લગ્ન પછી પતિ અવારનવાર દારૂ પીને ઘર માથે લે છે અને પછી માફી માગે છે

લગ્ન પહેલાં મારા પતિ ક્યારેક-ક્યારેક દારૂ પીતા. મને એનો વાંધો નહોતો, પરંતુ દારૂ પીતા દોસ્તોની સંગતમાં તેમને હવે દારૂ અને જુગાર બન્નેની લત લાગી છે.

woman

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
ચાર વર્ષ પહેલાં મારાં પ્રેમલગ્ન થયાં છે. લગ્ન પહેલાં મારા પતિ ક્યારેક-ક્યારેક દારૂ પીતા. મને એનો વાંધો નહોતો, પરંતુ દારૂ પીતા દોસ્તોની સંગતમાં તેમને હવે દારૂ અને જુગાર બન્નેની લત લાગી છે. છેલ્લા એક વર્ષમાં અમારી વચ્ચેનો બધો પ્રેમ ઓગળી ગયો છે. અમે બન્ને નોકરી કરીએ છીએ, પરંતુ તેમને મારા માટે જરાય આદર જેવું નથી. દારૂ પીને આવે ત્યારે એક ગામડિયાની જેમ ગાળાગાળી કરે છે. દારૂ પીને ધમાલ કરી આખું ઘર ઊંચુંનીચું કરી નાખે છે અને પછી બીજા દિવસે સવારે માફી માગે છે. મનાવવા માટે એવું-એવું કરે કે આપણને લાગે કે હવે ફરીથી તેઓ કદી દારૂ નહીં પીએ. જોકે માફી માગ્યા પછી ફરી અઠવાડિયા કે પંદર દિવસમાં હતું એનું એ જ થઈ જાય છે. હું તેમના ડબલ સ્ટાન્ડર્ડથી વાજ આવી ગઈ છું. ડિવૉર્સની ધમકી આપું છું તો દસ દિવસ ઠેકાણે ચાલે છે, પણ ફરી એની એ જ ધમાલ શરૂ થઈ જાય છે. મારો ભાઈ કહે છે કે હું થોડાક દિવસ પિયર આવતી રહું. મને થાય છે કે આવા ટેમ્પરરી સૉલ્યુશન કરતાં હું ડિવૉર્સ લઈને શાંતિથી મારા બાળકને મોટું કરું, પણ અમારા સમાજમાં છૂટી પડેલી સ્ત્રીઓને માનથી જોવામાં નથી આવતી એટલે એ વાતનો સંકોચ પણ છે. મારો ભાઈ મને ઘણી વાર હિંમત આપે છે કે આવા નરકમાં રહેવા કરતાં તો તું છૂટી થઈ જા. મારે શું કરવું? હું પણ ખરેખર વાજ આવી ગઈ છું.

જવાબ :
સામાન્ય રીતે સ્ત્રીઓ ડિવૉર્સ લેવાની વાત વિચારવાથી ડરતી હોય છે, જ્યારે તમે અંદરથી ડિવૉર્સ લેવા ઇચ્છો છો એ બતાવે છે કે તમે આ સંબંધથી કેટલાં કંટાળેલાં છો. બીજું, ડિવૉર્સ માટેની તમારી હિંમતનું કારણ કદાચ તમારી આર્થિક પગભરતા પણ હોઈ શકે. તમે સ્વતંત્ર રીતે જીવી લેવાનો વિચાર કરી શકો છો એ સારી ચીજ છે. છતાં એક પ્રશ્ન જરા શાંતિથી વિચારી લેજો કે આર્થિક સ્વતંત્રતાએ તમારી સહિષ્ણુતા ઓછી કરી નાખી હોય એવું તો નથીને?

જરાક વિચાર કરો કે આ જ વ્યક્તિને તમે પ્રેમ કરતાં હતાં. લગ્ન પહેલાં અને હાલમાં શું માત્ર દારૂની આદતને કારણે જ તમારી વચ્ચે તકલીફો થાય છે? જો આ આદત છૂટી જાય તો શું તમને તેની સાથે જિંદગી જીવવી ગમે? પહેલાં એ નક્કી કરો કે તમને તમારા પતિની આ આદત માત્રથી તકલીફ થાય છે કે પછી આદત ઉપરાંત પણ એવી બીજી ઘણી ચીજો છે જેને કારણે તમને તમારું જીવન ગૂંગળાતું હોય એવું લાગે છે? તમારા આ સવાલના પ્રામાણિક જવાબ પરથી આગળ શું કરવું એનો આધાર રહે છે. જો તમને માત્ર દારૂ પીવાની આદતથી તકલીફ હોય તો એ છોડાવવા માટે નક્કર પગલાં લો. ડિવૉર્સ આપવાની ધમકીથી કોઈ ફાયદો નથી થવાનો. મોટા ભાગે ધમકીની અસર તાત્પૂરતી હોય છે અને વારંવાર એકની એક ધમકીથી બ્લૅકમેઇલ કરવાથી લાંબા ગાળે માણસ જડ થતો જાય છે. બને તો તેમને પ્રેમ અને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરો. દારૂની લત છોડાવવા માટે કોઈ રીહૅબિલિટેશન સેન્ટરનો સહારો લો.

બાકી જો સંબંધો આગળ લઈ જવા જ નથી એવું દિલથી લાગતું હોય તો માત્ર સમાજના ડરે લગ્નમાં બંધાઈ રહેવામાં ડહાપણ નથી. એક વાત યાદ રાખજો કે લગ્નજીવનમાં ગમે એવી કપરી સમસ્યા હોય, જો પરસ્પર માટેનો પ્રેમ બરકરાર હોય તો એ સમસ્યાને હટાવી શકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK