મારી ખાસ દોસ્તની વિડિયો-ક્લિપ પૉર્નસાઇટ પર જોવા મળી છે, મારે શું કરવું?

હું ૨૬ વર્ષનો છું. હું અત્યંત વિચિત્ર મૂંઝવણમાં ફસાયો છું.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું ૨૬ વર્ષનો છું. હું અત્યંત વિચિત્ર મૂંઝવણમાં ફસાયો છું. મારા જ એરિયામાં રહેતી અને મારી ખાસ દોસ્ત મુસીબતમાં છે. તેની વિડિયો-ક્લિપની લિન્ક મને એક કૉમન ફ્રેન્ડ દ્વારા ઈ-મેઇલ પર મળી છે. આ કોઈ પૉર્નસાઇટ હતી. તેની સાથે છોકરો કોણ હતો એ ચહેરો સ્પષ્ટ નથી દેખાતો, પરંતુ તેના ચહેરાનાં ફીચર્સ અને બૅકગ્રાઉન્ડ પરથી ૯૯.૯ ટકા એ છોકરીનું જ ઘર હોય એવું જણાય છે. નવરાત્રિ દરમ્યાન તેનું બ્રેકઅપ થઈ ગયેલું અને એ વખતે તે ખૂબ રડતી હતી. એ પછીથી તે પોતાના કોશેટામાં જતી રહી છે. મને શંકા છે કે તેના એક્સ-બૉયફ્રેન્ડનું આ કરતૂત હશે. મને ખબર નથી કે તેને આ ક્લિપ વિશે ખબર છે કે નહીં. સાઇટ પર એ થોડાક દિવસ પહેલાં જ અપલોડ થઈ છે. મારી મૂંઝવણ એ છે કે મારે આ બાબતે ચુપકીદી રાખવી કે તેને જઈને આ બાબતે જણાવવું? તેને ખબર હશે કે નહીં હોય? મને ફૉર્વર્ડ કરનારા દોસ્તનું કહેવું છે કે મારે તેને જણાવવું જોઈએ, પણ ફેક ઈ-મેઇલ બનાવીને તેને આ લિન્ક મોકલવી જેથી મારા પર કોઈ પïþકારનું આળ ન આવે. બીજી તરફ મને લાગે છે કે જો અમે તરત પગલાં નહીં લઈએ તો આ ક્લિપ વધુ ફેલાઈ જશે અને તેની ઇમેજ ડૅમેજ થશે. તેની સાથે આ બાબતે કેવી રીતે વાત કરવી એ સમજાતું નથી. મારે ગુમનામ રહીને તેના સુધી આ વાત પહોંચાડવી કે ઓળખ છતી થાય તો વાંધો નહીં?

જવાબ : સાચે જ તમે કફોડી સ્થિતિમાં છો. અહીં ઘણાબધા ઇફ્સ ઍન્ડ બટ્સ છે. સૌથી પહેલાં તો તમે જે ધારણા બાંધી છે એ સાચી છે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. જો તમે ૦.૧ ટકા માટે પણ શંકા ધરાવતા હો કે આ તેની ક્લિપ ન પણ હોઈ શકે તો અનામી બનીને તેને આ ક્લિપ મોકલવી વધુ બહેતર છે. આ બાબતે ચૂપ રહેવું તો ઠીક જ નથી. આશા રાખું છું કે આ ક્લિપની ખરાઈ કરવા માટે આ છોકરી સિવાય બીજા કોઈનેય ફૉર્વર્ડ કરવાનું, શૅર કરવાનું વિચારવું જરાય ઠીક નથી.

જો તમે ૧૦૦ ટકા ચોક્કસ હો અને આ છોકરી સાથે ઘનિષ્ઠ દોસ્તી ધરાવતા હો તો તમારે જાતે જઈને આ બાબતે તેને જણાવવું જોઈએ. તમારું લેપટૉપ તેની પાસે લઈને જાઓ. તમને કોણે આ લિન્ક મોકલી છે એ પણ જણાવો. જો એ તેની હશે તો ક્લિપ શરૂ થતાંમાં જ તેને ખબર પડી જશે અને તેની સાથે કોણ હતું એ પણ તેને ખબર પડી જશે. તે વધુ શરમિંદગી મહેસૂસ ન કરે અને ઑકવર્ડ સિચુએશન ઊભી ન થાય એ માટે તેને આખી ક્લિપ જોવા ન દો. તે આ જુએ ત્યારે તમારે હાજર રહેવું એટલા માટે પણ જરૂરી છે કે આઘાતજનક પરિસ્થિતિમાં તેને ઇમોશનલ સપોર્ટ આપી શકો.

તમારું કામ આટલેથી પતતું નથી. આવી વાતની પરિવારને જાણ થતાં જબરો હોબાળો મચશે. તેને તેના પરિવારજનોનો સાથ મળે એ માટે તમારે સક્રિય થવું પડશે. તેની આ ક્લિપ લેનાર અને વેબસાઇટ પર અપલોડ કરનારને પકડાવીને તેને ન્યાય અપાવવા સુધીની લડતમાં તમારે તેની સાથે રહેવું જોઈએ. સાઇબર સેલ અને વકીલને અપૉઇન્ટ કરીને સૌથી પહેલાં જે-તે વેબસાઇટ પરથી આ વિડિયો ડિલીટ થાય એ માટેનાં પગલાં લો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK