નણંદના લગ્ન નહોતાં થયાં ત્યારે તે મારા પર સાસુગીરી કરતી હતી, હવે લગ્ન પછી તેને બધું સમજાય છે

નણંદના લગ્ન નહોતાં થયાં ત્યારે તે મારા પર સાસુગીરી કરતી હતી, હવે લગ્ન પછી તેને બધું સમજાય છે

woman

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
મારી ઉંમર ૩૯ વર્ષ છે. લગ્નને દસ વર્ષ થયાં છે અને એક દીકરો છે. પ્રેમલગ્ન હોવાથી શરૂઆતમાં મને સાસરિયાં તરફથી ખાસ સપોર્ટ નહોતો મળતો. હજીયે કંઈ બહુ પ્રેમભાવવાળા સંબંધો તો ન જ કહેવાય. મારા પિયરમાં પણ લગ્નને લઈને કડવાશ હોવાથી હું ડિલિવરી માટે પિયર નહોતી ગઈ. મારા એ નાજુક દિવસો દરમ્યાન પણ મારાં સાસુ અને નણંદે મારા માટે ખાસ કોઈ જ ઉત્સુકતા નહોતી દાખવી. તેમની આંખોમાં ચોખ્ખું વર્તાતું હતું કે મારે ડિલિવરી માટે પિયર જ જવું જોઈતું હતું. હા, મારા હસબન્ડનો પૂરતો સપોર્ટ હતો અને ખચોર્ પણ મેં મારી કમાણીમાંથી જ કયોર્ હતો. એ છતાં સાસુનું વર્તન અતડું હતું. એ વખતે નણંદનાં લગ્ન નહોતાં થયાં એટલે તે પણ મારા પર સાસુગીરી કરતી હતી. હવે જ્યારે તેનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને તેને પણ કડવી સાસુનો અનુભવ થઈ ગયો છે એટલે થોડીક ઢીલી પડી છે. નણંદ ડિલિવરી માટે પિયર આવી છે. જાણે મોટો લગ્નનો પ્રસંગ હોય એમ ઘરમાં ઉત્સાહનું વાતાવરણ છે અને તૈયારીઓ ચાલે છે. તમે ગમેએટલું કહો કે આ બધાથી આપણને અસર ન થવી જોઈએ, પણ અસર થાય છે જ. ઘરની વહુને પરિવારજનો જે રીતે રાખતા અને દીકરીને જે રીતે રાખે એ બન્નેમાં પારકા-પોતીકાપણાનો ભેદ દેખાય જ છે. તેને પ્રેગ્નન્સીમાં કોઈ કૉãમ્પ્લકેશન નથી એ છતાં તેને ખાટલેથી પાટલે કરવામાં આવે છે જ્યારે મારી હાલત નાજુક હતી એ છતાં કોઈ મારી કાળજી રાખતું નહોતું. નણંદના આ પ્રસંગ માટે મને દિલથી કંઈ કરવાનું મન નથી થતું એટલે હું ખોટો દેખાડો નથી કરતી. મારાં સાસુ અને નણંદ મારી પીઠ પાછળ વાતો કરે છે. શું તમે માનો છો કે સંબંધો સાચવવા માટે ઇચ્છા ન હોય તોપણ મીઠું-મીઠું બોલવું જોઈએ? મને તેમની જેમ ચાપલૂસીભર્યું વર્તન કરતાં નથી આવડતું.

જવાબ : સ્વાભાવિકપણે જ્યારે આપણને ગમતું ન થાય ત્યારે એ વાતને સ્વીકારતાં થોડોક સમય તો લાગવાનો જ. તમારા પોતાના પેરન્ટ્સ હોય કે તમારા પતિના પેરન્ટ્સ, બન્નેને તમારાં પ્રેમલગ્ન સ્વીકારવામાં સમય લાગ્યો હશે. જોકે સાસરિયાંઓએ તમને પ્રેમથી ન સ્વીકાર્યાં એ વાત તમારા મનમાં અંકિત થઈ ગઈ, પિયરિયાંઓના અસ્વીકારને તમે વધુ કડવાશ વિના સ્વીકારી લીધો. આ માનવસહજ છે, પરંતુ આ બાબતે સભાનતા હોવી જરૂરી છે.

તમારા પ્રસંગ વખતે લોકો તમારી કાળજી લે એવી તમારી અપેક્ષા હતી, પરંતુ એવું તેમણે ન કર્યું અને હાલમાં નણંદના પ્રસંગમાં એ બધું જ થઈ રહ્યું છે જે તમારા મનની ઇચ્છાઓ હતી. તમને ઈર્ષા થતી હોવાથી આ પ્રસંગમાં દિલથી જોડાવાનું તમને મન નથી થતું. તમારી રજૂઆતમાં હું જોઈ શકું છું કે તમે સમજો છો કે એક ભાભી તરીકે તમારે નણંદના આ પ્રસંગને સાચવવો જોઈએ, પણ મનના ખટકાને કારણે એમ કરવું ગમતું નથી.

હું માનું છું કે કોઈનીયે આગળ મીઠું-મીઠું બોલવાની જરૂર નથી. દિલમાં પ્રેમ ન હોય તો પ્રેમનો દેખાડો કરવાની પણ કોઈ જરૂર નથી. આવા સંજોગોમાં શું કરવું એ માટેનો એક જ સિદ્ધાંત છે - જો સામેવાળાની સ્થિતિમાં હું હોઉં તો લોકો મારી સાથે કેવી રીતે વર્તે એવું હું ઇચ્છું? બસ એવું જ મારે તેમની સાથે વર્તવું. બીજાએ મારી સાથે શું કરેલું એ જરાય મહત્વનું ન હોવું જોઈએ. જો બીજાના વર્તનને આપણે ખોટું માનતા હોઈએ તો કેમ કે તેમણે મારી સાથે આમ કરેલું એટલે મને તેમની સાથે ખોટું કરવાનું લાઇસન્સ નથી મળતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK