોઈ ઑફિસમાં જાય છે. જેટલું કમાય છે એટલું કિટીમાં ઉડાવી મારે છે. તેને મારી પડી નથી અને મને તેની પડી નથી. અમારા છૂટાછેડા નથી થયા, પણ અમે છૂટાં જ છીએ. આ સ્થિતિમાં શું કરવું?

જવાબ : ઊંડાણ વિનાનો પ્રેમ સોડાની બૉટલ જેવો હોય છે. ઊભરો આવે ત્યારે લાગે કે ઓહો કેટલોબધો પ્રેમ અંદર ભર્યો પડ્યો છે! પણ આવો ઊભરો શમી જાય એ પછી સ્મશાનવત શાંતિ થઈ જાય છે. એમાં પાછું લૉન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપ હોવાથી તમને એકબીજાની રિયલ બાજુઓ જોવાનો અવસર લગ્ન પહેલાં મળ્યો જ નહીં.

મને લાગે છે હજીયે મોડું નથી થયું. એક વરસથી તમે સરખી વાતચીત ન કરી હોવા છતાં તમે એક છત તળે રહો છો એ બતાવે છે કે તમારા બન્ને તરફથી કંઈક એવું છે જે સંબંધોને ઝાટકીને તોડી દેતાં રોકી રહ્યું છે. ચલો, માની લઈએ કે તમે બન્ને સાથે રહેવા માટે બન્યાં નથી અને તમારે છૂટાછેડા લેવાના જ છે. શું તમે બન્ને એક કામ કરશો? છૂટાં પડતાં પહેલાં એકબીજાને એક પત્ર લખશો? કદાચ એકમેક પ્રત્યે એટલો ગુસ્સો અને અકળામણ છે કે તમને પત્ર લખવાનું નહીં ગમે, રાઇટ? ચલો, થોડુંક હળવું કરીએ. તમારે આ પત્ર મને આપવાનો છે એમ સમજીને લખો. આ પત્રમાં હું કહું એ જ તમારે લખવાનું છે. લગ્નનાં શરૂઆતનાં ચાર-પાંચ વર્ષ દરમ્યાનના દિવસોને તમારે મનમાં જ સ્કૅન કરવાના છે અને એ દિવસોની મીઠી યાદો, ઘટનાઓ અને જે પળોને તમે એકમેકના સહવાસમાં ખૂબ જ માણેલી એ માટે એકબીજાનો આભાર માનવાનો છે. એક તો એ કે તમારે માત્ર અને માત્ર પૉઝિટિવ ઘટનાઓનો જ ઉલ્લેખ કરવાનો છે અને બીજું, નખશિખ પ્રામાણિક લાગણી જ વ્યક્ત કરવાની છે. જો આ તમારું એકમેક સાથે થયેલું છેલ્લું કમ્યુનિકેશન હોય અને તમે ફરી કદી સાથે મળવાનાં જ ન હો તો તમને શું કહેવાનું મન થાય એ જ તમારે લખવાનું છે. તમારું બન્નેનું લખાણ મારી પાસે આવી જાય એ પછીથી આપણે શું કરવું એ નક્કી કરીશું.

Comments (1)Add Comment
...
written by Buddy, June 12, 2018
Very creative, Sejal. Nice though
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK