ભાઈ-બહેનો સાથે બને ત્યાં સુધી લેટ ગો કરતો હોઉં છું, એમ છતાં તેઓ મને બહુ હળવાશથી લે છે

હમણાં જ મારી કૉલેજ પૂરી કરી અને હવે પ્રોફેશનલ વર્લ્ડમાં પગ મૂકવા જઈ રહ્યો છું.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
હમણાં જ મારી કૉલેજ પૂરી કરી અને હવે પ્રોફેશનલ વર્લ્ડમાં પગ મૂકવા જઈ રહ્યો છું. મારી કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ એક સાદી વાત સમજવી છે. મારાં ભાઈબહેન સાથે મને વારંવાર ઇશ્યુઝ થઈ જાય છે. અમુક બાબતે એવા ઝઘડા થાય કે પછી તેને માફ કરીને આગળ વધવાનું મુશ્કેલ થઈ જાય. ક્યારેક લાગે કે વાત બહુ નાની છે, પણ ક્યારેક લાગે છે કે મારાં જ નાનાં ભાઈ-બહેન મને ટેકન ફૉર ગ્રાન્ટેડ લઈ લે છે. મેં જોયું છે કે નાનપણથી આવું ચાલી રહ્યું છે. ખાવાપીવા અને કપડાં જેવી નાની વાતો હોય કે અમુક-તમુક કામો કરવાનાં હોય દરેકમાં અમારે ગરબડ થાય છે. અનેક વાર તેમને બચાવવા માટે મેં તેમના ખોટા કામોનો ગુનો મારા માથે લઈ લીધો હશે, પણ તેઓ જરાય ગ્રેટફુલ નથી હોતા. હું બને ત્યાં સુધી લેટ ગો કરવાની કોશિશ કરું છું, પણ ક્યાં સુધી? વાતો બહુ મોટી નથી પરંતુ મને એ કનડે તો છે જ. ક્યાં સુધી તેમને માફ કરતો રહું. મને લાગે છે કે માફ કરતા રહેવાથી તેમને મારી સાચી કિંમત સમજાતી જ નથી. શું મારે ભાઈબહેનો સાથે ખુલ્લમખુલ્લા ઝઘડો કરી લેવો જોઈએ કે આમ જ ગમ ખાઈને માફ કરતા રહેવું જોઈએ?

જવાબ : માફ કરી શકવું એ બહુ જ મોટો ગુણ છે. જે લોકોમાં આ ગુણ સહજતાથી આવી જાય છે તેઓ ખરેખર સુખી થઈ જાય છે. એક વાત સમજવી જરૂરી છે કે માફી આપવી એ બીજા લોકો માટે નહીં, તમારા પોતાના સુખ માટે મહત્વનું છે. બીજાને માફ કરવાથી આપણા પોતાના મનમાં શાંતિ થાય છે જે અમૂલ્ય હોય છે. જો તમને એવું લાગતું હોય કે માફ કરીને તમે સામેવાળા પર કોઈ ઉપકાર કરી રહ્યા છો તો એના કરતાં બીજાને માફ ન કરવા એ જ બહેતર છે. આવા સંજોગોમાં માફ કરવાને બદલે લડી લો. તમને જેમ મનમાં આવે છે એમ બોલીને ઝઘડા કરી લો. સાચે જ, માફી આપીને ઉપકારની ભાવના મનમાં પાળવી એ તો માફ ન કરવા કરતાંય વધુ હાનિકારક છે. એના કરતાં માફ ન કરીને ઝઘડો વહોરી લેવો વધુ બહેતર છે.

જરાક વિચાર કરો કે તમે મન ફાવે એમ ઝઘડો કરી લેશો તો શું હાંસલ થશે? શું એ પછી તમને બહુ સારું લાગશે? શું તમારા સંબંધો સારા થશે? જે ભાઈબહેનો સાથે ધમાલ-મસ્તી કરીને તમે જીવન વિશેની સમજણ મેળવી છે એ સંબંધો વધુ મહત્વના છે હાલમાં તેમની સાથે પેદા થતી સમસ્યાઓ વધુ મહત્વની છે? બેમાંથી એકની પસંદગી કરી લેશો તો સમજાશે કે આ સંબંધોની સામે સમસ્યાઓ તો બહુ નાની છે. એટલું યાદ રાખજો ક્ષમા વીરસ્ય ભૂષણમ એ કંઈ એમ જ નથી કહેવાતું. કોઈ પણ શરત વિના માફ કરી શકવું એ વીરતાની નિશાની છે. જતું કરવાથી કોઈનું કદી ખૂટી પડતું નથી.

તમે કહો છો કે તેમને માફ કરતા હોવાથી તેઓ તમને ટેકન ફૉર ગ્રાન્ટેડ લે છે. હું માનું છું કે એનું કારણ તમે માફ કરી દો છો એ નથી જ નથી. તમારી વચ્ચે કેવી બાબતોના ઇશ્યુઝ થાય છે એ વિશે તમે કોઈ ફોડ પાડ્યો નથી. જ્યારે જરૂર હોય ત્યારે તેમને શાંતિપૂર્વક સાચું સમજાવવું જરૂરી છે. સાચી બાબતો માટે સ્પષ્ટ અને અડગ થઈને ઊભા રહેતાં ન આવડે ત્યારે લોકો આપણને ગ્રાન્ટેડ લઈ લે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK