સંગીતના સ્ટેજ-પર્ફોર્મન્સ આપું છું, પરંતુ જાહેરમાં બોલવાનું આવે ત્યારે મારી સાવ જ બોલતી બંધ થઈ જાય છે; શું કરું?

હું ૧૯ વર્ષનો છું. સ્કૂલિંગ ગુજરાતીમાં કર્યું અને હવે કૉલેજમાં છું. અંગ્રેજી ભાષામાં વાંધો નથી, પરંતુ ઇંગ્લિશ મિડિયમમાં ભણેલા છોકરાઓ જેવો કૉન્ફિડન્સ મારામાં નથી.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
હું ૧૯ વર્ષનો છું. સ્કૂલિંગ ગુજરાતીમાં કર્યું અને હવે કૉલેજમાં છું. અંગ્રેજી ભાષામાં વાંધો નથી, પરંતુ ઇંગ્લિશ મિડિયમમાં ભણેલા છોકરાઓ જેવો કૉન્ફિડન્સ મારામાં નથી. હું ખૂબ જ અંતમુર્ખ છું અને ઝાઝા લોકો સાથે વાતચીત કરવાનું મને નથી ફાવતું. મેં શાસ્ત્રીય સંગીતમાં તાલીમ લીધી છે અને સેમી-ક્લાસિકલ, સુગમ અને બૉલીવુડનાં સૉન્ગ્સનો સ્ટેજ-પર્ફોર્મન્સ પણ આપું છું. સમસ્યા એ છે કે હું માત્ર ગાઈને નીચે ઊતરી જાઉં છું. આજકાલના જુવાનિયાઓ જે રીતે સ્ટેજ ગજવીને દર્શકોને જકડી રાખે છે એવું કરતાં નથી આવડતું. સ્ટેજ પર જતાં પહેલાં હું કંઈકેટલીયે તૈયારીઓ કરું છું કે આમ બોલીશ ને તેમ બોલીશ, પરંતુ સ્ટેજ પર પહોંચું ને મારી બોલતી બંધ થઈ જાય છે. હું શું બોલવાનું હતું એ જ ભૂલી જાઉં છું, મોં સિવાઈ જાય છે અને મારું ગાવાનું ચૂપચાપ પતાવીને સ્ટેજ પરથી નીચે ઊતરી જાઉં છું. મારી કૉલેજમાં પણ મેં સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યા છે, પણ ગીત પૂÊરું થયા પછી એક શબ્દ મારાથી નીકળતો નથી. ક્યારેક કૉમ્પૅર મને કંઈક પૂછે તો પણ બોલવામાં તતફફ થઈ જાય છે. આ જ કારણોસર મારે ખાસ બહુ મિત્રો પણ નથી. આઉટગોઇંગ મિત્રો સાથે હું બહુ ભળી શકતો નથી. મારે ખૂબબધા મિત્રો બનાવવા છે. લોકો મારા તરફ ખેંચાય એવું કરવું છે. હું શું કરું તો લોકો સામે ખૂલીને બોલી શકું?

જવાબ : તમારે લોકોને તમારા તરફ ખેંચવા છે એવો ટાર્ગેટ સતત મનમાં રાખવાની જરૂર નથી. તમે ખરેખર જેવા છો એવા જ બની રહો. બીજા લોકો તમારી સાથે અમુક રીતે વર્તે એ માટે થઈને તમે તમારું સ્વત્વ ગુમાવી બેસશો તો ક્યાંયના નહીં રહી શકો. દરેક વ્યક્તિની પોતાની આગવી પ્રતિભા અને છટા હોય છે. જ્યારે તે કોઈના અનુકરણમાં પડ્યા વિના પોતાના આગવાપણાને છતું કરે છે ત્યારે આપમેળે લોકોને તે વ્યક્તિ પ્રત્યે આદર થાય છે. એટલે લોકોને આકર્ષવાની ટિપ્સ કેળવવાના ટૂંકા રસ્તામાં ન ફસાઓ એમાં જ ભલાઈ છે.

જાહેરમાં બોલવું એ કળા છે. તમે ક્યારેય જાહેરમાં છટાપૂર્વક વક્તવ્ય આપતા લોકોને ઑબ્ઝર્વ કર્યા છે? આ લોકોની ખાસિયત એ હોય છે કે તેઓ એક-બે વ્યક્તિની સાથે વાતચીત કરતા હોય ત્યારે પણ એ જ છટાથી વાત કરતા હોય છે. એટલે કે એ છટા તેમના વ્યક્તિત્વમાં જ વણાઈ ચૂકી હોય છે. તમારે બોલવાની એ કળા વિકસાવવી હોય તો પહેલાં તમે જ્યારે એકલા હો ત્યારે એવી છટાથી વાત કરવાની પ્રૅક્ટિસ કરવી. શરૂઆત તમે કંઈક વાંચવાથી પણ કરી શકો. ઘરમાં કોઈ ન હોય ત્યારે રૂમમાં એક ખૂણામાં એક ટેબલ પર ચડીને જાણે તમારી સામે ખૂબબધા માણસો બેઠા છે એ રીતે છટાથી વાંચવાથી શરૂઆત કરો. એક વાર અવાજમાં કૉન્ફિડન્સ આવે એ પછી તમારા મૌલિક વિચારો વ્યક્ત કરવાનું શરૂ કરો. એટલું યાદ રાખજો કે તમે કઈ છટાથી બોલો છો એના કરતાં શું અને કેવું બોલો છો એ વધુ અગત્યનું છે. લોકોને છટાથી તમારા પ્રત્યે આકર્ષવા કરતાં તમારા વિચારો અને પરિપક્વતાથી પ્રભાવિત કરવાથી તમે અન્ય લોકો પર વધુ ઊંડી અસર પાડી શકો છો.

સૌથી મહત્વની વાત. આસપાસ મિત્રોની ફોજ ઊભી કરવાની તમારી કલ્પના સારી છે, પણ પચાસ તાળી-મિત્રો હોય એના કરતાં પાંચ ગાઢ મિત્રો હોય એ વધુ સારું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy