આઘાતજનક ઘટનાઓ જોયા પછી ભત્રીજીને વળગાડ લાગ્યો હોય એવું લાગે છે, શું કરવું?

મારી ભત્રીજીની તકલીફ માટે ચિંતા થાય છે.

woman

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ભત્રીજીની તકલીફ માટે ચિંતા થાય છે. તેની ઉંમર ૧૮ વર્ષની છે અને ગામમાં હતી ત્યારે તેણે એક-બે જાણીતી વ્યક્તિઓને ઍક્સિડન્ટમાં જીવ ગુમાવતા જોયા હતા. એક-બે વખત તેને એ લોકો જાણે ભૂત થઈને આવ્યા હોય એવા અભાાસ પણ થયેલા. આ ઘટનાને બે મહિના જેવું થઈ ગયું છે એ છતાં તે એ ઘટનાઓને ભૂલી નથી શકતી. ઊલટાનું ભૂતપ્રેત દેખાયા પછી તો તે અચાનક રાતે ઊઠીને રડવા કે ચીસો પાડવા લાગે છે. એકલી-એકલી બડબડ્યા કરે છે. રાતના સમયે એકલી મૂકો તો તે ભયંકર બેચેન થઈ ઊઠે છે. તેને હવાફેર માટે મારા મોટા ભાઈ સુરત લઈ ગયેલા તો ત્યાં તેનાં દાદીનું મૃત્યુ થયું. પોતાની નજરે આ બધું જોયા પછી તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. ગામમાં તો તે જાણે વળગાડ વળગ્યો હોય એમ જ વર્તે છે અને ત્યાં મારાં રિલેટિવ્સ ભૂવા-બાવાને બોલાવીને ધતિંગ કરે છે, પણ કંઈ થતું નથી. કોઈ કહે છે કે આટલાં મૃત્યુ નજરે જોઈને હવે તેને પ્રેતનો વળગાડ થઈ ગયો છે. એ વળગાડ કાઢવા માટે ભૂવાએ તેને બાંધી રાખી, માથેથી ચોટલો ઝાલીને ઘરની બહાર ઢસડી અને કંઈકેટલાય સિતમ કર્યા હશે. આખરે ભૂત ભાગી ગયું છે એમ કહીને તેમણે છોકરીને બીજા શહેરમાં મોકલી દેવાની વાત કરી. આખરે અમે તેને મુંબઈ લઈ આવ્યા છીએ. તે જ્યારથી આવી છે ત્યારથી ખૂબ જ ગભરાયેલી રહે છે. તેનું ત્રણ-ચાર કિલો વજન ઘટી ગયું છે. તે જે રીતે અસંબદ્ધ વાતો કરવા લાગે છે એ જોતાં વતનમાંથી તેને કોઈ વળગાડ લાગ્યો હશે એવું લાગે છે. તે જ્યારે સ્વસ્થ હોય છે ત્યારે તેને આ વિશે પૂછો તો કશું જ યાદ નથી હોતું. જો અત્યારે તેની સારવાર નહીં કરવામાં આવે તો તેની આખી જિંદગી વેડફાઈ જશે.

જવાબ : મારો અનુભવ કહે છે કે ભૂત હોવાની ભીતિ માણસના મનમાં હોય છે, બહાર ક્યાંય નહીં. તમારી ભત્રીજી હજી ૧૮ વર્ષની છે. ઍક્સિડન્ટમાં કોઈ જીવતી-જાગતી વ્યક્તિને એક ક્ષણમાં હતી-નહોતી થઈ ગયેલી જોવાનું અને પચાવવાનું બહુ જ અઘરું છે. તેણે જે દૃશ્ય જોયું એનાથી તે વારંવાર સફાળી જાગી જતી હોઈ શકે છે. એમાં પાછું તે હવાફેર માટે સુરત ગઈ અને ત્યાં તેણે દાદીમાને ગુમાવ્યાં. ભલે ૧૮ વર્ષની ઉંમર જીવન-મૃત્યુની સચ્ચાઈને સમજવા માટે નાની નથી, પરંતુ જે ઘટનાક્રમ તેની સાથે થઈ રહ્યો છે એ જોતાં તેની માનસિક સ્થિતિ વિહ્વળ હોય એ પણ એટલું જ સ્વાભાવિક છે. તેનું વર્તન સ્વસ્થ નથી, પરંતુ તેને ભૂતપ્રેત સાથે કોઈ રીતે સરખાવી શકાય એમ નથી. કાચી ઉંમરમાં કોઈના મૃત્યુનો સ્વીકાર કરવાનું અઘરું હોય છે.

ભૂવા-બાવાઓ દ્વારા થતાં ધતિંગો એટલાં ડરામણાં હોય છે કે કાચીપોચી વ્યક્તિ જીવનભર એ ડરમાંથી બહાર નથી આવી શકતી. મને લાગે છે કે જો તમે છોકરીનું ભવિષ્ય સુધારવા ઇચ્છતા હો તો  બાવા કે વળગાડ જેવી અવૈજ્ઞાનિક વાત કરવાને બદલે કોઈ સારા સાઇકિયાટ્રિસ્ટની સલાહ લો. આવા કિસ્સામાં હિપ્નોથેરપી ઘણી જ અસરકારક થઈ શકે છે. ભલે તમારા ઘરના બધા માનતા હોય કે તેને વળગાડ છે, પરંતુ તમારી બહેનના દિમાગમાં વળગાડ છે એવો વહેમ ઘૂસી ન જાય એનું ધ્યાન રાખજો, કેમ કે એક વાર એ માન્યતા ઘૂસી ગઈ તો એ બહાર કાઢવી ખૂબ અઘરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy