છોકરી હોવા છતાં મને છોકરાઓ સાથે છોકરાઓની જેમ રહેવું ગમે છે

હું ૧૯ વર્ષની છું. મુંબઈની સારી કૉલેજમાં ભણું છું. મારા ઘરમાં હું ત્રીજી દીકરી છું. મારાં દાદી અને મમ્મી મને નાનપણથી જ છોકરાનાં કપડાં પહેરાવતાં.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
હું ૧૯ વર્ષની છું. મુંબઈની સારી કૉલેજમાં ભણું છું. મારા ઘરમાં હું ત્રીજી દીકરી છું. મારાં દાદી અને મમ્મી મને નાનપણથી જ છોકરાનાં કપડાં પહેરાવતાં. મને યાદ નથી કે મેં નાનપણમાં પણ ફ્રૉક પહેર્યું હોય. મોટા થયા પછી પણ હું જીન્સ અને ટી-શર્ટ જ પહેરું છું. છોકરીઓની ઍક્સેસરીઝ પણ મને નથી ગમતી. ગળા-નાક-કાનમાં હું ક્યારેય કંઈ પહેરતી નથી. વાળ પણ બૉયકટ જ રાખ્યા છે. અત્યાર સુધી ઠીક હતું, પણ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી મારી મમ્મી મને છોકરીઓની જેમ તૈયાર થવા માટે માથું ખાય છે. મારી આદતોને કારણે મારી મમ્મી મારું માથું ખાઈ ગઈ છે. જોકે હું આજની છોકરીઓ કરતાં જુદી દુનિયાની હોઉં એવું લાગે છે. મને ગર્લિશ વાતો કરવી બહુ ફાવતી નથી એટલે ફ્રેન્ડસર્કલમાં છોકરીઓ ઓછી છે. મારા ગ્રુપમાં છોકરાઓ જ વધુ છે. કૉલેજમાં મને કેટલીક છોકરીઓ પ્રત્યે વિચિત્ર ફીલિંગ થાય છે, પણ હું એને કન્ટ્રોલ કરું છું. મારી આસપાસનું બધું જ વાતાવરણ મને છોકરો હોવાની ફીલિંગ આપી રહ્યું છે. હવે સમાજમાં પણ મને જોઈને લોકો ગુસપુસ કરતા હોય છે એટલે મમ્મી હવે મને છોકરીઓ જેવાં કપડાં પહેરાવીને બહાર લઈ જવાનો આગ્રહ રાખે છે જે મને જરાય નથી ગમતું. મને છોકરીઓ જોઈને આકર્ષણ થાય છે, પણ જાતે તેમનાં જેવાં કપડાં પહેરવાનું મન નથી થતું. કદાચ મને પુરુષો પ્રત્યે જરાય આકર્ષણ નથી થતું. હું શું કરું? મારી મોટી બે બહેનોને કહું તો પણ તેઓ મારી વાત હસવામાં કાઢી દે છે.

જવાબ : તમે જે છો એના કરતાં કંઈક જુદા હોવાનો અહેસાસ થાય છે. આવી લાગણી સહજ તો ન જ કહેવાય, પરંતુ એ માટે અંદર-અંદર સોરવાયા કરવાથી કોઈ ફાયદો નહીં થાય. અમુક ઉંમરે આવી વિચિત્ર લાગણીઓ થાય એવું બની શકે છે, પરંતુ એ ટેમ્પરરી ફેઝ હોય છે.

તમે ૧૮ વર્ષ વટાવી ચૂક્યાં છો એટલે હવે આ લાગણીને સમજવાનો સમય પાકી ગયો છે. મૂંઝવણભરી લાગણીને છુપાવવાથી નહીં, સમજવાથી જ સમસ્યાઓ ઉકેલાય છે. તમારી આ લાગણી ખરાબ છે એવું માનીને તમે એને જેટલી દબાવવાની કોશિશ કરશો એટલી મૂંઝવણ અને વ્યાકુળતા વધશે. એટલે લાગણી ભલે વિચિત્ર છે, પરંતુ એનો સ્વીકાર કરો. તમે છોકરા જેવું ફીલ કરો છો એટલે એક્ઝૅક્ટ્લી શું અનુભવાય છે એ સમજવાની કોશિશ કરો. આની પાછળનાં કારણો સમજવા માટે જો શક્ય હોય તો કોઈ અનુભવી સાઇકોલૉજિસ્ટ અથવા તો સાઇકોથેરપિસ્ટને કન્સલ્ટ કરો. તેની સામે મનમાં કશું છુપાવ્યા વિના બધી જ વાત કરો. નાનપણમાં પેરન્ટ્સે તમને એક દીકરાની જેમ ઉછેર્યાં હતાં? કે પછી તમને છોકરી હોવું સારું નથી લાગતું એટલે છોકરા જેવા દેખાવા અને બનવા મથો છો? કાઉન્સેલર તમારી લાગણીઓને સમજવામાં મદદ કરશે.

ક્યારેક બાળપણથી ઉછેર એ રીતે થયો હોય કે વ્યક્તિ પોતાને અલગ માનવા લાગે છે. કોઈક ગ્રંથિઓને અથવા તો નાનપણના અમુક અનુભવોને કારણે પણ વ્યક્તિમાં આવી લાગણીઓ આકાર લેતી હોય છે. એવા સંજોગોમાં ગ્રંથિઓની ગાંઠ મનમાંથી દૂર કરતાં તમારી ફીલિંગ્સ બદલાઈ શકે છે.

બાકી જો કુદરતી રીતે જ તમારી પસંદગીઓ અલગ હોય તો એનો એ જ રીતે સ્વીકાર કરી લેવો જોઈએ.

અલબત્ત, આ લાગણીઓનું મૂળ સમજવું સૌથી મહત્વનું છે. આ તમે એકલા નહીં જ કરી શકો, તમારે નિષ્ણાતની મદદ લેવી જ જોઈએ એવું મને દૃઢપણે લાગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy