દીકરાને કોઈ જરા કડક ભાષામાં કહે તોય તેને અપમાન લાગી જાય અને સામું અપમાન કરી બેસે છે

આજના જમાનામાં કોઈનેય પોતાની ભૂલ સ્વીકારવી ગમતી નથી. કંઈ પણ થાય તો તરત જ કહે કે ફલાણાએ આમ કર્યું એટલે મારાથી આમ થઈ ગયું

woman



સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : આજના જમાનામાં કોઈનેય પોતાની ભૂલ સ્વીકારવી ગમતી નથી. કંઈ પણ થાય તો તરત જ કહે કે ફલાણાએ આમ કર્યું એટલે મારાથી આમ થઈ ગયું. તેણે મને એટલા અપશબ્દો કહ્યા કે એક તબક્કે મારાથી રહેવાયું નહીં અને મેં બે થપ્પડ ચોડી દીધી. ખૂન કરી નાખનાર વ્યક્તિ પણ પોતાની જાતને તો નિદોર્ષ જ માનતી હોય છે. શા માટે વ્યક્તિ પોતાની જવાબદારી નથી સ્વીકારતી? મને યુવાનીના ઉંમરે આવેલા મારા દીકરાની સતત ચિંતા થાય છે. તે ખૂબ ગુસ્સાવાળો છે. કંઈક થાય કે તરત તેના મોંમાંથી કડવાશ, ગુસ્સો અને તિરસ્કારની છોળો ઊડે. તેનું ધાર્યું ન થાય તો પણ તે ખુશ ન રહી શકે. તેના આ સ્વભાવને કારણે કોઈક વડીલમિત્ર તેને જરાક કડક ભાષામાં વાત કરે તો એ તેને અપમાન લાગી જાય અને તે વળતું બીજાનું અપમાન કરી બેસે. એટલું સારું છે કે દીકરો મારી વાત હજીયે સાંભળી લે છે. જોકે આ બાબતે હું પણ વધુ ટોકતો નથી. તેનાં નકારાત્મક અને કડવાં રીઍક્શન્સને રોકવાં હોય તો શું કરવું?

જવાબ : ફિઝિક્સમાં આઇઝૅક ન્યુટનનો ત્રીજો સિદ્ધાંત કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત એકસરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ભૌતિકશાjાની દૃષ્ટિએ જોઈએ તો તમારો દીકરો જે પ્રતિક્રિયા આપે છે એ કુદરતી છે. જેમ જેવું વાવો એવું લણો અને જેવું આપો એવું મેળવો એવો નિયમ છે એમ લોકો તેનું અપમાન કરે છે અને દીકરો તેમને વળતું અપમાન હાથમાં પકડાવે છે. સવાલ એ છે કે આ નિયમ જડ ચીજો પર લાગુ પડે છે; વિચારશીલ, સમજણા અને સભાનતાપૂર્વક જીવતા મનુષ્યો માટે નહીં. જો માણસો પણ આમ જ કરવા લાગે તો આપણા અને જડ ચીજો કે અન્ય અબુધ પ્રાણીઓમાં કોઈ ફરક ન રહે.

શું તમે સમ્યક વિચાર ધરાવતા લોકોને જોયા છે? અપમાનજનક તમાચાના બદલામાં ગાંધીજીએ બીજો ગાલ ધરેલો. એવું તેઓ કઈ રીતે કરી શક્યા? બીજા શબ્દોમાં કહીએ તો આપણે હંમેશાં હકારાત્મક પ્રતિક્રિયાઓ આપતા કેવી રીતે થઈ શકીએ? જ્યારે આપણી પોતાની અંદર માત્ર ને માત્ર હકારાત્મકતા હોય.

ધારો કે તમે છલોછલ કૉફી ભરેલો કપ લઈને જઈ રહ્યા છો અને પાછળથી કોઈ ધક્કો મારે તો શું થાય? કૉફી ઢળી જાય. કેમ કૉફી જ ઢળે? ચા કેમ નહીં? તમે કહેશો કે ભલા માણસ કપમાં કૉફી હોય તો કૉફી જ ઢળેને? બરાબર છે. કપમાં જે હશે એ જ ઢળશે. જીવનમાં પેદા થતા બાહ્ય સંજોગોનો ધક્કો વાગે ત્યારે આપણી અંદર જે હોય એ જ બહાર આવે, બીજું કંઈ નહીં. જો આપણી અંદર નકારાત્મકતા હોય તો ધક્કો વાગતાં જ એ બહાર આવી જાય છે અને હકારાત્મકતા હોય તો ધક્કો વાગવા છતાં હકારાત્મકતા જ બહાર આવશે.

કહેવાનો અર્થ એ જ છે કે તમારા દીકરાનાં રીઍક્શન્સને કાબૂમાં લેવાની કોશિશ કરવાને બદલે એની અંદરના ભાવને બદલવાની જરૂર છે. દીકરાના જીવનમાં કઈ વાતને લઈને આટલી કડવાશ, ગુસ્સો, અણગમો અને નકારાત્મકતા ઠાંસીને ભરી પડી છે એ સમજો. શક્ય હોય તો તેને પ્રેમ, સમજણ, અનુકંપા અને વહાલથી ભીંજવો. તેનાં નેગેટિવ રીઍક્શન્સ માટે ટોકી-ટોકીને તેને વધુ નકારાત્મક બનાવવાને બદલે તેની અંદર પૉઝિટિવિટી પેદા કરવી જરૂરી છે. હા, આ કામ તમે એકલા નહીં કરી શકો. તેની ખુદની તૈયારી પણ હોવી જરૂરી છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK