આગળ વધુ ભણવું કે પછી પપ્પાના બિઝનેસમાં જોડાઈને એને આગળ વધારવો એ નક્કી નથી કરી શકતો

ક્યારેક મને થાય છે કે મારે ખૂબ ભણવું છે તો ક્યારેક મને થાય છે કે મારે ભણવામાં સમય બરબાદ નથી કરવો, આટલું ભણ્યો એ પૂરતું છે અને હવે મારે પ્રોફેશનલ વલ્ર્ડમાં ઝંપલાવી દેવું જોઈએ

guyસેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : મેં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું છે અને હવે પોસ્ટ-ગ્રૅજ્યુએશન ચાલે છે. ક્યારેક મને થાય છે કે મારે ખૂબ ભણવું છે તો ક્યારેક મને થાય છે કે મારે ભણવામાં સમય બરબાદ નથી કરવો, આટલું ભણ્યો એ પૂરતું છે અને હવે મારે પ્રોફેશનલ વલ્ર્ડમાં ઝંપલાવી દેવું જોઈએ. મારો ગોલ સ્પષ્ટ છે કે મારે સફળ બિઝનેસમૅન થવું છે. મારા પપ્પાનો બિઝનેસ છે અને હું નાનપણથી જ એ વાતાવરણમાં ઊછયોર્ છું. મને લાગે છે કે પપ્પાના અનુભવમાં જો હું મારી મહેનત અને ટૅલન્ટ ઉમેરીશ તો બિઝનેસને આજ કરતાં અનેકગણા ઊંચા સ્તરે લઈ જઈ શકીશ. હું અત્યારે દ્વિધામાં છું કે મારે પપ્પાના ધંધામાં ઝંપલાવી દેવું કે પછી પહેલાં ભણીગણીને પાયો પાકો કરી લેવો અને પછી જોડાવુંં. ટુ બી વેરી ફ્રૅન્ક, હાલમાં કૉલેજમાં જે ભણાવાય છે એ વધુપડતું ટેãક્નકલ છે અને પપ્પાના બિઝનેસમાં આ બધું ખાસ ઉપયોગી નથી. મારા પપ્પા બહુ જ ખુલ્લા મનના છે અને તેમણે આ નિર્ણય મારા પર છોડ્યો છે. જેમની પાસેથી હું અવારનવાર માર્ગદર્શન લઉં છું એવા એક અનુભવી ગાઇડનું કહેવું છે કે મારે પપ્પાના ધંધામાં નહીં પરંતુ શરૂઆત પોતાના નાનકડા ધંધાથી શરૂ કરવી જોઈએ. તેમની વાત પણ સાચી છે કે ઑલરેડી સેટ ધંધાને વધારવાનું સહેલું છે પણ જ્યાં સુધી આપણે પોતે શૂન્યમાંથી સર્જન નથી કરતા ત્યાં સુધી એની કિંમત નથી સમજાતી. ટૂંકમાં હું વિચારોના વમળમાં એટલો અટવાયો છું કે હવે શું કરવું એ સમજાતું નથી. જ્યાં સુધી સ્પષ્ટતા નથી ત્યાં સુધી ભણવાનું ચાલુ રાખવાનો વિકલ્પ અપનાવ્યો છે. 

જવાબ : પ્રોફેશનલ જીવનમાં પહેલું કદમ માંડવાનું હોય ત્યારે મોટા ભાગના યુવાનો આ પ્રકારની અવઢવમાંથી પસાર થતા હોય છે. તમે ભાગ્યશાળી છો કે તમારી પાસે ઘણા બધા ઑપ્શન્સ છે. તમે અત્યારે આત્મવિશ્વાસથી ભરપૂર છો અને કોઈ પણ શરૂઆત કરતી વખતે એ બહુ જ જરૂરી આયામ છે. જોકે આત્મવિશ્વાસ તો જ કામનો હોય જો આપણા વિચારોમાં સ્પષ્ટતા હોય. આપણું ધ્યેય, આપણે જે કરવા માગીએ છીએ એ મેળવવા માટેની પ્રક્રિયા બાબતે સ્પષ્ટતા હોય તો જ આત્મવિશ્વાસ કામ લાગે. અસ્પષ્ટતા સાથેનો આત્મવિશ્વાસ આપણને ભમરાવી નાખે તમે ત્રણ વિકલ્પો વિશે વિચારો છો. વધુ ભણવું, પપ્પાના ધંધામાં ઝંપલાવવું કે નવો ધંધો શરૂ કરવો. એમાં હજી એક વિકલ્પ ઉમેરી શકાય. બીજા ઑર્ગેનાઇઝેશનમાં નોકરી કરીને આજની પ્રોફેશનલ દુનિયાનો ફસ્ર્ટ-હૅન્ડ એãક્સ્પરિયન્સ લેવો. કોઈકના માટે પહેલો વિકલ્પ સાચો હોઈ શકે તો કોઈકના માટે બીજો, ત્રીજો કે ચોથો. તમને જાણ્યા વિના તમારે કઈ રીતે આગળ વધવું એની સલાહ આપવી એ અંધારામાં તીર મારવા બરાબર થશે. આ નિર્ણય તમારે જાતે જ લેવો રહ્યો. નિર્ણય લેવા માટેની ગાઇડલાઇન્સની ચર્ચા આપણે જરૂર કરી શકીએ.

તમે તર્કબદ્ધ વિચાર કરી શકો એટલા સજ્જ છો. તો તમારે એ જ તર્કનો ઉપયોગ કરીને તમારી હાલની ક્ષમતાઓ અને નબળાઈઓ તેમ જ તમારી સામેના ઑપ્શન્સમાં રહેલી તકો અને અડચણો વિશે વિચારવું જોઈએ. મૅનેજમેન્ટની ભાષામાં એને SWOT ઍનૅલિસિસ કહે છે. સ્ટ્રેન્ગ્થ, વીકનેસ, ઑપચ્યુર્નિટી અને થþેટ્સ. તમારી પાસેના ચારેય ઑપ્શન્સ માટે આ ઍનૅલિસિસ કરી જુઓ. એમ કરવાથી તમારા વિચારોમાં પણ સ્પષ્ટતા આવશે. દરેક ઑપ્શનને સ્વતંત્ર રીતે મૂલવી જુઓ અને પછી એમાંથી તમારી પ્રતિભા અનુસાર જે અનુકૂળ હોય એ પસંદ કરો. આ પસંદગી તમારી પોતાની હોવી જોઈએ; કોઈ ગાઇડ, માતા-પિતા કે અન્ય કોઈની નહીં. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK