બાળક માટે મારાં સાસુ મને છૂટી કરીને મારી કઝિન બહેન સાથે પતિનાં લગ્ન કરાવવા માગે છે, પણ પતિ તૈયાર નથી

મારી ઉંમર ૩૪ વર્ષ છે. લગ્નને આઠ વર્ષ થઈ ગયાં હોવા છતાં હજી બાળક નથી.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. લગ્નને આઠ વર્ષ થઈ ગયાં હોવા છતાં હજી બાળક નથી. તકલીફ મારામાં જ છે. ડૉક્ટરનું કહેવું છે કે મારા બીજની ક્વૉલિટી એટલી સારી નથી એટલે ગર્ભ બનતો નથી. હું ખૂબ ઑથોર્ડૉક્સ પરિવારની છું. મારા પતિ પણ પરિવારના એકમાત્ર દીકરા છે એટલે વંશ ટકાવવાની વાત આવી ગઈ છે. મારાં સાસુમા આડકતરી રીતે ઘણાં કડવાં વેણ કહી ચૂક્યાં છે. મારા પતિ મને દુખ ન થાય એ માટે મનમાં ને મનમાં સોરવાય છે. એક વાર મેં મરવાનો પ્રયત્ન કયોર્ પણ નિષ્ફળ ગયો. મને હતું કે હું જ નહીં રહું તો પતિનો રસ્તો ક્લિયર થઈ જશે. મગજ ખરાબ રહેતું હોવાથી થોડા દિવસ હું પિયર રહેવા ગયેલી. ત્યાં મારી કઝિન બહેન પતિના અવસાનને કારણે પિયર પાછી આવી છે. મેં મારા ઘરે વાત કરી કે જો આપણા બાળકને કઝિન બહેન જન્મ આપે તો આપણે તેને બનતી મદદ કરીએ અને આપણને બાળક મળે. જોકે એ વાત જાણ્યા પછી તો મારાં સાસુ અવળાં ફાટ્યા છે. કહે છે કે બીજી કોઈ સ્ત્રી જો મને કુળનો વંશ આપવાની હોય તો તું શું કામ વહુ બની બેઠી છે? મારા દીકરાને છૂટો કર જેથી તારી બહેન સાથે તેને પરણાવી દઉં.

શરૂઆતમાં તો હું સહેમી ગઈ, પણ જોયું કે મારા હસબન્ડ મક્કમ છે અને બાળક માટે બીજાં લગ્ન કરવાના મતના નથી. તેમનું કહેવું છે કે એમ હશે તો અનાથાશ્રમમાંથી બાળક લઈ આવીશું, પણ સાસુમા પેલી વાત લઈને બેઠાં છે. મારી કઝિન બહેનને તેમણે એ પછી બેથી ત્રણ વાર ઘરે બોલાવી છે. ક્યારેક લાગે છે કે હું સ્વાર્થી બની રહી છું. શું કરું?

જવાબ : ભારતીય સમાજમાં સ્ત્રીઓ પર વંશજ આપવાનું જે ભારણ મૂકવામાં આવે છે એ અત્યંત ગૂંગળાવનારું હોય છે. પોતાનું બાળક મેળવવાની ઝંખના, પોતે બાળક નથી આપી શકતા એની વેદના, પતિના મૂક નિસાસા અને સાસુમાનો ખુલ્લો વિદ્રોહ એ બધું સહન કરવાનું અકલ્પનીય પીડાદાયક હશે. બસ, એટલું સમજજો કે જીવનું પૃથ્વી પર આવવું કે પૃથ્વી પરથી જવું એ બન્ને કુદરત અને ભગવાનના હાથમાં છે. આપણે કોઈ જીવને ભગવાનની મરજી વિના પૃથ્વી પર લાવી નથી શકતા તો તેની મરજી વિરુદ્ધ કોઈ જીવ આપવાની ગુસ્તાખી પણ ન કરવી. તમારા પતિ અને તમે બન્ને જ્યાં સુધી એક મતનાં છો ત્યાં સુધી સાસુમા તેમના ઑથોર્ડૉક્સ વિચારોને કારણે કંઈ પણ બોલે, એને દિલ પર ન લેવું.

બાળકની ઇચ્છા પૂરી કરવા કેટલા વિકલ્પો તમારી પાસે છે એ જરાક મૂલવીએ.

અનાથાશ્રમમાંથી બાળક દત્તક લેશો તો એનાથી ત્રણ જિંદગી સુધરશે, પણ જ્યારે અંગત લાગણીનો સવાલ હોય ત્યારે આ ઑપ્શન આખા પરિવારને કેટલો સ્વીકાર્ય છે એ વિચારવું જરૂરી છે. બીજું, હું ફર્ટિલિટી-એક્સપર્ટ નથી, પણ જો તમે કહો છો એમ માત્ર તમારા બીજમાં જ ખામી હોય તો શું એવું બની શકે કે તમે ડોનર એગ્સ વાપરીને બાળકને તમારી કૂખમાં ઉછેરો? એમ કરશો તો ભલે અંશ તમારો નહીં હોય, પણ તમને માતૃત્વનો ખરો અહેસાસ જરૂર થશે. ત્રીજું, ધારો કે સરોગસી દ્વારા બાળક મેળવવું હોય અને તમે ફાઇનૅન્શિયલી સધ્ધર હો તો બને ત્યાં સુધી સગામાં ન પડો. તમારે કોઈ સારા ફર્ટિલિટી-એક્સપર્ટને કન્સલ્ટ કરવા જોઈએ. ડોનર એગ લેવું હોય કે સરોગસી એ માટે પ્રોફેશનલી ઘણા ઑલ્ટરનેટિવ્સ અવેલેબલ છે જ.

.

Comments (1)Add Comment
...
written by Buddy, January 11, 2017
I can understand the feeling of the questioner. Thanks, Sejal once again for good answer.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy