આપણે બહુ સારા બનીએ તો લોકો ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવા માંડે છે એવું કેમ?

જીવનમાં બહુ સારા બનવામાં પણ માલ નથી.

woman

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : જીવનમાં બહુ સારા બનવામાં પણ માલ નથી. બધાની સાથે તમે હંમેશાં સારા બનીને જ રહો તો બધા તમને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવા માંડે છે. આવું મેં પોતે અનુભવ્યું છે. વધુપડતા સારા બનવાને કારણે ઊલટાનું હવે કૉમ્પ્રોમાઇઝ કરવાની, શાંત રહેવાની અને સમજવાની જવાબદારી પણ લોકો મારા માથે જ નાખી દે છે. મારાં લવમૅરેજ થયાં છે. લગ્ન પહેલાંથી જ હું હંમેશાં મારા પાર્ટનરની મુશ્કેલીને સમજી જતી. મને ન ગમતું હોય એમ છતાં તેની મજબૂરી હોય તો હું તેને એમાં સાથ આપતી. લગ્નના રિવાજોમાં પણ મેં મારા પરિવાર સાથે લડીને તેના સમાજની પ્રથાઓને માન આપ્યું. લગ્ન પછી તેની મમ્મીને હૅન્ડલ કરવાનું અઘરું છે. મને એમ કે મારા આવ્યા પછી તેમની ઘરની જવાબદારી થોડીક ઓછી કરું, પરંતુ એને કારણે તો હવે તેઓ હું એકાદ દિવસ બહાર જવાની હોઉં તોય ઘરનું કામ સંભાળે નહીં. મારા હસબન્ડને બીચ પર ફરવા જવું ગમે અને મને પહાડી વિસ્તારોમાં. અત્યાર સુધી મેં હંમેશાં તેમને ગમતું કર્યું છે એટલે હવે તેઓ મારી ગમતી ચીજો કરતા જ નથી. હવે મારે મારી વાત મનાવવા માટે ઝઘડા કરવા પડે છે. તમે ઘણી વાર સંબંધને સાચવવા માટે કહેતા હો છો કે નમતું જોખવાથી નાના નથી થઈ જવાતું, પરંતુ હંમેશાં નમતું જોખવાથી બધા જ લોકો તમને ટેકન ફૉર ગ્રાન્ટેડ લઈ લે છે એનું શું?

જવાબ : નમતું જોખવાથી નાના નથી થઈ જવાતું એવું હું ઘણી વાર કહેતી હોઉં છું, પણ ક્યારે અને કેવા સંજોગોમાં એવું કહ્યું છે એ સમજવું જરૂરી છે. સંબંધોમાં અકડાઈ રાખવાથી તો એ તૂટવાના જ છે એ નિશ્ચિત છે. જ્યારે તમને એવું લાગે કે તમારા મતભેદો મનભેદો તરફ જઈ રહ્યા છે અને સહમતીભર્યો નિર્ણય લેવામાં અહંકાર આડે આવે છે ત્યારે નમતું જોખવાની પહેલ કરવાથી કટોકટીના સમયે સંબંધ જળવાઈ જાય છે. બાકી એક વ્યક્તિએ હંમેશાં કૉમ્પþોમાઇઝ કરીને જીવવું જોઈએ એવું કહેવાનો મારો ક્યારેય આશય નહોતો.

તમને કૉફી ભાવતી હોય અને હસબન્ડને ચા, તો તમારે કૉમ્પþોમાઇઝ કરીને ચા ભવડાવવાની કોશિશ ન જ કરવી જોઈએ. મોટા ભાગે જ્યારે વ્યક્તિ નવી-નવી પ્રેમમાં પડી હોય ત્યારે તને જે ગમે એ મને ચાલશે એવું બતાવે છે. પ્રેમની ગુલાબી લાગણીઓમાં એ વખતે કૉમ્પþોમાઇઝ કરવામાં વાંધો પણ નથી આવતો, પરંતુ સમય જતાં તેને લાગવા લાગે છે કે પોતાની સ્વતંત્ર પસંદગીઓ ક્યાંક ખોવાઈ ગઈ છે. જ્યારે સંબંધ બંધાતો હોય ત્યારે જ તમે તમારી પોતાની આઇડેન્ડિટીને ઓગાળી નાખો તો એ માટે કોણ જવાબદાર? જો તમે જ પહેલેથી એમ રાખ્યું હોય કે ભલે તને બીચ ગમતો હોય, મને પહાડો ગમે છે એટલે આપણે વર્ષે એક વાર બીચ પર જઈશું અને એક વાર પહાડી પર. આવું કહેતાં તમને કોઈ રોક્યા નહોતા. તમે પોતે જ તમારી પસંદગીઓને દબાવી હતી. તમે જ તમારી જાતને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવાનું શરૂ કરેલું જેને કારણે હવે વષોર્ બાદ તમને બીજા લોકો ટેકન ફૉર ગ્રાન્ટેડ લઈ રહ્યા હોવાનું ફીલ થાય છે.

જ્યારે પણ પ્રેમના આવેશમાં લોકો વધુ સારા બનવાની કોશિશ કરે છે ત્યારે પસ્તાય છે. વ્યક્તિએ માત્ર પોતે જેવી છે એવી બની રહેવાની જરૂર છે. જ્યારે બે અજાણી વ્યક્તિઓ એક છત હેઠળ રહેવાનું નક્કી કરે છે ત્યારે માત્ર પોતાનું ધાર્યું અથવા તો સામેવાળાને જે ગમે એ જ કરવાની જરૂર નથી. ‘દો કદમ તુમ ભી ચલો, દો કદમ હમ ભી ચલે’ એવો અભિગમ હોય તો જ સાચું સાહચર્ય રચાય.

Comments (1)Add Comment
...
written by Buddy, April 12, 2018
Nice observation, Sejal
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy